દુખિયારી કન્યાને મદદ આપવામાં આવી
દુખિયારી કન્યાને મદદ આપવામાં આવી
૧૩ વર્ષની શીબિયા મૅક્સિકોમાં રહે છે. તે સ્કૂલમાં ભણે છે. તેણે જોયું કે સાથે ભણતી એક છોકરી ઘણી વાર સ્કૂલે રડતી રડતી આવે છે. તેણે એને બની શકે એટલો દિલાસો આપ્યો. પછી એ છોકરીએ એક દિવસે શીબિયા સાથે પેટ છૂટી વાત કરી. તેણે કહ્યું: ‘મારા પપ્પા શરાબી છે. તે મારી મમ્મીને મારપીટ કરે છે.’
શીબિયા એ યાદ કરતા કહે છે: “તેણે મને કહ્યું કે ‘મારે જીવવું જ નથી. મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. મને કોઈ પ્રેમ નથી કરતું. હું સાવ એકલી પડી ગઈ છું. સૂનું સૂનું લાગે છે.’” પણ મેં તેને કહ્યું કે ‘એવું નથી. વિશ્વના માલિક તને ખૂબ જ ચાહે છે. એનો વિચાર કર! એ યહોવાહ ભગવાન છે.’ પછી મેં તેને સમજાવ્યું કે યહોવાહે ઇન્સાનને કેમ બનાવ્યો છે. દુઃખ કેવી રીતે આવ્યું. તે કઈ રીતે દુઃખોનો અંત લાવશે.
પછી શીબિયાએ એ છોકરીને પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે જવાબો જે સફળ થાય છે પુસ્તક આપ્યું. તેઓ દરરોજ સ્કૂલે રિસેસમાં એમાંથી વાંચવા લાગ્યા. ધીમે ધીમે એ છોકરીનો સ્વભાવ બદલાવા લાગ્યો. તે બધા સાથે હળવા-મળવા લાગી. વાતો કરતી. હસતી. તેણે શીબિયાને પત્રમાં લખ્યું: ‘મારા દુઃખમાં ભાગ લેવા બદલ તારો પાડ માનું છું. તારા જેવી મારી કોઈ બહેન હોત તો કેવું સારું! હવે હું જાણું છું કે યહોવાહની નજરમાં હું કીમતી છું.’
તમે કદાચ કોઈ યુવાનને ઓળખતા હશો જેને ઉપર જણાવેલા પુસ્તકમાંથી લાભ થઈ શકે. એમાં ૩૯ અધ્યાયો છે. એ આવા પ્રશ્નોની ચર્ચા કરે છે: “હું ખરા મિત્રો કેવી રીતે બનાવી શકું?” “લગ્ન પહેલાની જાતીયતા વિષે શું?” “હું ખરો પ્રેમ કેવી રીતે ઓળખી શકું?” તમે પણ આ પુસ્તક વિષે વધારે માહિતી મંગાવી શકો. એ માટે તમે નીચે આપેલી કૂપન ભરીને પાન ૫ પર જણાવેલા નજીકના સરનામા પર મોકલો. (g 10/06)
□ મને પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તક વિષે વધુ માહિતી જોઈએ છે.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).