સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

▪ “છેલ્લા ૫૦૦ વર્ષમાં મનુષ્યએ પૃથ્વીનો અનેક રીતે બગાડ કર્યો હોવાથી (જંગલોમાં) અને બીજી જગ્યાઓમાંથી ૮૪૪ જાતના પ્રાણી-જીવજંતુઓનું નામ-નિશાન મટી ગયું છે.”—IUCN, વિશ્વ સંરક્ષણ સંગઠન, સ્વિટ્‌ઝર્લૅન્ડ. (g 11/06)

▪ સરકારી આંકડા પ્રમાણે બ્રિટનમાં છ ટકા સ્ત્રી-પુરુષો સજાતીય સંબંધ રાખે છે. ૨૦૦૫માં એક કાયદો પાસ થયો હતો જે “સજાતીય વ્યક્તિઓને એકબીજા સાથે ‘લગ્‍ન’ કરવાની રજા આપે છે.” એ કાયદા પ્રમાણે પતિ-પત્નીને જે હક્ક મળે એ તેઓને પણ મળે છે.—ધ ડેઇલી ટેલીગ્રાફ, ઇંગ્લૅન્ડ. (g 11/06)

▪ “પરિણીત યુગલોમાંથી પચાસેક ટકા લોકો કબૂલે છે કે તેઓ ક્યાં પૈસા વાપરે છે એ બધું પોતાના લગ્‍નસાથીને કહેતા નથી. અરે, એના વિષે તેઓ જૂઠું પણ બોલે છે.”—ધ વૉલ સ્ટ્રીટ જર્નલ (છાપું), યુ.એસ.એ. (g 12/06)

▪ પૅસિફિક મહાસાગરના વૅનૂઍતૂમાં ટૅગુઆ ટાપુ આવેલો છે. એમાં લાટિઉ નામનું નાનું ગામ છે. ત્યાંનું હવામાન બદલાઈ રહ્યું હોવાથી એના રહેવાસીઓ એ ગામ છોડીને બીજે રહેવા ગયા છે. કદાચ એમ કરવામાં તેઓ પહેલા હોઈ શકે. “દરિયામાં ભારે તોફાન આવતું હોવાથી, રાક્ષસ જેવાં” મોટાં મોટાં મોજાં વારંવાર આવતાં હોવાથી ઘરો પાણીમાં ડૂબી જાય છે.—વૅનૂઍતૂ ન્યુઝ, વૅનૂઍતૂ. (g 12/06)

બાર વર્ષથી જેલમાં કેદ. શા માટે?

પૂર્વ આફ્રિકામાં ઍરિટ્રિયા દેશ છે. એ દેશના યહોવાહના ત્રણ સાક્ષીઓ, સાવા શહેરમાં છેલ્લા બાર વર્ષથી જેલમાં છે. તેઓ પર કોઈ કેસ ચલાવવામાં આવ્યો નથી. તેઓ સામે કોઈ તહોમત પણ મૂકવામાં આવ્યું નથી. તેઓને જેલમાં કોઈ મળી શકતું નથી. અરે, કુટુંબના સભ્ય પણ નહિ. એનું કારણ? કેમ કે તેઓ લશ્કર કે મિલિટરીમાં જોડાવવાનો ઇન્કાર કરે છે. ઍરિટ્રિયા દેશના નિયમ પ્રમાણે જો કોઈ પોતાના ધર્મની માન્યતાને કારણે લશ્કરમાં ન જોડાય તો એ ગુનો છે. તેઓ એવા યુવાન પુરુષોને પકડીને લશ્કરી કૅમ્પ કે છાવણીમાં રાખે છે. તેઓને ખૂબ જ મારવામાં આવે છે. તેઓ પર બેહદ જુલમ ગુજારવામાં આવે છે. (g 10/06)

નોકરી પર થતો જુલમ

“નોકરી પર જુલમ કરવામાં આવતો હોવાથી કંપનીઓ કે સંસ્થાનો સમય અને પૈસા બગડે છે, એવું ધ વૉલ સ્ટ્રીટ જર્નલ છાપાએ કહ્યું. લગભગ ૩,૦૦૦ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. એમાંના નેવું ટકાથી વધારે લોકોએ કહ્યું કે ‘તેઓ સાથે કામ પર જુલમ કરવામાં આવે છે. એમાંના પચાસ ટકાએ કહ્યું કે અમે ચિંતામાં હોવાથી કામ કરી શકતા નથી. સમય બગાડીએ છીએ. એમાંના પચીસેક ટકાએ કહ્યું કે એ કારણથી તેઓ પૂરતું કામ કરતા નથી.’ અને આઠમાંથી એક જણ કામ છોડી દે છે. ક્રિસ્ટીન પૉરાથ દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટની પ્રોફેસર છે. જર્નલેમાં તેણે કહ્યું કે “જે કંપનીઓમાં કામદારો પર જુલમ થાય છે ત્યાં કામદારો મન મૂકીને કામ કરતા નથી. કામ પર આવતા નથી કે કામ પર ચોરી કરે છે.” (g 11/06)

પ્રદૂષણ ફેલાવ્યા વગર ઘરોને ગરમ રાખતું સેન્ટ્રલ હીટિંગ

સ્પેઇનનું એક છાપું કહે છે કે ‘હવે બળતણ તરીકે જેતૂન ફળના ઠળિયા બાળીને પાણી ગરમ કરવામાં અને સેન્ટ્રલ હીટિંગથી ઘરો ગરમ રાખવવામાં આવે છે.’ સ્પેઇનના મૅડ્રિડ શહેરમાં ૩૦૦ જેટલા ઘરોમાં, હીટર કે હીટિંગથી ઘર અને પાણી ગરમ રાખવા લોકો જેતૂનના ઠળિયાને બળતણ તરીકે વાપરે છે. કેમ કે એ હીટિંગ માટે વપરાતા તેલ કે કોલસા કરતાં સસ્તા છે. તેલના ભાવથી એ ઠળિયા સાઠ ટકા સસ્તા છે. કોલસાના ભાવથી વીસ ટકા સસ્તા છે. એ પ્રદૂષણ કરતા નથી. જેતૂનના ઠળિયા સડવાથી જેટલું પ્રદૂષણ કે કાર્બન ડાયોક્સાઈડ નીકળે છે એટલું જ બાળવાથી નીકળે છે. જેતૂનનું તેલ બનાવવામાં સ્પેઇન દુનિયામાં પહેલો નંબર છે. એટલે એમાંથી નીકળતા ઠળિયા ત્યાં સહેલાઈથી મળી શકે છે.

(g 10/06)

સો વર્ષથી વધારે ઉંમરના લોકો વધતા જાય છે

ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન જણાવે છે કે આજે ઘણા લોકો સો વર્ષથી વધારે જીવે છે. આજે દુનિયામાં બે લાખ જેટલા લોકો સો વર્ષ પાર કરી ગયા છે. એ મૅગેઝિનના કહેવા પ્રમાણે તેઓમાંના ૬૬ લોકો એકસો દસ વર્ષના છે. ન્યૂ સાયન્ટિસ્ટ જણાવે છે કે આ આંકડા કેટલી હદે સાચા છે એ જાણવું મુશ્કેલ છે. ‘આજે બધાની પાસે પૂરો રેકોર્ડ ન હોવાથી ચોક્કસ ખબર પડતી નથી કે ખરેખર કેટલા લોકો ૧૧૦ વર્ષથી પણ મોટી ઉંમરના છે. તેથી એવું બની શકે કે ફક્ત ૬૬ વ્યક્તિ જ નહીં પણ ૪૫૦ જેટલી વ્યક્તિઓ એકસો દસ વર્ષ પાર કરી ગઈ હોઈ શકે.’ (g 12/06)