મને કોઈ સેક્સ માટે ઇન્વાઈટ કરે તો શું કરું?
યુવાનો પૂછે છે. . .
મને કોઈ સેક્સ માટે ઇન્વાઈટ કરે તો શું કરું?
“કોણ કેટલા સાથે સેક્સ માણી શકે એ જોવા સ્કૂલમાં છોકરા-છોકરીઓ છૂટથી સેક્સ માણે છે.”— પ્રિયા. *
“છોકરાઓ બડાઈ હાંકે છે કે પોતાની ગર્લફ્રેન્ડ છે, તોય બીજી ઘણી છોકરીઓ સાથે સેક્સ માણે છે.”— અજય.
“સેક્સ માટે બોલાવતા છોકરાઓને હજાર વાર ના કહું, તોપણ પાછળ પડી જાય.”— ઈલા.
ઘણા દેશોમાં છોકરા-છોકરીઓ ફક્ત સેક્સના ઇરાદાથી હળે-મળે છે. અંગ્રેજીમાં એને “હુક અપ” કહે છે. બીજા દેશોમાં એને બીજું કંઈ કહેતા હોય શકે. જાપાનમાં એને (ટેક-આઉટ્સ) બહાર હરવું-ફરવું કહે છે. ઇકોમિયાકો નામની એક છોકરી કહે છે કે ‘એને સેફ્રા પણ કહે છે. એટલે કે “સેક્સ ફ્રેન્ડ.” તમારી દોસ્તી ફક્ત સેક્સ માટે જ, બીજું કંઈ નહિ.’
ભલે એને ગમે એ કહેતા હોય, મકસદ એક જ છે. કોઈ રોક-ટોક કે જવાબદારી વગર ફાવે તેની સાથે સેક્સ માણો. * ઘણા યુવાનો બડાઈ હાંકે છે કે એવા ‘સગવડિયા ફ્રેન્ડ્ઝ’ સાથે તેઓ કોઈ ઝંઝટ વગર સેક્સ માણી શકે છે. જિંદગીભરના પ્યાર-મહોબ્બતની કોઈ જંજીર નહિ. એક યુવતી કહે છે કે ‘તમને મન ફાવે એ કરો. સેક્સની ભૂખ જાગે તો એને તરત જ પૂરી કરો. પછી, “તું તારે રસ્તે હું મારે રસ્તે.” ’
પણ જે યુવાનો યહોવાહને ભજે છે, તેઓ ‘વ્યભિચારથી નાસે છે.’ * (૧ કોરીંથી ૬:૧૮) યહોવાહની દોસ્તી ન તૂટે અને કોઈ પાપ ન કરી બેસે, એ માટે બનતું બધું જ કરે છે. તોપણ કોઈ વાર એવી મુસીબતો સામે ચાલીને આવે છે. શિલ્પા કહે છે કે “સ્કૂલમાં ઘણા છોકરાઓ મારી પાછળ પડી ગયા છે.” નોકરી-ધંધા પર પણ એવું જ થઈ શકે. માર્ગરેટ કહે છે કે “સેક્સ માટે મારો મૅનેજર મારો પીછો છોડતો ન હતો. મને એટલો હેરાન કરતોʼતો કે મારે જૉબ છોડવી પડી.”
યુવાન દોસ્તો, તમને એમ કરવાનું મન થાય તો નવાઈ ન પામશો. બાઇબલ કહે છે કે “હૃદય સહુથી યિર્મેયાહ ૧૭:૯) લતાને મનમાં ખોટા વિચારો આવ્યા હતા. તે કહે છે કે “મને જે છોકરો ગમતો હતો, તેણે સામેથી મને સેક્સ માટે બોલાવી.” જોસનાનો અનુભવ પણ એવો જ હતો, ‘મારું દિલ ધક-ધક થવા માંડ્યું. ના પાડું કઈ રીતે? એ મારા માટે બહુ મુશ્કેલ હતું.’ આગળ વાત કરી હતી, એ અજય પણ કબૂલે છે કે ના કહેવી સહેલી નથી. ‘છોકરીઓ સામે ચાલીને સેક્સ માટે બોલાવતી હોય છે. આવી ઑફરની ના પાડવી રમત વાત નથી! પણ હું યહોવાહને ચાહું છું. મારાથી એમ થાય જ નહિ.’
કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (તમે પણ લતા, જોસના ને અજયની જેમ યહોવાહને વળગી રહ્યા હોવ, તો તમને શાબાશી આપીએ છીએ. ઈશ્વરભક્ત પાઊલે પણ ખોટા વિચારો દૂર કરવા મન સાથે લડવું પડ્યું હતું. એ બતાવે છે કે યહોવાહના બધા જ ફ્રેન્ડ્ઝ પર એક કે બીજી રીતે દબાણો આવે છે.—રૂમી ૭:૨૧-૨૪.
જો કોઈ સેક્સ માટે તમારા ફ્રેન્ડ બનવા માગે, તો બાઇબલના કયા સિદ્ધાંતો પર વિચાર કરશો?
ગમે તેની સાથે સેક્સ માણવું ખોટું છે
બાઇબલ શીખવે કે લગ્નસાથી સિવાય બીજા કોઈની સાથે સેક્સ માણવું, એ ઈશ્વરની નજરમાં ઘોર પાપ છે. ઈશ્વર એ ચલાવી લેતા નથી. જાણીજોઈને એવાં પાપ કરનારા ઈશ્વરની નવી દુનિયાનો “વારસો” પામશે નહિ. (૧ કોરીંથી ૬:૯, ૧૦) યહોવાહની જેમ આપણે પણ એવાં કામો ધિક્કારીએ. એનાથી લાલચો સામે લડવા હિંમત મળશે. કોઈ સેક્સ માટે ઇન્વાઈટ કરે તો તમારી પોતાની ના હોવી જોઈએ.
“યહોવાહના કહેવા પ્રમાણે જીવવામાં મારું જ ભલું છે.”—કેસર, કૅનેડા.
‘પલ-બે-પલની મજા માટે યહોવાહને કઈ રીતે છોડી દઉં.’—વીવીઆન, મૅક્સિકો.
“એ યાદ રાખો કે તમે કોઈના દીકરી કે દીકરા છો. ઘણાના ફ્રેન્ડ છો. યહોવાહના મંડળના છો. જો કોઈ લાલચમાં ફસાયા તો બધાનું નામ બોળીશું.”—પ્રવિણ, બ્રિટન.
ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: ‘યહોવાહને શું પસંદ છે એ પારખી લો.’ (એફેસી ૫:૧૦) વ્યભિચાર વિષે યહોવાહના વિચારો જાણો. એ જાણીને તમને પણ વ્યભિચારથી નફરત થશે.—ગીતશાસ્ત્ર ૯૭:૧૦.
▪ આ કલમો વાંચો: ઉત્પત્તિ ૩૯:૭-૯. કઈ રીતે યુસફ સેક્સની ના કહી શક્યો. તેને કઈ રીતે હિંમત મળી?
તમારી માન્યતાથી શરમાશો નહિ
યુવાનો જે કંઈ દિલથી માને છે, એના માટે હિંમતથી લડતા શરમાતા નથી. તમે તમારા વાણી-વર્તનથી યહોવાહનું નામ રોશન કરી શકો. એ એક મોટો આશીર્વાદ કહેવાય. તમે લગ્ન પહેલાં સેક્સમાં માનતા નથી, એમાં ગર્વ લો, શરમાશો નહિ.
‘શરૂઆતથી જ જણાવો કે તમે યહોવાહના ભક્ત છો. તેમના સંસ્કાર પ્રમાણે જીવો છો.’—એલન, જર્મની.
“તમારી માન્યતાનો ગર્વ લો, શરમાશો નહિ.”—એસ્તર, નાઇજીરિયા.
‘તમને સેક્સ માટે બોલાવે છે, તેઓને આવું ન કહો, “મારાં મમ્મી-પપ્પા ના પાડશે.” આવી “ના” તેઓ કબૂલ નહિ કરે. પણ જણાવો કે તેઓ સાથે જવાનું તમને જરાય પસંદ નથી.’—જાસ્મિન, દક્ષિણ આફ્રિકા.
“હાઇસ્કૂલના છોકરાઓને ખબર હતી કે હું યહોવાહમાં
માનું છું. તેઓ એ પણ જાણતા હતા કે મારી પાછળ ટાઇમ બગાડવો નકામો છે.”—વૈશાલી, અમેરિકા.તમે તમારી શ્રદ્ધામાં અડગ રહેશો તો, તમે ઈસુના પગલે ચાલો છો.—૧ કોરીંથી ૧૪:૨૦.
▪ આ કલમ વાંચો: નીતિવચનો ૨૭:૧૧. યહોવાહના નામ પર અનેક આરોપ મૂકવામાં આવ્યા. તમે તમારા વાણી-વર્તનથી વિશ્વના માલિકનું નામ રોશન કરી શકો છો. એનો વિચાર કરો!
એકના બે ન થાવ!
“ના” પાડવી એ સૌથી મહત્ત્વનું છે. તોપણ અમુકને થશે કે તમે ‘મનમાં ભાવ ને મૂંડી હલાવો’ છો.
“કોઈને લાગશે કે તમે તેઓને સતાવો છો, તરસાવો છો.”—લીલા, કૅનેડા.
“તમારાં કપડાં, હાલ-ચાલ, બોલવાની રીત-ભાત, બધાથી દેખાઈ આવવું જોઈએ કે તમને લફરાંથી સખત નફરત છે.”—એસ્તર, નાઇજીરિયા.
“તમારી ‘ના’ એટલે ના!”—દવિન્દર, ઑસ્ટ્રેલિયા.
“ઢીલા-પોચા ન બનો! એક છોકરો મારી સાથે ચેનચાળા કરવા લાગ્યો. મેં તરત કડક અવાજે કહ્યું, ‘એય, મારા ખભા પરથી હાથ ઉઠાવ!’ તેની સામે ડોળા કાઢીને મેં ચાલતી પકડી.”—અંબર, બ્રિટન.
“તડ ને ફડ કહેવું જ પડે કે એવાં લફરાંમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આમાં તો શરમાય એ કરમાય!”— જિજ્ઞા, સ્કૉટલૅન્ડ.
“એક છોકરો મને સેક્સ માટે વારંવાર કહેતો. મેં સાફ ઇનકાર કર્યો. એટલે મને ચીડવવા, પરેશાન કરવા લાગ્યો. મેં તેને બરાબર ખખડાવ્યો ત્યારે જ તેણે મારો પીછો છોડ્યો.”—વનિતા, મૅક્સિકો.
“તેઓને સાફ સાફ કહી દેવું જોઈએ કે તમે તેઓ સાથે કદી સેક્સ નહિ માણો. એવા છોકરાઓ ગિફ્ટ આપે તો કદી ન લો. નહિ તો તેઓ સોદાગીરી કરશે.”—લીના, બ્રિટન.
તમે અડગ રહેશો તો, યહોવાહ જરૂર મદદ કરશે. દાઊદે પોતાના અનુભવ પરથી કહ્યું: ‘યહોવાહ પોતાના ભક્તોને તજી દેતો નથી.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.
▪ આ કલમ વાંચો: ૨ કાળવૃત્તાંત ૧૬:૯. જેઓનું અંતઃકરણ કે દિલ યહોવાહ તરફ છે, તેઓને મદદ કરવા તે તલપે છે.
લાંબો વિચાર કરો
બાઇબલ કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચનો ૨૨:૩) એ સલાહ તમે કઈ રીતે પાળશો? લાંબો વિચાર કરવાથી!
“એવી વાતો કરનારાની દોસ્તી ન કરો.”—નાઓમી, જાપાન.
‘એવા લોકો સાથે હરો-ફરો નહિ, જેઓના કારણે મુશ્કેલ સંજોગોમાં આવી પડો. હું એવા લોકોને જાણું છું જેઓ દારૂના નશામાં લલચાઈને પાપ કરી બેઠા.’—ઇશાહ, બ્રાઝિલ.
“બધાને તમારા વિષે બધું જણાવો નહિ. બધાને સરનામું, ફોન નંબર આપો નહિ.”—દીના, બ્રિટન.
‘ક્લાસના છોકરા-છોકરીઓને છૂટથી ભેટશો કે હાથ મિલાવશો નહિ.’—એસ્તર, નાઇજીરિયા.
“કોઈને ઉશ્કેરે એવાં કપડાં પહેરો નહિ.”—હીના, જર્મની.
“તમારાં મમ્મી-પપ્પાને ફ્રેન્ડ્ઝ બનાવો. આવી તકલીફોમાં તેઓ સાથે દિલથી વાત કરો. તેઓ તમને સાથ આપશે.”—આસ્મી, જાપાન.
પોતાના પર નજર રાખો, ‘મારા વાણી-વર્તન કેવા છે? દોસ્તી કોની સાથે છે? ક્યાં ટાઇમ પાસ કરું છું?’ પછી વિચારો કે ‘એનાથી જાણે-અજાણે હું એવી સિગ્નલ આપું છું કે સેક્સ માટે કોઈને શોધું છું?’
▪ આ કલમો વાંચો: ઉત્પત્તિ ૩૪:૧, ૨. દીનાહ “ના” જવું જોઈએ ત્યાં ગઈ. તેનું જીવન ઝેર બની ગયું.
યહોવાહની નજરમાં લગ્નસાથી સિવાય બીજા કોઈની સાથે સેક્સ માણવું ઘોર પાપ છે. તમે પણ એ જાણે દિલો-દિમાગ પર કોતરી લો. બાઇબલ કહે છે: ‘કોઈ વ્યભિચારી કે દુરાચારી ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યનો વારસો’ પામશે નહિ. (એફેસી ૫:૫) યહોવાહના માર્ગે ચાલવાથી તમારું ભલું થશે. દિલ સાફ રહેશે. તમને શરમાવું નહિ પડે. કાજોલ બહેને કહ્યું ‘સેક્સ માટે બીજાની ભૂખ આપણે શું કામ સંતોષવી? યહોવાહની કૃપા પામવા તમે સખત લડો છો. તો પછી પલ-બે-પલની મસ્તી માટે એ કદીયે કુરબાન કરશો નહિ!’ (g 3/07)
આના વિષે વિચારો કરો
▪ મન ફાવે એમ ગમે તેની સાથે સેક્સ માણવાનો વિચાર આવી શકે, પણ એ કેમ ખોટું છે?
▪ સેક્સ માટે દોસ્તી રાખવા કોઈ કહે તો તમે શું કરશો?
“યુવાનો પૂછે છે. . . ” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype
[Footnotes]
^ નામ બદલ્યાં છે.
^ સેક્સની ભૂખ સંતોષવા જાતીય અંગો પંપાળવા, આવેશમાં આવીને કિસ કરવી.
^ ‘વ્યભિચાર’ શાને કહેવાય? જેને પરણ્યા નથી તેની સાથે સેક્સ. સ્ત્રી-સ્ત્રી ને પુરુષ-પુરુષ સાથેનો સેક્સ. મોંથી કે હાથેથી બીજાનાં જાતીય અંગ પંપાળવાં. ગુદા વડે સેક્સ.
[Box on page 27]
▪ બાઇબલ શીખવે છે કે વ્યભિચાર કરનાર “પોતાના શરીરની વિરૂદ્ધ પાપ કરે છે.” (૧ કોરીંથી ૬:૧૮) વ્યક્તિ કેવાં કામોથી વ્યભિચાર કરે છે? એનું લિસ્ટ બનાવો.
...............................................
...............................................
...............................................
...............................................
સૂચના: ઉપર પૂછેલા સવાલનો જવાબ મેળવવા રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રીપ્ચર્સ પાન ૧૮૮, ઇન્સાઇટ ઑન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૧, પાન ૮૬૩ અને ચોકીબુરજ જુલાઈ ૧, ૨૦૦૬ પાન ૨૦, ફકરો ૧૪ જુઓ. આ બધું લીટરેચર યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[Box on page 29]
માબાપ માટે
“મારા ક્લાસના એક છોકરાએ મને સેક્સ માટે બોલાવી. પહેલા તો મને સમજ ન પડી કે તે શું કહે છે. હું તો ૧૧ વર્ષની જ હતી.”— લયલા.
આજે સ્કૂલમાં બાળકોને નાની ઉંમરે સેક્સ વિષે શીખવવામાં આવે છે. વર્ષો પહેલાં બાઇબલમાં લખાયું કે દુષ્ટ જગતના ‘છેલ્લા સમયમાં’ બહુ પ્રોબ્લમ આવશે. લોકો પોતાના પર ‘સંયમ’ કે કાબૂ નહિ રાખે. ‘ઈશ્વરને નહિ’ પણ મોજશોખને ચાહનારા હશે. (૨ તીમોથી ૩:૧, ૩, ૪) એ જ પ્રમાણે આજે બની રહ્યું છે. આ લેખમાં યુવાનોમાં સેક્સ માટેની દોસ્તી વિષે વાત કરી, એ એક પુરાવો છે.
તમારા અને આજના જમાનામાં આભ-જમીનનો ફરક છે. પણ પ્રોબ્લમ તો એવા જ છે. એટલે આજની દુનિયામાં બાળકોને મોટા કરતા હિંમત હારશો નહિ. ઈશ્વરભક્ત પાઊલના કહેવા પ્રમાણે સખત મહેનત કરો. તેમણે ૨,૦૦૦ વર્ષ પહેલાં આમ કહ્યું: ‘શેતાનની ચાલાકીઓની સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજો.’ (એફેસી ૬:૧૧) ખરું કે એ સહેલું નથી, છતાં ઘણા યુવાનો એમ જ કરી રહ્યા છે. તો પછી તમારી આંખના તારા જેવાં બાળકોને કેવી રીતે મદદ કરી શકો?
તમારા દીકરા-દીકરી સાથે ખુલ્લી રીતે આ માહિતીની ચર્ચા કરો. જે કલમો વાંચવાનું સૂચન આપ્યું છે, એ સાથે વાંચો. અમુક કલમો યુવાનોનો અનુભવ આપે છે. એ બતાવે છે કે જેઓ યહોવાહના માર્ગે ચાલ્યા ને જેઓ ન ચાલ્યા, તેઓનું શું થયું. બીજી કલમોમાં સરસ સિદ્ધાંતો છે. એ તમને અને તમારાં બાળકોને યહોવાહના સંસ્કાર પ્રમાણે જીવવા મદદ કરશે. એનાથી ઘણા આશીર્વાદો મળશે! તમે તમારાં બાળકો સાથે આ માહિતી ચર્ચવાનું ભૂલશો નહિ.
યહોવાહના કહેવા પ્રમાણે જીવવાથી આપણું જ ભલું થાય છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) એમ નહિ જીવીએ તો દુઃખી દુઃખી થઈશું. સજાગ બનો!ના પ્રકાશકોની એ જ પ્રાર્થના કે તમે તમારાં બાળકોના દિલમાં યહોવાહના સંસ્કાર ઊતારો અને તેમના આશીર્વાદો તમારા પર વરસે.—પુનર્નિયમ ૬:૬, ૭.
[Picture on page 28]
તેઓને સાફ સાફ કહી દો કે તમે તેઓ સાથે કદી સેક્સ માણશો નહિ