સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

▪ અમેરિકાના કેલિફોર્નિયામાં બે નેશનલ પાર્કમાં આવેલી ગુફાઓ પર એક અભ્યાસ થયો હતો. એમાં સંશોધકોને ૨૭ પ્રકારના નવા પ્રાણીઓની જાતિઓ મળી આવી. નેશનલ પાર્કમાં કામ કરતા ગુફાના નિષ્ણાત જોયલ ડેસ્પેન કહે છે, “આ બતાવે છે કે આપણે આસપાસની દુનિયા વિષે હજી બહુ ઓછું જાણીએ છીએ.”—સ્મિથસોનીઅન પત્રિકા, અમેરિકા. (g 1/07)

▪ દુનિયાની કુલ વસ્તીના વીસ ટકા લોકોને હજી પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી. કુલ વસ્તીના ૪૦ ટકા લોકો પાસે સંડાસ કે બાથરૂમ જેવી સારી સગવડ નથી.—મીલેનીઓ, મેક્સિકો. (g 1/07)

▪ “ઘણા કુટુંબોની બદલાતી રીતભાતોની બૂરી અસર બાળકો પર પડી છે. જેમ કે, ઘણા કુટુંબમાં આખો દિવસ ટીવી ચાલુ હોય છે. કુટુંબ તરીકે બધા સાથે જમતા નથી. બાળકોને ગોદમાં લઈને ફરવાને બદલે વોકર કે બાબાગાડીમાં ફેરવવા વગેરે.” આ બધાં કારણો બાળક અને માતા-પિતાની વાતચીતમાં અવરોધ બને છે. એનું પરિણામ એ આવ્યું કે બાળક સ્કૂલે જવાનું શરૂ કરે છે ત્યારે, તે બીજાઓને પોતાની લાગણી, કે વિચારો જણાવી શકતું ન હોવાથી ‘અકારણ ગુસ્સે થઈ જાય છે ને રડવા લાગે છે.’—ધ ઇન્ડીપેન્ડન્ટ છાપું, બ્રિટન. (g 2/07)

ઑફિસને ઘર બનાવતા બેક્ટેરિયા

અમેરિકાની એરીઝોના યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટોએ ત્યાંના ઘણાં શહેરોની ઑફિસોમાં જોયું તો ત્યાં પુષ્કળ બેક્ટેરિયા ઘર કરીને રહેતા હતા. ગ્લોબ ઍન્ડ મેઈલ છાપાના રિપોર્ટ મુજબ, આ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે “સૌથી વધારે બેક્ટેરિયા ક્યાં રહે છે. ક્રમવાર જોઈએ તો, એ ફોનમાં, ઑફિસના ટેબલો પર, પાણીના નળ પર, માઇક્રોવેવ ખોલ-બંધ કરીએ એ હેન્ડલ પર અને કૉમ્પ્યુટરના કી-બોર્ડ પર જોવા મળે છે.” એ રિપોર્ટ મુજબ, “આમ જોઈએ તો, ઑફિસના ટેબલો પર રસોડાના પ્લૅટફૉર્મ કરતાં ૧૦૦ ગણા, અને સંડાસના કમોડ કરતાં ૪૦૦ ગણા વધારે બેક્ટેરિયા હોય છે.” (g 1/07)

ગરમ હવામાનને લઈને થતા રોગોની કોઈને પડી નથી

ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં થતા રોગોની દવા શોધવા તબીબી ક્ષેત્ર કંઈ કરી રહ્યું નથી. તેઓને કેમ એની કંઈ પડી નથી? ‘દુઃખની વાત છે, પણ દવાની કંપનીઓ હવે એવા રોગો માટે દવાઓ શોધતી નથી. બીમારીના બીજા ઇલાજ પણ શોધતી નથી,’ સ્કોટલેન્ડની ડન્ડી યુનિવર્સિટીના મોલીક્યુલર બાયોલોજિસ્ટ, માઇકલ ફેર્ગ્યુસન કહે છે. તેઓને આવી દવાઓ શોધવામાં કે એવા રોગોના સંશોધનમાં કોઈ પૈસા રોકવા નથી. કારણ? કેમ કે તેઓને જાણે ખોટનો ધંધો કરવો પડે એવું લાગે છે. આ કંપનીઓ મોંઘી મોંઘી દવા બનાવવાનું વધારે પસંદ કરે છે, જેની વધારે માંગ છે. એમાં નફો પણ પુષ્કળ થાય છે. જેમ કે, અલઝાઈમરનો રોગ, સ્થૂળતા અને નપુંસકતા વગેરે માટેની દવાઓ. ન્યુ સાઈન્ટીસ્ટ મૅગેઝિન કહે છે કે એક અંદાજ પ્રમાણે ‘દુનિયા ફરતે દર વર્ષે દસ લાખ લોકો મૅલેરિયાને લીધે મોતના મોંમા જાય છે. પહેલાની જેમ આજે પણ એની દવા જોઈતા પ્રમાણમાં મળતી નથી કે સારવારની પૂરતી સગવડો નથી.’ (g 2/07)

ડાયાબિટીસ દુનિયાને ભરડો લઈ રહ્યો છે

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ છાપાએ ડાયાબિટીસ વિષે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનનો રિપોર્ટ આપ્યો હતો. એ રિપોર્ટ કહે છે કે છેલ્લા વીસ વર્ષોમાં દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ત્રણ કરોડથી વધીને ૨૩ કરોડની થઈ છે. સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ ધરાવતા દસ દેશોમાં સાત દેશો તો ગરીબ છે. એ ફેડરેશનના પ્રમુખ, માર્ટિન સિલિન્ક કહે છે કે “ડાયાબિટીસ તો મહાબીમારી છે. દુનિયાએ ક્યારેય પહેલાં આટલી મોટી બીમારી જોઈ નથી.” ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ છાપાનો રિપોર્ટ આગળ કહે છે કે “દુનિયાના સૌથી ગરીબ દેશોમાં તો ડાયાબિટીસ થવો એટલે મોત આવ્યું સમજો. કેમ કે એની દવા કે સારવારના અભાવે દર્દીઓ થોડા જ સમયમાં મોતને ભેટે છે.” (g 3/07)

દુનિયાનો સૌથી ઊંચો રેલમાર્ગ

જુલાઈ ૨૦૦૬માં દુનિયાના સૌથી ઊંચા રેલમાર્ગનું ઉદ્‍ઘાટન કરવામાં આવ્યું. આ રેલમાર્ગ ચીનના બેઇજિંગ શહેરને તિબેટના પાટનગર લ્હાસા સાથે જોડે છે. એ બંને વચ્ચેનું અંતર ૪,૦૦૦ કિલોમીટર છે. ધ ન્યુ યોર્ક ટાઇમ્સ કહે છે કે “આ રેલવે ઇજનેરી ક્ષેત્રમાં એક અજાયબી છે. આ રેલમાર્ગ સમુદ્રની સપાટીથી ૪,૮૦૦ મીટરથી પણ ઊંચા વિસ્તારમાં થઈને પસાર થાય છે. ત્યાં જમીન કાયમ બરફથી છવાયેલી રહે છે. ક્યારેક ઉપર છવાયેલો એ બરફ પીગળી જાય છે.” એન્જિનિયરોએ આ રેલમાર્ગ નાખવામાં પહાડ જેવી મુશ્કેલીઓ પાર કરી હતી. જેમ કે, રેલના પાટા જેના પર પાથરવામાં આવે છે એ પાયાને આખું વર્ષ બરફમાં થીજાવી રાખવાં, જેથી એ સખત રહે અને એક જગ્યાએ સ્થિર રહે. આ રેલમાર્ગ પર ટ્રેન ટોચ પર પહોંચે છે ત્યારે ટ્રેનના ડબ્બાઓમાં પંપથી હવા ફૂંકવી પડે છે. એ સિવાય, આ ડબ્બાઓમાં પહેલેથી જ પૅસેન્જરો માટે ઑક્સિજનની જોગવાઈ કરેલી હોય છે, જેથી જરૂર પડ્યે પૅસેન્જરો એનો ઉપયોગ કરી શકે. (g 3/07)