સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ વ્યક્તિ સાથે મૅરેજ કરું?

આ વ્યક્તિ સાથે મૅરેજ કરું?

યુવાનો પૂછે છે . . .

આ વ્યક્તિ સાથે મૅરેજ કરું?

આ ક્વિઝ પૂરો:

તમે કોની સાથે મૅરેજ કરશો? નીચેના લિસ્ટમાંથી ચાર ગુણ પસંદ કરી, એના પર ✔ કરો.

........ ખૂબસૂરત .......... ભગવાનનો ડર રાખનાર

........ ફ્રેન્ડલી .......... ભરોસાપાત્ર

........ પૉપ્યુલર .......... સંસ્કારી

........ મજાકિયા ........... લાઇફમાં આગળ વધનાર

યુવાનીના ઉંબરે પગ મૂકતા જ તમે કોઈના પ્રેમમાં પાગલ થયા હતા? એ વ્યક્તિ તમને કેમ ગમી ગઈ હતી? ઉપરના લિસ્ટમાંથી એક પસંદ કરી, એના પર ✘ મારો.

વ્યક્તિમાં ઉપરના કોઈ પણ ગુણો હોય, એમાં ખોટું નથી. એ દરેક ગુણ મહત્ત્વનો છે. પણ તમને ઇશ્ક થઈ જાય ત્યારે તમે મોટે ભાગે ડાબી બાજુની કૉલમના ગુણો પર વધારે ધ્યાન આપશો.

તમે મોટા થાવ તેમ તમારી સમજણ વધે છે. સારું-ખરાબ શાને કહેવાય એ સમજવા લાગો છો. જમણી બાજુની કૉલમના ગુણો વિષે વિચારવા લાગો છો. દાખલા તરીકે, તમારી પાડોશમાં એક રૂપ કી રાની રહેતી હોઈ શકે. પણ તેનો ભરોસો કરાય એવી ન પણ હોય. અથવા ક્લાસમાં કોઈ ‘હીરો’ હોય, બધા તેની વાહ વાહ કરતા હોય. પણ તે સંસ્કારી ન હોય. ભરયુવાનીમાં સંસ્કારની બહુ કોઈને પડી નથી હોતી. ત્યારે તો બસ કોઈના પ્રેમમાં પાગલ થવાના જ વિચારો આવતા હોય છે. પણ અમુક ઉંમર પછી, તમે ‘ચહેરો જ નહિ, પણ દિલ જોતા’ શીખશો. તમે વિચારશો, ‘આ વ્યક્તિ સાથે મૅરેજ કરું?’—૧ કોરીંથી ૭:૩૬.

કોઈ પણ ચાલશે?

છોકરા-છોકરીઓ તમને પણ પસંદ કરવા લાગશે. તોય તમે એમ નહિ કહો કે ‘કોઈ પણ ચાલશે.’ તમે એવી વ્યક્તિ શોધશો જે જિંદગીભર સુખ-દુઃખમાં સાથ આપે. તમે એકબીજામાંથી અનમોલ ગુણો બહાર લાવી શકો. આવડત કેળવી શકો. (માત્થી ૧૯:૪-૬) તમે કોની સાથે લગ્‍ન કરવાનું પસંદ કરશો? જવાબ આપતા પહેલાં, દિલના ‘અરીસા’ કે આયનામાં જુઓ. એટલે કે પહેલા પોતાના વિષે વિચાર કરો.—યાકૂબ ૧:૨૩-૨૫.

પોતાને ઓળખવા આ પ્રશ્નોના જવાબ આપો:

મારામાં શું સારું છે?

................................

................................

મારામાં શું ખરાબ છે?

...............................

................................

સુખ-દુઃખમાં અને ઈશ્વરમાં શ્રદ્ધા કેળવવા મને કેવા લગ્‍ન-સાથી મદદ કરશે?

...............................

...............................

પોતાને ઓળખવા એ સહેલું નથી. પણ આવા સવાલો પૂછવાથી પોતાના વિષે જાણી શકશો. * પછી તમે એવી વ્યક્તિ શોધી શકશો, જે તમને વધારે સારી વ્યક્તિ બનાવશે. પણ ધારો કે તમને મનપસંદ વ્યક્તિ મળી ગઈ છે, તો શું કરશો?

શું અમારા સંબંધો ટકશે?

સૌથી પહેલા તો તમે જેના પ્યારમાં છો, તેને ઓળખો. પાગલ પ્રેમીની જેમ નહિ. પણ તેનો અસલી રંગ પારખો. નહિ તો એવું બની શકે કે તમારે જે માનવું હોય, એ જ તમને દેખાય, બીજું કંઈ નહિ. એટલે ઉતાવળ કરશો નહિ.

ઘણા છોકરા-છોકરીઓ સાથે ફરતા હોય છે, તોપણ એકબીજાનો અસલી રંગ પારખતા નથી. તેઓને એ જ દેખાય કે ‘મને આ મ્યુઝિક ગમે, એને પણ એ જ ગમે છે.’ ‘અમારા શોખ પણ એકસરખા જ છે.’ ‘અમે બંને બધી જ રીતે જાણે એક છીએ!’ પણ જો તમે શાંતિથી વિચાર કરશો, તો પાગલ પ્રેમીની જેમ ખોટા ફસાઈ નહિ જાવ. લલચાઈ નહિ જાવ. તેના દિલમાં શું છે એ પારખવાનો પ્રયત્ન કરશો.—૧ પીતર ૩:૪; એફેસી ૩:૧૬.

તમારા વિચારો સરખા હોય, એ જ ન જુઓ. પણ તમારા વિચારો જુદા પડે ત્યારે, તમારો પ્રેમી કે પ્રેમિકા કેવી રીતે વર્તે છે એ જુઓ. એનાથી તેનું અસલી રૂપ જોવા મળશે. શું તે ગુસ્સે થઈ જાય છે? જેમ-તેમ બોલે છે? (ગલાતી ૫:૧૯, ૨૦; કોલોસી ૩:૮) જો કંઈ સાચા-ખોટાનો સવાલ ન હોય, તો શાંતિ રાખવા શું તે વાજબી બને છે?—યાકૂબ ૩:૧૭.

આનો પણ વિચાર કરો: શું તે બધી રીતે તમને મુઠ્ઠીમાં રાખવાનો પ્રયત્ન કરે છે? તમે ક્યાં જાવ છો, શું કરો છો, એ બધું તેને જાણવું હોય છે? શું તે ઇર્ષાળુ છે? જો એમ હોય તો પ્રોબ્લમ છે. વીસ વર્ષની નિકોલ પણ એમ જ કહે છે: “ઘણા પ્રેમીઓ પોતે ક્યાં છે ને શું કરે છે, એ ફોન કરીને એકબીજાને જણાવ્યું ન હોવાથી ઝઘડી પડ્યા. એટલી નાની બાબતમાં ઝઘડી પડે, એ કેવું કહેવાય!”

તમારા પ્રેમી કે પ્રેમિકાનું બીજાઓ સાથે કેવું બને છે? કદાચ તમે તેના મંડળના ભરોસાપાત્ર ભાઈ-બહેનોને પૂછી શકો કે તેની “શાખ” કેવી છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧, ૨. *

શું છૂટા પડી જવું જોઈએ?

તમને લાગે કે તમે જેની સાથે મૅરેજ કરશો એ આ વ્યક્તિ નથી. તો પછી શું તમારે એવા સંબંધો તોડી નાખવા જોઈએ? હા, એમાં બંનેનું ભલું છે. બાઇબલ કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”—નીતિવચનો ૨૨:૩. *

સમય જતાં તમે કદાચ એવી વ્યક્તિને મળો, જેની સાથે સારા સંબંધ બાંધી શકશો. તમારા અનુભવથી આ વખતે તમે વ્યક્તિને વધુ સારી રીતે પારખી શકશો. પછી તમે દિલથી કહી શકશો, ‘મારે આ વ્યક્તિ સાથે જ મૅરેજ કરવા છે!’ (g 5/07)

“યુવાનો પૂછે છે . . . ” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ.

આના વિષે વિચાર કરો

▪ હું કેવો સ્વભાવ કેળવું છું, જેનાથી મૅરેજ સુખી થાય?

▪ તમે મૅરેજ માટે કેવી વ્યક્તિ પસંદ કરશો?

▪ તમારા પ્રેમી કે પ્રેમિકાને સારી રીતે ઓળખવા શું કરશો?

[Footnotes]

^ વધારે જાણવા જાન્યુઆરી ૨૦૦૭નું અવેક! પાન ૩૦ અને કૌટુંબિક સુખનું રહસ્ય પ્રકરણ ૨ જુઓ. આ લીટરેચર યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ પાન ૧૭-૧૮ પર બૉક્સમાં આપેલા સવાલો પણ જુઓ.

^ કઈ રીતે ના પાડી શકું, એના વિષે સજાગ બનો! એપ્રિલ-જૂન, ૨૦૦૧, પાન ૧૮-૨૦ વાંચો.

[Box on page 17]

શું તે સારો પતિ બનશે?

તે કેવો છે

તે કેવી રીતે જવાબદારી ઉપાડે છે?માત્થી ૨૦:૨૫, ૨૬.

જીવનમાં તે શું કરવા ચાહે છે?૧ તીમોથી ૪:૧૫.

શું તે એને માટે મહેનત કરે છે?૧ કોરીંથી ૯:૨૬, ૨૭.

તેના ફ્રેન્ડ્‌ઝ કેવા છે?નીતિવચનો ૧૩:૨૦.

શું તે પૈસા પાછળ પાગલ છે?હેબ્રી ૧૩:૫, ૬.

તેના મોજશોખ કેવા છે?ગીતશાસ્ત્ર ૯૭:૧૦.

તેની પહેરવા-ઓળવાની રીત શું બતાવે છે?૨ કોરીંથી ૬:૩.

યહોવાહ પર તેને કેટલો પ્રેમ છે?૧ યોહાન ૫:૩.

સારા ગુણો

તે મહેનતુ છે?નીતિવચનો ૬:૯-૧૧.

શું તે સાચવીને પૈસા વાપરે છે?લુક ૧૪:૨૮.

તેની શાખ કેવી છે?પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧, ૨.

શું તે તેના મમ્મી-પપ્પા સાથે પ્રેમથી વર્તે છે?નિર્ગમન ૨૦:૧૨.

શું તે બીજાનો વિચાર પહેલા કરે છે?ફિલિપી ૨:૪.

ખરાબ ગુણો

શું તે જલદીથી ગુસ્સે થાય છે?નીતિવચનો ૨૨:૨૪.

શું તે તમને સેક્સ માટે ઉતાવળ કરાવે છે?ગલાતી ૫:૧૯.

શું તે જેમ-તેમ બોલે છે? મારામારી કરે છે?એફેસી ૪:૩૧.

તેને દારૂ મળે તો જ મજા આવે છે?નીતિવચનો ૨૦:૧.

શું તે ઇર્ષાળુ ને સ્વાર્થી છે?૧ કોરીંથી ૧૩:૪, ૫.

[Box on page 18]

શું તે સારી પત્ની બનશે?

તે કેવી છે?

કુટુંબ અને મંડળમાં શું તે કહ્યા પ્રમાણે કરે છે?એફેસી ૫:૨૧, ૨૨.

તેની પહેરવા-ઓળવાની રીત શું બતાવે છે?૧ પીતર ૩:૩, ૪.

તેના ફ્રેન્ડ્‌ઝ કેવા છે?નીતિવચનો ૧૩:૨૦.

શું તે પૈસા પાછળ પડે છે?૧ યોહાન ૨:૧૫-૧૭.

જીવનમાં તે શું કરવા ચાહે છે?૧ તીમોથી ૪:૧૫.

શું તે એને માટે મહેનત કરે છે?૧ કોરીંથી ૯:૨૬, ૨૭.

તેના મોજશોખ કેવા છે?ગીતશાસ્ત્ર ૯૭:૧૦.

યહોવાહ પર તેને કેટલો પ્રેમ છે?૧ યોહાન ૫:૩.

સારા ગુણો

શું તે મહેનતુ છે?નીતિવચનો ૩૧:૧૭, ૧૯, ૨૧, ૨૨, ૨૭.

શું તે સાચવીને પૈસા વાપરે છે?નીતિવચનો ૩૧:૧૬, ૧૮.

તેની શાખ કેવી છે?રૂથ ૪:૧૧.

શું તે તેના મમ્મી-પપ્પા સાથે પ્રેમથી વર્તે છે?નિર્ગમન ૨૦:૧૨.

શું તે બીજાનો વિચાર પહેલા કરે છે?નીતિવચનો ૩૧:૨૦.

ખરાબ ગુણો

શું તે ઝઘડાખોર છે?નીતિવચનો ૨૧:૧૯.

શું તે તમને સેક્સ માટે ઉતાવળ કરાવે છે?ગલાતી ૫:૧૯.

શું તે જેમ-તેમ બોલે છે? મારામારી કરે છે?એફેસી ૪:૩૧.

તેને દારૂ મળે તો જ મજા આવે?નીતિવચનો ૨૦:૧.

શું તે ઇર્ષાળુ ને સ્વાર્થી છે?૧ કોરીંથી ૧૩:૪.