સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઈસુને પગલે ચાલીએ”

“ઈસુને પગલે ચાલીએ”

“ઈસુને પગલે ચાલીએ”

યહોવાહના સાક્ષીઓનું ડિસ્ટ્રીક્ટ સંમેલન

દુનિયાભરના અનેક શહેરોમાં ત્રણ દિવસનું આ સંમેલન ભરાશે. ભારતમાં એ ઑગસ્ટના અંતમાં શરૂ થશે. પછી ૨૦૦૮ સુધી એ જુદા જુદા શહેરોમાં ચાલતું રહેશે. મોટા ભાગના શહેરોમાં શુક્રવારે સવારે ૯:૨૦ વાગ્યે સંગીત સાથે કાર્યક્રમની શરૂઆત થશે. ત્રણેય દિવસનો કાર્યક્રમ ઈસુ અને તેમના શિક્ષણ પર ભાર મૂકશે.

શુક્રવારના કાર્યક્રમનો વિષય છે: “આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ.” (હેબ્રી ૧૨:૨) કાર્યક્રમના પહેલા પ્રવચનનો વિષય હશે: “શા માટે ઈસુને પગલે ચાલવું?” પછી ત્રણ ભાગમાં આ વિષય પર એક પ્રવચન આપવામાં આવશે: “ઈસુની કદર કરીએ, જે મહાન મુસા, દાઊદ અને સુલેમાન છે.” પછી આ મહત્ત્વના પ્રવચનથી સવારનો કાર્યક્રમ પૂરો થશે: “યહોવાહના મકસદમાં ઈસુની અજોડ ભૂમિકા.”

શુક્રવારે બપોરે પહેલા પ્રવચનનો વિષય હશે: “મસીહ અમને મળ્યો છે.” એ પછી “‘તેનામાં ગુપ્ત રહેલો’ ખજાનો શોધીએ” વિષય પર પ્રવચન હશે. પછી પાંચ ભાગમાં એક કલાકનું પ્રવચન આપવામાં આવશે જેનો વિષય છે: “તમે ઈસુ જેવો સ્વભાવ રાખો.” એના અમુક ભાગો હશે, “તેમણે તેઓનો આવકાર કર્યો,” “તે મરણને આધીન થયા,” અને “તેમણે તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.” પછી બપોરનો કાર્યક્રમ આ પ્રવચનથી સમાપ્ત થશે: “હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ તેઓ ચાલે છે.”

શનિવારના કાર્યક્રમનો વિષય છે: “મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે, . . . અને તેઓ મારી પાછળ ચાલે છે.” (યોહાન ૧૦:૨૭) સવારે એક કલાકનો આ પરિસંવાદ હશે: “સેવાકાર્યમાં ઈસુને પગલે ચાલીએ.” એમાં આપણે પ્રચાર કાર્યમાં કઈ રીતે વધારે કરી શકીએ એને લગતા ઉપયોગી સૂચનો આપવામાં આવશે. એ પછી, “તેમણે ‘ન્યાયીપણા પર પ્રીતિ રાખી અને અન્યાય પર દ્વેષ કર્યો’—શું તમે પણ એમ કરો છો?” અને “ઈસુની જેમ ‘શેતાનની સામા થાઓ’” વિષયો પર પ્રવચન હશે. સવારના કાર્યક્રમને અંતે બાપ્તિસ્મા પર પ્રવચન હશે. એ પછી યોગ્ય વ્યક્તિઓને બાપ્તિસ્મા આપવામાં આવશે.

શનિવારે બપોરનો કાર્યક્રમ આ પરિસંવાદથી શરૂ થશે: “આની પાછળ ન ચાલ.” એમાં આ છ વિષયો પર ચર્ચા થશે, ‘ટોળાની પાછળ,’ ‘પોતાનું અંતઃકરણ તથા પોતાની આંખો પાછળ,’ ‘નિરર્થક વસ્તુઓ પાછળ,’ ‘ખોટા ઉપદેશકો પાછળ,’ ‘કલ્પિત વાતો પાછળ,’ અને ‘શેતાન પાછળ.’ એ પછી આ વિષયો પર પ્રવચન હશે: “‘યહોવાહથી શીખવાયેલા થવાથી’ ચઢિયાતું બીજું કંઈ નથી,” અને “ટોળામાં પાછા લાવવા તેઓને મદદ કરો.” પછી આખા દિવસમાં શું શીખ્યા એના પર કાર્યક્રમને અંતે આ પ્રવચન હશે: “આવીને મારી પાછળ ચાલ.”

રવિવારના કાર્યક્રમનો વિષય છે: “તું મારી પાછળ આવ.” (યોહાન ૨૧:૧૯) સવારના કાર્યક્રમમાં “ઈસુની પાછળ ન ચાલવાનું કોઈ બહાનું ન કાઢીએ” વિષય પર પ્રવચન હશે. પછી છ ભાગમાં એક પરિસંવાદ રજૂ કરવામાં આવશે. એનો વિષય છે: “સૌથી મહત્ત્વના ઉપદેશમાંથી વીણેલાં મોતી.” એમાં ઈસુએ કહેલા આ પ્રખ્યાત સુવાક્યો પર ચર્ચા થશે: “પોતાની આત્મિક જરૂરિયાત જાણનાર લોકોને ધન્ય છે,” “પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર,” “આપો ને તમને અપાશે.” સવારનો કાર્યક્રમ આ જાહેર પ્રવચનથી પૂરો થશે: “કોણ ખરેખર ઈસુને પગલે ચાલે છે?” બપોરના કાર્યક્રમમાં જૂના જમાનાનું એક નાટક હશે, જેને એ જમાનાના પહેરવેશમાં પાત્રો રજૂ કરશે. બાઇબલના એક અહેવાલમાંથી એ તૈયાર કર્યું છે. ઈશ્વરના પયગંબર એલીશાનો ચાકર ગેહઝી કેવી રીતે લાલચું ને અભિમાની બને છે એ વિષે આ નાટક છે. પછી સંમેલન આ પ્રવચનથી સમાપ્ત થશે: “આપણા અજેય આગેવાન, ઈસુને પગલે ચાલતા રહીએ!”

આ સંમેલનમાં આવવા અત્યારથી જ પ્લાન કરો. કયું સંમેલન તમને નજીક પડશે એ જાણવા તમારા વિસ્તારમાં આવેલા યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલનો સંપર્ક કરો. અથવા આ મૅગેઝિનના પ્રકાશકોને લખો. ભારતમાં કયા શહેરોમાં ક્યારે સંમેલન ભરાશે એનું લિસ્ટ અમારા બીજા મૅગેઝિન ચોકીબુરજના માર્ચ ૧ના અંકમાં આપેલું છે. તમે એ પણ જોઈ શકો. (g 6/07)