સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મને ચક્કર કેમ આવે છે?

મને ચક્કર કેમ આવે છે?

મને ચક્કર કેમ આવે છે?

હું આંખના ડૉક્ટર પાસે ગયો હતો. તે મારી આંખનું પ્રેશર ચેક કરવાના હતા. તે એક સાધનથી મારી આંખને અડ્યા. એનાથી મને ચક્કર આવ્યા. બ્લડ ચેક કરવા લોહી લેવામાં આવે ત્યારે પણ મને ચક્કર આવી જાય. અરે જિંદગીમાં મને થયેલા ઍક્સિડન્ટ વિષે વાત કરું ત્યારે પણ એમ જ થાય છે.

કેનેડાના રિપોર્ટ પ્રમાણે, લગભગ ત્રણ ટકા લોકોને ઉપર જણાવેલા કારણોથી ચક્કર આવે છે. શું તમને કદી એવું થયું છે? જો એવું થતું હોય તો તમે ચોક્કસ ઘણા ઇલાજ કર્યા હશે, જેથી તમને ચક્કર ન આવે. અથવા ચક્કર આવવા લાગે તો કદાચ તમે બાથરૂમમાં જવા લાગશો, જેથી બીજા લોકો તમને જુએ નહિ. પણ એ સારું નથી. જો બાથરૂમ પહોંચતા પહેલાં તમને ચક્કર આવે, તો તમને વાગી પણ જાય. મને ઘણી વાર ચક્કર આવ્યા છે. એટલે મેં એના વિષે વધારે જાણવાનું નક્કી કર્યું.

આના વિષે મેં ઘણાં પુસ્તકો વાંચ્યાં. ડૉક્ટર સાથે વાત કરી. તેમણે મને ઘણી મદદ કરી. એનાથી જાણવા મળ્યું કે મને વાસોવેગલની બીમારી છે. * એટલે કે શરીરમાં કંઈક એવી તકલીફ છે, જેનાથી અમુક સંજોગોમાં નસોમાં પૂરતું લોહી પહોંચતું નથી. જેમ કે વ્યક્તિ અચાનક ઊભી થાય ત્યારે એ તકલીફ થાય છે.

બીજાં કારણોને લીધે પણ વ્યક્તિને ચક્કર આવે છે. એક દાખલો લઈએ. વ્યક્તિનું લોહી લેવામાં આવે કે ડૉક્ટર વ્યક્તિની આંખ ચેક કરતા હોય ત્યારે તેનું મજ્જાતંત્ર (નર્વસ સિસ્ટમ) બરાબર કામ કરતું નથી. ચિંતાને લીધે હૃદયના ધબકારા વધ-ઘટ થાય છે. ભલે આપણે બેઠા કે ઊભા હોઈએ, પણ નર્વસ સિસ્ટમ જાણે આપણે સૂતા હોઈએ, એ રીતે કામ કરે છે. આપણે સૂઈએ ત્યારે, પગની નસો ફૂલી જવાથી પગમાં વધારે લોહી પહોંચે ને મગજમાં ઓછું. એટલે મગજને ઓછો પ્રાણવાયુ (ઑક્સિજન) મળે છે. આ રીતે વ્યક્તિને ચક્કર આવે છે. તમને પણ આવી તકલીફ હોય તો શું કરી શકો?

જો બ્લડ ટેસ્ટ માટે લોહી લેવામાં આવે તો બીજી બાજુ જુઓ. અથવા લોહી લેવામાં આવે ત્યારે નર્સને કહો કે તમને સ્ટ્રેચર પર સૂવાડીને લોહી લે. આગળ જોયું કે વાસોવેગલની બીમારી શું છે. તમને ચક્કર આવવા માંડે એના પહેલાં અમુક નિશાનીઓ દેખાશે. ત્યારે જ, અમુક પગલાં લઈ શકાય. જેમ કે ઘણા ડૉક્ટર કહે છે કે સૂઈને તમારા પગ દીવાલ કે ખુરશી પર ઊંચા રાખો. એનાથી પગની નસોમાં વધારે લોહી નહિ જશે. અમુક મિનિટ પછી તમને સારું લાગશે.

આ પરથી આપણે જોઈ શકીએ કે ચક્કર આવ્યા પહેલાંની અમુક નિશાનીઓ છે. એ ધ્યાનમાં રાખીએ. ચક્કર આવવા માંડે ત્યારે તરત અમુક પગલાં લઈએ. મેં જોયું છે કે એનાથી મને ઘણો ફાયદો થયો છે. આશા રાખું છું કે તમને પણ થશે.—એક વ્યક્તિનો અનુભવ. (g 4/07)

[Footnote]

^ વેગસ નામની એક લાંબી ચેતા નસ છે. એના પર બીજી નસોના દબાણની અસરને “વાસોવેગલ” કહેવાય છે.

[Blurb on page 14]

ચેક-અપ વખતે સૂઈ જાવ