સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોટો પથ્થર!

મોટો પથ્થર!

મોટો પથ્થર!

કૅનેડાના સજાગ બનો!ના લેખક તરફથી

ઉપરનો ફોટો બતાવે છે તેમ દરિયામાં ખડક જેવો મોટો પથ્થર છે. એ પથ્થર કૅનેડાના સેંટ લૉરેન્સના અખાતમાં પૂર્વ ગાસપી ટાપુ પાસે આવેલો છે. એ લગભગ ૪૩૦ મીટર લાંબો, ૯૦ મીટર પહોળો અને ૮૮ મીટર ઊંચો છે. સદીઓથી વહાણમાં જનારાને અને માછીમારોને એ મોટો પથ્થર ગમે છે. શા માટે? એ જોઈને તેઓ જાણી શકે છે કે તેઓ ક્યાં છે. બીજા લોકોને પણ એ ગમે છે. એ જોઈને કવિઓ કવિતા રચે છે. લેખકો વાર્તા લખે છે. ચિત્રકારો ચિત્રો દોરે છે.

પથ્થર પર પક્ષીઓ માળા બાંધે છે. એક સમયે લોકો એ પથ્થર પર ચડીને પક્ષીનાં ઈંડાં ચોરી લેતા. પણ લોકો એમ ન કરે ને એ પથ્થર પણ સચવાય, માટે ૧૯૮૫માં ક્વિબેક સરકારે નિયમ બનાવ્યો કે એના પર ચડવું નહિ. એ નિયમ બાજુમાં આવેલા બોનાવેંચૂર ટાપુને પણ લાગુ પડે છે. એ ટાપુ પર હંસ જેવું ગેનિટ નામનું પક્ષી રહે છે. દુનિયામાં એ બીજા નંબરે આવતી જગ્યા છે, જ્યાં એવાં ઘણાં પક્ષીઓ રહે છે.

અમુક માને છે કે એક સમયે ક્વિબેક સાથે આ પથ્થર જોડાયેલો હતો. પથ્થરમાં કમાનની જેમ ચાર બાકોરાં હતાં. પણ ફોટો બતાવે છે તેમ, આજે તો એક જ બાકોરું બચ્યું છે. એ ૩૦ મીટર પહોળું છે. દરિયામાં ઓટ આવે ત્યારે એ મોટા પથ્થર સુધી રેતી દેખાય છે. અરે તમે પથ્થર સુધી ચાલીને પણ જઈ શકો! દિવસમાં ચાર કલાક એવું રહે છે. એ ટાઇમે લોકો પાણીમાં ચાલીને પથ્થર પાસે પહોંચી જઈ શકે. પણ સીધો રસ્તો નથી, એટલે બાકોરા સુધી પહોંચતા પંદર મિનિટ લાગી જાય છે.

જેઓ ત્યાં જાય તેઓએ બહુ ધ્યાન રાખવું પડે છે. શા માટે? એ બાકોરા પાસે ગયેલા એક માણસે કહ્યું, ‘થોડી થોડી વારે મોટા પથ્થરમાંથી નાના નાના પથ્થરો તૂટીને દરિયામાં પડે છે. ત્યારે જાણે કે બૉમ્બ ફૂટ્યો હોય એવું લાગે છે. અથવા એ બીજા પથ્થર પર પડે, ત્યારે જાણે કે કોઈએ બંદૂક ચલાવી હોય એવું લાગે છે!’

ઘણા આ પથ્થર જોઈને વાહ વાહ કરે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર આવી તો ઈશ્વરની હજારો ને હજારો કરામત છે. એવી કુદરતી ચીજો જોઈને, આપણે ‘ઈશ્વરનાં અદ્‍ભુત કાર્યોનો વિચાર કરીએ છીએ!’—અયૂબ ૩૭:૧૪. (g 4/07)

[Picture Credit Line on page 15]

© Mike Grandmaison Photography