સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

▪ ૨૦૦૫માં દુનિયામાં ૨૮ યુદ્ધો અને ૧૧ નાની-મોટી લડાઈઓ થઈ હતી.—મહત્ત્વની નિશાનીઓ ૨૦૦૬-૨૦૦૭, વર્લ્ડવૉચ સંસ્થા. (g 4/07)

▪ નેધરલૅન્ડ્‌ઝ દેશના ૧૨-૨૦ વર્ષના છોકરા-છોકરીઓ ઇંટરનેટ પર વેબકૅમેરાથી આવી સાઇટ જુએ છે: “બ્લોગ સાઇટ,” “ડાયરી સાઇટ.” એ જોતી વખતે ૪૦ ટકા છોકરાને અને ૫૭ ટકા છોકરીને વેબકૅમેરા આગળ કપડાં કાઢવાનું કે સેક્સને લગતા કામ કરવાનું કહેવામાં આવ્યું.—રૂટગર્સ નીસ્સો ગ્રૂપ, નેધરલૅન્ડ્‌ઝ. (g 4/07)

અમેરિકામાં એક સદી પહેલાં, અઠવાડિયામાં લોકો જેટલું કામ કરતા એના કરતાં આજે ટેક્નૉલૉજીના કારણે ૩૮ ટકા ઓછું કામ કરે છે. તોપણ, મોજ-મજા માણવાનો સમય નથી. તેઓ નોકરી-ધંધા માટે દૂર દૂર મુસાફરી કરે છે. ઘણા કામ કરતા જઈને હજી ભણે છે. ઘરનું કામ પણ ઘણું હોય છે.”—ફોરબ્સ મૅગેઝિન, અમેરિકા. (g 5/07)

▪ સાયન્ટિસ્ટ સ્ટિવન હૉકિને ઇંટરનેટ પર આ સવાલ પૂછ્યો: ‘આજે દુનિયાના રાજકારણમાં, સમાજમાં કેટલી મૂંઝવણ છે. પૃથ્વીને કેટલું નુકસાન થયું છે. આવી હાલતમાં શું માણસ બીજાં સો વર્ષ કાઢી શકશે?’ એક મહિના પછી પોતે કબૂલ્યું: “એનો જવાબ મારી પાસે નથી. એટલે જ મેં એ સવાલ પૂછ્યો હતો. જેથી લોકો વિચારે અને હકીકત જાણે કે કેવા દિવસો આવશે.”— ગાર્ડિયન, બ્રિટન. (g 6/07)

પાગલ લોકોને ખેતીવાડીના કામથી મદદ

નૉર્વેમાં સ્ટાવાંગરમાં ૧૪ દેશોમાંથી સો જેટલા ઍક્સ્પર્ટ ભેગા થયા. તેઓ ખેતીવાડી, શિક્ષણ અને તબિયત પર વિચાર કરતી સંસ્થા, ગ્રીન કેર વિષે શીખવા ભેગા થયા હતા. નૉર્વેની નેશનલ બ્રૉડકાસ્ટિંગ કંપનીએ જણાવ્યું કે વર્ષોથી મગજની બીમારી હતી એવા કેટલાક લોકોને અમુક સંસ્થામાં રાખવા પડતા. પણ તેઓ ખેતીવાડીમાં કામ કરવા લાગ્યા પછી એની જરૂર ન રહી. એ કામ “તન-મન માટે સારું” છે. નૉર્વેના ૬૦૦ કરતાં વધારે ખેતીવાડીવાળા ગ્રીન કેરને સાથ આપે છે. સાથે સાથે તેઓને થોડી આવક પણ થાય છે. (g 4/07)

ચીનમાં પાણીની અછત

ચીનનું “પાણી પ્રદૂષિત હોવાથી ચોખ્ખા પાણીની અછત છે.” મોટાં ભાગનાં શહેરોમાં પાણી સાફ કરવાના પ્લાન્ટ છે. પણ પૂરતા પૈસા ન હોવાથી ઘણા બંધ પડી રહ્યા છે. ધ વોલ સ્ટ્રીટ જરનલ પ્રમાણે ‘નદીઓ, તળાવો અને નહેરોમાં ફેક્ટરીઓ ને ઘરોમાંથી ગંદું પાણી વહે છે. ખેતી-વાડીમાં છાંટેલી દવા વરસાદમાં ધોવાઈને એમાં વહે છે. લગભગ ૩૦ કરોડ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી.’ એ છાપું કહે છે કે તેઓની ‘હાલત ખરાબ છે’ અને દિવસે દિવસે બગડી રહી છે. (g 5/07)

“તમે કોણ છો? યહોવાહના સાક્ષી?”

ઇટાલીના માસા મારિટિમા પિમબિનો ગામના બિશપે યુવાન કૅથલિકોને કહ્યું: ‘તમારી શ્રદ્ધા વધારવી હોય તો ધર્મ વિષે પ્રચાર કરવો જોઈએ.’ એટલે ગયા વર્ષે એ યુવાનિયા એલ્બા ટાપુના દરિયાકિનારે પ્રચાર કરવા ગયા. ત્યાં ફરવા આવેલા લોકોને નવાઈ લાગી. મોટા ભાગનાએ યુવાનોને પૂછ્યું: “તમે કોણ છો? યહોવાહના સાક્ષી?” એવું એલ ટેમ્પો નામના પેપરે જણાવ્યું.

(g 5/07)

સેક્સ અને સંગીત

એક ન્યૂઝ રિપોર્ટે જણાવ્યું: મોટા ભાગે જે યુવાનો ‘બીજાં ગીતો કરતાં, સેક્સ વિષેનાં ગીતો સાંભળવાનું પસંદ કરે છે, તેઓ કાચી ઉંમરે સેક્સ માણવા લાગે છે. એવાં ગીતો જણાવતા હોય છે કે પુરુષ વાસનાથી ભરેલો હોય. સ્ત્રીઓ એ વાસના સંતોષવા માટે જ હોય. જે ગીતોમાં સેક્સની વાત ખુલ્લેઆમ ન થતી હોય અને સંબંધોમાં માન-મર્યાદા હોય, એના કરતાં સેક્સનાં ગીતો નાની ઉંમરમાં સેક્સની લાગણી જગાડી, ખોટા વિચારો ને કામો કરવા ઉત્તેજન આપે છે.’ એ રિપોર્ટ આગળ કહે છે, ‘માબાપ, ટીચરો અને ખુદ યુવાનોએ ગીતોની પસંદગી વિષે ધ્યાન આપવું જોઈએ.’ (g 5/07)