સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું લોકો સંસ્કારી બનશે?

શું લોકો સંસ્કારી બનશે?

શું લોકો સંસ્કારી બનશે?

આજની હાલત વિષે લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં બાઇબલે જણાવ્યું હતું. એ કહે છે: ‘છેલ્લા સમયમાં મુશ્કેલીના દિવસો આવશે. માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, માતાપિતાને આધીન નહીં રહે, કદર નહીં કરનારા, નાસ્તિક હશે. તેઓ દયા વગરના, ઘાતકી, અને સત્યનો નકાર કરનારા હશે. તેઓ દગો દેનારા, અવિચારી, અભિમાનથી ફુલાઈ ગયેલા અને ઈશ્વર પર પ્રેમ કરવાને બદલે પૈસાને ચાહનારા હશે. ધાર્મિક હોવાનો ઢોંગ કરશે.’—૨ તીમોથી ૩:૧-૫, પ્રેમસંદેશ.

તમે કબૂલ કરશો કે આજે એવું જ બની રહ્યું છે. પણ એ ભવિષ્યવાણીની શરૂઆત આ રીતે થાય છે: “છેલ્લા સમયમાં.” એનો શું અર્થ થાય?

‘છેલ્લો સમય’ એટલે શું?

થોડા સમય પહેલાં જ એક અંગ્રેજી પુસ્તક બહાર પડ્યું: નિર્દોષ જમાનાના છેલ્લા દિવસો—અમેરિકા યુદ્ધમાં, ૧૯૧૭-૧૮. એ પુસ્તક શરૂઆતમાં જ સમજાવે છે કે શાના છેલ્લા દિવસો? એ એક એવા સમયગાળા વિષે જણાવે છે, જેમાં સંસ્કારને જાણે સડો લાગી ગયો હતો.

એ પુસ્તક શરૂઆતમાં કહે છે કે “ઇતિહાસમાં કદીયે થયું ન હોય એટલી ઝડપે અમેરિકા બદલાઈ રહ્યું છે.” ૧૯૧૪માં જે બનાવ બન્યો એવો પહેલાં કદીયે બન્યો ન હતો. આખી દુનિયામાં યુદ્ધની આગ જાણે ભડકે બળી રહી હતી. એ પુસ્તક કહે છે: “આ યુદ્ધમાં ફક્ત એક લશ્કર બીજા લશ્કર સાથે જ નહિ, પણ એક પ્રજા બીજી પ્રજા સાથે લડતી હતી.” બાઇબલ જેને ‘છેલ્લા દિવસો કે સમય કહે છે,’ એની શરૂઆત આ યુદ્ધથી થઈ.

બાઇબલ શીખવે છે કે ઈશ્વર આ દુનિયાના દુષ્ટ લોકોનો અંત લાવશે. એ પહેલાં દુનિયા એવા સમયમાંથી પસાર થશે, જેને બાઇબલ ‘છેલ્લો સમય’ કહે છે. બાઇબલ એ પણ જણાવે છે કે આપણા જમાના જેવો જમાનો લગભગ ચાર હજાર વર્ષો પહેલાં પણ હતો. ત્યારે પણ દુષ્ટ લોકોનો અંત આવ્યો હતો. બાઇબલ સમજાવે છે: “તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું.” એ તો ઈશ્વરભક્ત નુહના જમાનાનું “અધર્મી જગત” હતું. એ જ રીતે આ દુષ્ટ જગતનો અંત આવશે. ત્યારે પણ નુહ અને તેના કુટુંબની જેમ, સાચા ઈશ્વરની ભક્તિ કરનારા ચોક્કસ બચી જશે.—૨ પીતર ૨:૫; ૩:૬; ઉત્પત્તિ ૭:૨૧-૨૪; ૧ યોહાન ૨:૧૭.

ઈસુએ શું કહ્યું?

ઈસુએ ‘નુહના સમયની’ વાત કરી, જ્યારે “જલપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો” હતો. આમ એ દુનિયાનો અંત આવ્યો હતો. ઈસુએ કહ્યું કે જળપ્રલય પહેલાં દુનિયાની જેવી હાલત હતી, એવી જ ‘જગતના અંતે’ પણ થશે. (માત્થી ૨૪:૩, ૩૭-૩૯) સંપૂર્ણ બાઇબલ એને ‘યુગનો અંત’ કહે છે.

આ દુનિયા કે યુગનો અંત આવે, એ પહેલાં એની કેવી હાલત હશે? ઈસુએ જણાવ્યું: “પ્રજા પ્રજાની વિરૂદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે.” ઇતિહાસકારોના કહેવા પ્રમાણે એ ૧૯૧૪થી બની રહ્યું છે. એટલે જ આગળ જણાવેલા પુસ્તકમાં લખાયું કે ૧૯૧૪થી જાણે ‘આખી દુનિયા યુદ્ધમાં ઊતરી પડી. ફક્ત એક લશ્કર બીજાની સાથે જ નહિ, પણ એક પ્રજા બીજી પ્રજા સાથે લડવા લાગી.’

ઈસુએ એમ પણ જણાવ્યું કે ‘દુકાળ પડશે, ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે. પણ એ તો દુઃખોની શરૂઆત જ છે.’ ઈસુએ આવી ચેતવણી પણ આપી: દુષ્ટતા ને ‘અન્યાય વધી જશે.’ (માત્થી ૨૪:૭-૧૪) આપણા દિવસોમાં પણ એવું જ બને છે, ખરૂં ને! બાઇબલના કહેવા પ્રમાણે આજે દુનિયામાં સંસ્કારની કોઈનેય પડી નથી.

આવા ટાઇમે, આપણા પોતાના સંસ્કાર કેવા છે? ઈશ્વરભક્ત પાઊલે રૂમી મંડળના ભાઈ-બહેનોને જે કહ્યું એનો વિચાર કરીએ. તેમણે લોકોની ‘શરમજનક લાલસા’ વિષે વાત કરી. પાઊલે કહ્યું: ‘સ્ત્રીઓ સુદ્ધાં કુદરતી વ્યવહારને બદલે કુદરત વિરુદ્ધ વ્યવહાર કરતી થઈ. એ જ રીતે તેમના પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો કુદરતી વ્યવહાર છોડીને એકબીજા પ્રત્યે કામવાસનાથી બળવા લાગ્યા. પુરુષો પુરુષો સાથે બેશરમ વર્તાવ કરવા લાગ્યા.’—રોમ ૧:૨૬, ૨૭, સંપૂર્ણ.

ઇતિહાસકારોનું કહેવું છે કે પહેલી સદીમાં બધા લોકો ગંદા કામોનાં કાદવમાં આળોટતા હતા. પણ ‘ઈશ્વરભક્તોના નાનકડા સમાજ પર એવાં કાળાં કામોના ડાઘ ન હતા. તેઓમાં સારા સંસ્કાર હતા. લાલસા અને વાસનાથી પાગલ લોકોને એ કાંટાની જેમ ખૂંચતું.’ આ આપણને પોતાના દિલમાં ડોકિયું કરવા પ્રેરણા આપે છે: ‘મારા વિષે શું? મારા ફ્રેન્ડ્‌ઝ કેવા છે? શું અમે વાસનાની ભૂખી દુનિયાથી જુદા દેખાઈ આવીએ છીએ?’—૧ પીતર ૪:૩, ૪.

આપણી સામે કઈ ચેલેંજ છે?

બાઇબલ શીખવે છે કે ભલે દુનિયા મન ફાવે એમ બેશરમ રીતે જીવે. પણ આપણે ‘આ અંધકારમય જગતમાં કપટી અને જિદ્દી લોકોમાં, ઈશ્વરનાં સંતાનોને શોભે એવું પવિત્ર અને નિર્દોષ જીવન જીવીએ.’ એ માટે આપણે ‘જીવન આપનારના વચનને’ વળગી રહેવાની જરૂર છે. (ફિલિપી ૨:૧૫, ૧૬, IBSI) એ વચન આપણને મોટી મદદ આપે છે, જેથી આ અસંસ્કારી દુનિયાના ડાઘ આપણા પર ન પડે. બાઇબલનાં શિક્ષણ અને એના સંસ્કારને વળગી રહેવાથી, આપણું જ ભલું થશે.

આજે દુનિયા પર શેતાન રાજ કરે છે. એટલે બાઇબલ એને ‘આ જગતનો દેવ’ કહે છે. તે લોકોના દિલ ચોરી લેવા કાળું-ધોળું કરે છે. (૨ કોરીંથી ૪:૪) તે “પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.” તેના ઇશારે નાચનારા પણ એમ જ કરે છે. (૨ કોરીંથી ૧૧:૧૪, ૧૫) તેઓ જાણે કહે છે કે ‘મજા કરી લો, યાર. સંસ્કારને મારો ગોલી. મન ફાવે એમ જીવો.’ પણ બાઇબલ કહે છે તેમ, તેઓ “પોતે પાપના દાસ છે.”—૨ પીતર ૨:૧૯.

છેતરાવ નહિ! ઈશ્વરનું કહેવું નહિ માનીએ તો, ‘જેવું વાવીશું એવું લણીશું.’ બાઇબલમાં એક કવિ લખે છે: ‘દુષ્ટો તારણથી પુષ્કળ દૂર છે, કેમ કે તેઓ ઈશ્વરના નિયમની પરવા કરતા નથી.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૫, IBSI; નીતિવચનો ૫:૨૨, ૨૩) શું આપણે એ માનીએ છીએ? જો હા, તો આપણા દિલોદિમાગની સંભાળ રાખીએ. જેથી આ દુનિયાની ઝેરી હવા એને લાગે નહિ.

ઘણાનું માનવું છે કે ‘હું મન ફાવે એ કરું, જ્યાં સુધી કોઈ કાનૂન ન તોડું ત્યાં સુધી કંઈ ખોટું નથી.’ પણ એવું વિચારવું ખોટું છે! ઈશ્વર આપણા જીવનની મજા લઈ લેતા નથી, ખોટા-ખોટા નિયમો બનાવી દેતા નથી. પણ આપણા રક્ષણ માટે, ‘આપણા લાભને માટે’ શીખવે છે. તે ચાહે છે કે આપણું જીવન તકલીફો નહિ, ખુશીઓથી ભરાઈ જાય. બાઇબલ શીખવે છે તેમ, ઈશ્વરની ભક્તિમાં “હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાએલું છે.” ઈશ્વરની નવી દુનિયામાં અમર જીવન. એ જીવવા જેવું “ખરેખરૂં જીવન છે.”—યશાયાહ ૪૮:૧૭, ૧૮; ૧ તીમોથી ૪:૮; ૬:૧૯.

હવે તમે જ વિચાર કરો કે શું સારું કહેવાય: બાઇબલે બતાવેલો રસ્તો? કે પછી એમ નહિ કરવાથી ઝેર બની જતા જીવનનો રસ્તો? ઈશ્વરે બતાવેલા રસ્તે ચાલીને તેમની કૃપા મેળવવી એ જ સુખી જીવન છે! ઈશ્વરનું આ વચન છે: “જે કોઇ મારૂં સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”—નીતિવચનો ૧:૩૩.

ઈશ્વરને માર્ગે ચાલતા લોકો

આ દુનિયાનો અંત આવશે ત્યારે “દુષ્ટો હતા ન હતા થશે.” બાઇબલ એમ પણ કહે છે કે ‘સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન કે સંસ્કારી લોકો તેમાં જીવતા રહેશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; નીતિવચનો ૨:૨૦-૨૨) આ રીતે પૃથ્વી પરથી ખોટાં કામો કરનારા અને ઈશ્વરના સંસ્કાર નહિ પાળનારાનો અંત આવી જશે. જેઓ ઈશ્વરને વળગી રહે છે, તેઓ ધીમે ધીમે આખી પૃથ્વી સુંદર બનાવશે. ઈશ્વરે મનુષ્ય અને પૃથ્વી માટે જે ધારેલું, એ ત્યારે પૂરું થશે.—ઉત્પત્તિ ૨:૭-૯.

એ સમયે ધરતી પર જાણે સ્વર્ગ ઊતરી આવશે. એવી પવિત્ર, શુદ્ધ પૃથ્વી પર રહેવાનું કોને ન ગમે! એવી પૃથ્વી પર જીવવાનો આશીર્વાદ અબજો એવા લોકોને પણ મળશે, જેઓ મોતની નીંદરમાં છે. ઈશ્વર તેઓને સજીવન કરશે. તમે પણ આ વચનોનો આશીર્વાદ મેળવી શકો: “ન્યાયીઓ દેશનો [પૃથ્વીનો] વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” “તે [ઈશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪. (g 4/07)

[Blurb on page 9]

પહેલાં દુનિયાનો અંત આવ્યો ત્યારે, ઈશ્વરના ભક્તો બચી ગયા

[Picture on page 10]

આજની દુનિયાના અંત પછી, પૃથ્વી સ્વર્ગ જેવી બનશે