સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હવાઈમાં પરદેશી પક્ષી

હવાઈમાં પરદેશી પક્ષી

હવાઈમાં પરદેશી પક્ષી

હવાઈ ટાપુ ઉત્તર પ્રશાંત મહાસાગરમાં આવેલો છે. ત્યાં બીજા અમુક ટાપુઓ પણ છે. અમે માઉઈ ટાપુ પર ફર્યા. ત્યાં હાલીઅકાલા નામનો જ્વાળામુખી છે. આજે એ જ્વાળામુખી ફાટતો નથી. એ ૩,૦૫૫ મીટર ઊંચો છે. ઘણા લોકો ઊગતા સૂર્યને જોવા આ જ્વાળામુખી પર્વત પર કારમાં ચડે છે. લોકો એ સીન જોઈને વાહ વાહ પોકારી ઊઠે છે. અમને પણ ઊગતો સૂર્ય જોવા ત્યાં જવું હતું. પણ અમે કાપાલુઆમાં રહેતા હતા. એ શહેર હાલીઅકાલાથી બહુ જ દૂર હતું. તમે નહિ માનો, અમારે સવારે બે વાગે ઊઠવું પડ્યું. અમને લાગ્યું કે અમારા જેવું ગાંડું બીજું કોણ હશે! પણ કારમાં પર્વત ચડનાર અમે જ ન હતા, બીજી અનેક કારોની લાઈન લાગી હતી. રસ્તો વાંકો-ચૂકો હતો. કારો ધીમે ધીમે ચડતી હતી. છેક ઉપર ચડ્યા ત્યારે, થોડી ઠંડી તો લાગી. પણ અમે કામળો ઓઢી લીધો.

સૂર્ય છ વાગે ઊગવાનો હતો. ઘણા લોકો એ જોવા આવ્યા હતા. બધા પોતાના કૅમેરા તૈયાર કરીને કાગને ડોળે રાહ જોતા હતા. પણ અફસોસ! સૂર્ય ઊગવાનો હતો ત્યારે જ અચાનક જ્વાળામુખી પર વાદળો છવાઈ ગયાં. શા માટે? આ ટાપુ ઉત્તર પ્રશાંત મહાસાગરમાં આવેલો છે, એના લીધે વાદળો ગમે ત્યારે આવી શકે. વાદળો હોવાથી સૂર્ય ન દેખાયો. અમને લાગ્યું કે અમારો દિવસ નકામો ગયો. પણ એ વિચાર ખોટો હતો. અમારી નજર જ્વાળામુખી પર પડી. અમે ચારે બાજુએ જોયું તો અનેક એવા રસ્તા દેખાયા, જેમાં માણસો ચડ-ઊતર કરી શકે.

અમે ચુકાર ચુકાર જેવો અવાજ સાંભળ્યો. અમે તો મૂંઝાઈ ગયા કે એ શાનો અવાજ છે. અમે જોયું કે એ એક પક્ષીનો અવાજ હતો. એ વનલાવરી જેવું પક્ષી હતું. એવા પક્ષીઓ તેતરના કુટુંબમાંથી આવે છે. એ યુરોપ-એશિયામાંથી આવે છે. પ્રજનન ઋતુ માટે એ મોટે ભાગે જમીન પર રહે છે. ત્યાં એનો માળો બાંધે છે. અમે એને જોવા ગયા તો ઊડવાને બદલે એ દોડીને દૂર જતાં રહેતાં હતાં.

પણ સવાલ થાય કે એ યુરોપ-એશિયાનું પક્ષી માઉઈ ટાપુ પર કેવી રીતે પહોંચ્યું? લોકો ત્યાંથી એને ઉત્તર અમેરિકા લાવ્યા અને ઉછેર કર્યો. શા માટે? જેથી શિકારીઓ તેઓનો શિકાર કરી શકે. ખરું કે અમે ઊગતા સૂર્યને ન જોયો, પણ એક સુંદર પક્ષી તો જોયું ને!—એક વ્યક્તિનો અનુભવ. (g 2/07)