સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“આ બુક જોરદાર છે!”

“આ બુક જોરદાર છે!”

“આ બુક જોરદાર છે!”

એક યહોવાહના ભક્તે ઉપરના શબ્દો કહ્યા. તે આ શબ્દો પવિત્ર બાઇબલ શું શીખવે છે? એ બુક માટે બોલ્યા. તે પનામા દેશમાં બીજાઓને બાઇબલ વિષે શીખવવા આ બુક વાપરે છે. આ ૨૨૪ પાનની બુકમાં ઘણા રંગબેરંગી ચિત્રો છે. તેમણે એ પણ કહ્યું કે ‘આ બુકમાં બાઇબલ વિષે વધારે માહિતી અને સરસ સમજણ આપવામાં આવી છે. એના પર નજર નાખતા જ વ્યક્તિને વાંચવાનું મન થશે.’

અમેરિકામાં એક બહેન બીજાઓને બાઇબલ વિષે શીખવે છે. તેમણે કહ્યું કે ‘આ બુકની ભાષા એકદમ સાદી છે. એમાં આપેલી માહિતી સહેલાઈથી સમજી શકાય એવી છે.’ પ્રચારમાં બહેનને એક વ્યક્તિ મળી જે પહેલા બાઇબલ સ્ટડી કરતી હતી. એટલે બહેને તેને આ બુક આપી.

આગળ બહેન જણાવે છે કે “વ્યક્તિએ પહેલું પ્રકરણ વાંચતા જ ફોન કરીને મને કહ્યું કે ‘આ બુક જાણે મારા માટે જ બની છે. અમુક બાઇબલ સવાલોના જવાબો મને આમાંથી જ મળ્યા છે. મારે ફરી બાઇબલ સ્ટડી કરવી છે.’ દસ પ્રકરણ પત્યાં પછી એને એ એટલી ગમવા લાગી કે ન પૂછો વાત!”

આ બુક લગભગ બે વર્ષ પહેલાં બહાર પડી હતી. ૧૫૦થી વધારે ભાષામાં ૫ કરોડથી વધારે કૉપી છપાઈ ચૂકી છે. આ બુક વિષે તમારે વધારે જાણવું હોય તો નીચે આપેલી કૂપન ભરો. પાંચમા પાન પર જણાવેલા નજીકના સરનામા પર મોકલો. (g 4/07)

□ આ બુક વિષે મને વધારે જાણવું છે.

□ મારે બાઇબલ વિષે જાણવું છે. (કોઈ ચાર્જ નથી).