સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને માર્ગે બાળકોને ઉછેરો

ઈશ્વરને માર્ગે બાળકોને ઉછેરો

ઈશ્વરને માર્ગે બાળકોને ઉછેરો

આજે ઘણાં માબાપ નાનપણથી જ પોતાનાં બાળકનાં દિલમાં યહોવાહનો માર્ગ સર્જે છે. ડૉરાયન દક્ષિણ અમેરિકામાં રહે છે. દેવશાહી સેવા શાળામાં ચાર વર્ષની વયે તેણે ટૉક આપી. તે સ્કૂલમાં ગયો ત્યારે, ટીચરને અને બીજા સ્ટુડન્ટ્‌સને બાઇબલમાંથી સમજાવી શક્યો કે તે શા માટે ક્રિસ્ટમસ નથી ઊજવતો.

હાલમાં જ પાંચ વર્ષનો ડૉરાયન સ્કૂલમાં ૫૦૦ સ્ટુડન્ટ્‌સની સામે દસ મિનિટ સુધી ફાધર્સ ડે વિષે પોતે શું માને છે એ બોલ્યો. “પિતાની જવાબદારી” વિષે એફેસી ૬:૪ પર તેણે ટૉક આપી. ટૉકને અંતે તેણે જણાવ્યું કે “ફાધર્સ ડે તો ફક્ત વર્ષને વચલે દહાડે જ ઊજવાય છે. પણ બાળકોએ તો માબાપનું વર્ષને વચલે દહાડે જ નહિ પણ દરરોજ માનવું જોઈએ.”

૧૯૪૩થી યહોવાહના સાક્ષીઓના મંડળમાં જાહેરમાં બોલવાની તાલીમ અપાય છે. દર અઠવાડિયે એમાં નાના-મોટા બધાય ભાગ લઈ શકે છે. બાઇબલનું માર્ગદર્શન લઈને માબાપ પોતાનાં બાળકોનો ઉછેર કરે છે. સાથોસાથ મંડળમાં પણ બાળઉછેર કરવામાં સારો એવો સાથ મળે છે.—નીતિવચનો ૨૨:૬.

સ્વિટ્‌ઝરલૅન્ડમાં, નવેમ્બર ૨૦૦૫માં છ વર્ષના સાયમને યહોવાહના સાક્ષીઓનાં મંડળમાં પહેલી વખત સ્ટેજ પરથી બાઇબલ વાંચ્યું. એક વર્ષ પછી યહોવાહના સાક્ષીઓના મોટા સંમેલનમાં તેનું ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું. યહોવાહ જે શીખવે છે એ આપણા સાયમનભાઈને ખૂબ જ ગમે છે.

સાયમનભાઈને સભાઓમાં જવું બહુ ગમે. થાક્યા-પાક્યા હોય તોપણ સભાઓમાં જાય છે. કુટુંબ સાથે પ્રચાર કરવા પણ જાય. દર મહિને તે ૩૦-૫૦ ચોકીબુરજ ને સજાગ બનો! નાના-મોટા બધાને વાંચવા આપે છે. સાયમન તેના પિતા સાથે પણ બાઇબલ વિષે વાત કરે છે.

જે માબાપ પોતાનાં બાળકોને યહોવાહના ‘શિક્ષણમાં તથા બોધમાં’ ઉછેરે છે તેઓને ખરેખર આશીર્વાદો મળે છે.—એફેસી ૬:૪; યાકૂબ ૩:૧૭, ૧૮. (g 8/07)

[Picture on page 26]

સ્કૂલમાં ડૉરાયન

[Picture on page 26]

સાયમનભાઈ કિંગ્ડમ હૉલમાં