સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે ટાઇમ-ટેબલ બનાવો, એને વળગી રહો

કુટુંબ માટે ટાઇમ-ટેબલ બનાવો, એને વળગી રહો

કુટુંબ માટે ટાઇમ-ટેબલ બનાવો, એને વળગી રહો

એ કેમ જરૂરી છે? જીવનમાં એક જાતનું રૂટિન તો જોઈએ જ. પછી ભલે એ કામ હોય, ભક્તિ હોય, કે પછી મોજશોખ હોય. આપણે જે કંઈ કરીએ એમાં સમય જાળવવો જોઈએ. જે માબાપ પોતાનાં બાળકોને સમય સાચવતા શીખવતા નથી તેઓનાં બાળકો બગડે છે. “બાળકને નિયમો આપીએ. જીવનમાં સમય સાચવતા શીખવીએ. તો બાળકને સલામતી લાગશે, પોતાનું સ્વમાન જાળવી રાખશે. તેઓ ઉતાવળા નહિ બને, તેમ જ કાયમ બીજાઓ ઉપર નિર્ભર નહિ રહે,” સાઇકોલૉજીના પ્રોફેસર ડૉક્ટર લૉરન્સ જણાવે છે.

રૂટિન પ્રમાણે ચાલતા શીખવવું સહેલું નથી: જીવનમાં દોડધામ વધી ગઈ છે. ઘણા માબાપ દિવસ-રાત કામ કરે છે. બાળકો સાથે ઓછો ટાઇમ કાઢે છે. એટલે તેઓએ ટાઇમ કાઢીને એક રૂટિન બનાવવું જોઈએ. એને વળગી રહેવું જોઈએ. શરૂઆતમાં બાળકને નહિ ગમે, પણ એ શીખવવું જ જોઈએ.

કઈ રીતે ટાઇમ-ટેબલને વળગી રહેતા શીખવી શકીએ? બાઇબલ જણાવે છે કે “બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.” (૧ કોરીંથી ૧૪:૪૦) એટલે બાળકોને નાનપણથી જ ટાઇમસર સૂઈ જવાનું શીખવવું જોઈએ. બાળકને સુવડાવો ત્યારે તેને મજા આવવી જોઈએ. ગ્રીસની તિતીયાનાનો દાખલો લો. તેને બે નાની દીકરીઓ છે. તિતીયાના કહે છે, “મારી છોકરીઓ સૂવા જાય ત્યારે હું બન્‍નેયને લાડ-પ્યાર કરું. પછી હું તેઓને જણાવું કે તેઓ સ્કૂલે ગયા પછી મેં શું શું કર્યું. પછી હું તેઓને પૂછું કે તેઓએ સ્કૂલે જઈને શું કર્યું. પછી અમે દિલ ખોલીને વાતો કરીએ.”

તિતીયાનાના પતિ કોસ્તાસ છોકરીઓને વાર્તાઓ વાંચી સંભળાવે છે. તે કહે છે, “તેઓ વાર્તા વિષે વાતો કરે. આમ તેમ વાતોના વડા થાય, પછી મારી છોકરીઓ દિલ ખોલીને વાત કરે. જો હું તેઓને સીધેસીધું પૂછું કે તેઓને શું ચિંતા છે, તો તેઓ નહિ કહે.” જેમ જેમ બાળકો મોટાં થાય તેમ તેમ તેઓના સૂવાના સમયમાં તમે ફેરફાર કરી શકો. તમે ટાઇમસર સુવડાવશો તો તેઓ એ સમયે તમારી સાથે દિલથી વાત પણ કરે.

કુટુંબ તરીકે તમે કમ-સે-કમ એક વાર સાથે બેસીને જમી શકો. એમાં એક જાતનું રૂટિન હોય તો સારું. એ માટે કોઈ વાર જરા સમયમાં ફેરફાર કરવો પડી શકે. ચાર્લ્સભાઈને બે બેબી છે. તે કહે છે, “કામેથી ઘણી વખતે મને જરા મોડું થવાનું હોય તો મારી પત્ની બાળકોની ભૂખ ભાંગવા થોડું ઘણું કંઈક આપી દે. પણ હું આવું ત્યાં સુધી કોઈ જમતા નથી. પછી અમે સાથે બેસીને જમીએ છીએ. જમતી વખતે અમે ડેઇલી ટેક્સમાંથી વાત કરીએ, સુખ-દુઃખની વાત કરીએ. સાથે બેસીને મજા કરીએ. આ સમય અમારા કુટુંબ માટે ખરેખર કીમતી છે.”

પૈસા પાછળ પડશો તો, કુટુંબ સાથે જે સમય વિતાવવાનો છે એ ચૂકી જશો. બાઇબલ જણાવે છે કે, “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.”—ફિલિપી ૧:૧૦.

બાળકો સાથે બીજી કઈ કઈ રીતે દિલથી વાતચીત કરી શકાય? (g 8/07)

[Blurb on page 7]

“બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.”—૧ કોરીંથી ૧૪:૪૦