ઘરને પ્રેમથી સજી દો
૨
ઘરને પ્રેમથી સજી દો
એ કેમ જરૂરી છે? પ્રેમ વગર બાળકો કરમાઈ જશે. સામાજિક જીવન પર સ્ટડી કરનાર એશ્લી મૉન્ટેગ્યૂએ ૧૯૫૦ના દાયકામાં લખ્યું: “માણસ પ્રેમનો ભૂખ્યો છે. પ્રેમ જ જીવનનો ઝરો છે. બાળકના જીવનમાં પહેલા છ વર્ષને પ્રેમથી ભરી દેવા જોઈએ.” મૉન્ટેગ્યૂની જેમ આજે પણ વિદ્વાનો કહે છે કે “બાળકને પ્રેમની ભૂખ છે. પ્રેમ વગર બાળકો સારી રીતે મોટાં નથી થતાં.”
શા માટે પ્રેમ બતાવવો અઘરો છે? આ જગતમાં પ્રેમ ઓછો થઈ ગયો છે. સ્વાર્થ વધી ગયો છે. એની અસર આપણા પરિવાર પર પડે છે. (૨ તીમોથી ૩:૧-૫) એમાંય બાળકોની જરૂરિયાત પૂરી પાડવા પૈસાની તાણ હોય. બાળકોને મોટા કરવાની પણ ચિંતા ઊભી હોય. ઘણી વખતે બાળકને મોટા કરવા વિષે માબાપ વચ્ચે મનમેળ હોતો નથી. એક કહેશે કે આમ કરો, બીજું કહેશે, ના, આમ કરો. ત્યારે ઘરમાં ટેન્શન વધી જાય છે.
ઘરને પ્રેમથી સજાવો: કુટુંબ માટે ટાઇમ તો કાઢવો જ જોઈએ. પતિ પત્નીએ પણ એક-બીજા માટે ટાઇમ કાઢવો જોઈએ. (આમોસ ૩:૩) તમારાં બાળકો સૂઈ જાય ત્યારે તમે ટીવી જોવાને બદલે વાતચીત કરી શકો. તમારી વચ્ચે પ્રેમ ઠંડો ન પડી જાય. તમે એક બીજાને કેટલો પ્રેમ કરો છો એ દિલથી જણાવો. (નીતિવચનો ૨૫:૧૧; ગીતોનું ગીત ૪:૭-૧૦) એકબીજાનો વાંક ન કાઢો. દરરોજ એકબીજાનું સારું બોલો.—ગીતશાસ્ત્ર ૧૦૩:૯, ૧૦; નીતિવચનો ૩૧:૨૮.
તમારાં બાળકોને પ્રેમના શબ્દોથી રંગો. યહોવાહે જણાવ્યું કે તે ઈસુને કેટલો પ્રેમ કરે છે. (માત્થી ૩:૧૭; ૧૭:૫) ઑસ્ટ્રિયાના એક પિતા કહે છે: “બાળકો ફૂલ જેવાં હોય છે. પ્રકાશ માટે ફૂલ સૂર્ય તરફ જુએ છે, એ જ રીતે પ્રેમ, સલામતી અને હૂંફ માટે બાળકો માબાપ તરફ જુએ છે.”
તમે એકલે હાથે બાળકને મોટા કરતા હો કે પછી તમારા લગ્નસાથી સાથે, તમારા કુટુંબને એકબીજાને પ્રેમ કરતા શીખવો. ઈશ્વરને પ્રેમ કરતા શીખવો, તો તમે સુખી થશો.
માબાપની જવાબદારી વિષે ઈશ્વર શું કહે છે? (g 8/07)
[Blurb on page 4]
‘પ્રેમ સંપનું બંધન છે.’—કોલોસી ૩:૧૪