સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી જવાબદારી નિભાવો

તમારી જવાબદારી નિભાવો

તમારી જવાબદારી નિભાવો

શા માટે તમારે જવાબદારી નિભાવવી? જાણવા મળ્યું છે કે “જે માબાપ પોતાનાં બાળકને પ્રેમથી ઉછેરે છે, સાથે સાથે તે ખોટું કરી બેસે ત્યારે કડક બની શિક્ષા પણ કરે છે, એ બાળક સારી રીતે મોટું થાય છે. એ બાળક પોતાનું સ્વમાન જાળવી શકે છે. ભણવામાં પણ હોશિયાર હોય છે. બધા સાથે હળી-મળી જાય છે. સ્વભાવે આનંદી હોય છે. પણ જે માબાપ ઢીલાશ રાખે છે, ગમે એ ચલાવી લે છે અથવા બહુ જ કડક હોય છે તેઓનાં બાળકો મૂરઝાયેલાં રહે છે,” આવું પેરેન્ટ્‌સ મૅગેઝિન જણાવે છે.

બાળકોને કાબૂમાં રાખવા સહેલું નથી: બાળકોને નાનપણથી જ માબાપનું કહ્યું કરવું ગમતું નથી. તેઓને પોતાના મનના માલિક થવું ગમે છે. ‘બાળકો ચાલાક હોય છે. તેમની હઠ આગળ માબાપ ઝૂકી જશે તો બાળકોને તરત જ એની ખબર પડી જાય છે.’ જોન રોઝમોન્ડ પેરેન્ટ પાવરમાં લખે છે કે ‘માબાપ પોતાનાં બાળકોને કાબૂમાં નહિ રાખે તો બાળકો માબાપ પર ચઢી બેસશે.’

કેવી રીતે બાળકોને કાબૂમાં રાખી શકાય? જો તમે જરા કડક બનો તો એમ ન માનતા કે બાળકો તમારાથી વિખૂટા પડી જશે કે તમને પ્રેમ નહિ કરે. બાળકોને આજ્ઞા આપવાની જવાબદારી યહોવાહે માબાપને સોંપી છે. માબાપ મોટા છે, જ્યારે બાળકો નાનાં. એટલે યહોવાહ બાળકોને કહે છે કે, ‘તમારા માબાપની આજ્ઞાનું પાલન કરો.’—એફેસી ૩:૧૪, ૧૫; ૬:૧-૪.

બાળકોને કાબૂમાં રાખવા તમારે કડક બનવું જરૂરી નથી. કેવી રીતે બાળકોને કાબૂમાં રાખવા એ યહોવાહ પાસેથી શીખો. તે ધારે તો બળજબરીથી આપણી પાસે આજ્ઞાનું પાલન કરાવી શકે છે. પણ એને બદલે તે આપણને વિનંતી કરે છે: “જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.” (યશાયાહ ૪૮:૧૮) યહોવાહ જે કહે છે એ આપણે પ્રેમથી કરીએ છીએ, ડરીને કે ગભરાઈને નહિ. (૧ યોહાન ૫:૩) આપણે ન કરી શકીએ એવું યહોવાહ આપણી પાસેથી કંઈ નથી માંગતા. યહોવાહનું માનવાથી આપણું જ ભલું થાય છે.—ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧.

બાળકોને શા માટે કાબૂમાં રાખવા જોઈએ? એક વાત યાદ રાખો કે બાળકોને કાબૂમાં રાખવાની જવાબદારી યહોવાહે માબાપને સોંપી છે. બીજું કે, યહોવાહનું કહ્યું કરવાથી તમે સુખી થશો અને તમારાં બાળકો પણ સુખી થશે.—રોમી ૧૨:૨.

તમે કેવી રીતે બાળકોને કાબૂમાં રાખી શકો? (g 8/07)

[Blurb on page 5]

“તારા દીકરાને શિસ્તમાં રાખ. એમ કરવાથી તે તને આનંદ અને મનની શાંતિ આપશે.”—નીતિવચનો ૨૯:૧૭, IBSI