સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકો માટે સારો દાખલો બેસાડો

બાળકો માટે સારો દાખલો બેસાડો

બાળકો માટે સારો દાખલો બેસાડો

શા માટે સારો દાખલો બેસાડવો જોઈએ? આપણે જે શીખવીએ એ પ્રમાણે જીવવું પણ જોઈએ. દાખલા તરીકે, પેરેન્ટ્‌સ પોતાનાં બાળકોને સાચું બોલવાનું શીખવશે. કોઈનું અપમાન ન કરવું એમ કહેશે. પણ એ જ પેરેન્ટ્‌સ એક-બીજા સામે રાડારાડી કરે, કે ખોટું બોલે તો બાળકો કઈ રીતે સાચું બોલતા શીખશે? બાળકને તો થશે કે આ મોટા આવું બધું કરે એ ચાલે અને મને ટોકટોક કરે છે. ડૉક્ટર સાલ સવીયર કહે છે કે, બાળકોને તો “પોતાના પેરેન્ટ્‌સની કૉપી કરવી ગમે છે.”

સારો દાખલો બેસાડવો સહેલું નથી: પેરેન્ટ્‌સ પણ ભૂલો કરી બેસે છે. “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રૂમી ૩:૨૩) આપણે બોલવા-ચાલવામાં પણ ભૂલો કરી બેસીએ છીએ. બાઇબલ કહે છે કે, “જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી.” (યાકૂબ ૩:૮) ઘણી વખત તો બાળકોથી માબાપ ત્રાસી જાય છે. લેરીભાઈને બે દીકરીઓ. લેરીભાઈ આમ તો શાંત સ્વભાવના, તોપણ કહે છે: “મારી છોકરીઓ મને કોઈ કોઈ વાર એટલા તો ગુસ્સે કરી દે કે મને પોતાને એની નવાઈ લાગે છે.”

કેવી રીતે બાળકો માટે સારો દાખલો બેસાડી શકીએ? એવું નહિ માનતા કે તમે કદીયે ભૂલો નહિ કરો. જ્યારે તમારાથી ભૂલ થઈ જાય ત્યારે એમાંથી બાળકને શીખવો. તમારી ભૂલ કબૂલ કરો. ક્રિસભાઈને બે બાળકો છે. તે કહે છે, “જો કોઈ વાર મારો પિત્તો જાય કે હું કોઈ ભૂલ કરી બેસું તો, એની બાળકો પર અસર પડે છે. હું મારી ભૂલ કબૂલ કરું છું અને માફી માંગું છું. એનાથી મારાં બાળકો શીખી શક્યા કે અમે મોટા છીએ તોપણ ભૂલો કરી બેસીએ છીએ. અને બધાને શીખતા રહેવાની જરૂર છે.” કોસ્તાસભાઈ વિષે આપણે પહેલાં જોઈ ગયા. તે કહે છે: “કોઈ વાર મારો પિત્તો જાય તો હું એની માફી માંગી લઉં. એની મારી દીકરીઓ પર સારી અસર પડી. પછી તેઓથી પણ કોઈ ભૂલ થાય તો તરત એની માફી માંગે છે.”

યહોવાહ કહે છે: “તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) મોટા જ્યારે કહે કંઈ, ને કરે કંઈ, એ બાળકોને નથી ગમતું. બાળકોને તો શું, આપણનેય ન ગમે. એટલે રોજ દિવસને અંતે તમે પોતાને પૂછી શકો: ‘ભલે મેં મારા બાળકોને આજે કોઈ સલાહ નથી આપી, પણ મારા વર્તનથી તે શું શીખ્યા હશે? શું મારી સલાહથી તેઓ એ જ શીખી શક્યા હોત?’ (g 8/07)

[Blurb on page 9]

“હે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી?”—રૂમી ૨:૨૧

[Pictures on page 9]

જ્યારે માબાપ બાળકોની માફી માંગે છે ત્યારે બાળકો પણ માફી માંગતા શીખે છે