સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મેડિકલ ફિલ્ડમાં મહત્ત્વનું યોગદાન”

“મેડિકલ ફિલ્ડમાં મહત્ત્વનું યોગદાન”

“મેડિકલ ફિલ્ડમાં મહત્ત્વનું યોગદાન”

મૅક્સિકોના સજાગ બનો!ના લેખક તરફથી

દુનિયાભરમાં યહોવાહના સાક્ષીઓ લોહી લીધા વગર સારવાર કરાવવા માટે જાણીતા છે. તેઓ બાઇબલમાં ઈશ્વરે આપેલી આજ્ઞાને વળગી રહેતા હોવાથી લોહી લેતા નથી. કેટલાક લોકો એ માટે તેમની ટીકા કરે છે. પરંતુ એન્કેલ હરેરા નામના ડૉક્ટર યહોવાહના સાક્ષીઓના વખાણ કરે છે. આ ડૉક્ટર કૅન્સર પર અભ્યાસ કરતી મૅક્સિકોની નેશનલ ઇન્સ્ટિટ્યૂટના વડા છે. મૅક્સિકો શહેરના જાણીતા અખબાર રિફોરમામાં તેમણે કહ્યું: “સાક્ષીઓ કંઈ મૂરખ નથી. તેઓ ધર્માન્ધ પણ નથી. . . . તેઓ લોહી લીધા વગર જ સારવાર કરવાનો આગ્રહ રાખે છે. એટલે એવી ઘણી સારવારો શોધાઈ છે જેમાં લોહી આપવું ન પડે. તેમ જ દરદીનું વધારે લોહી વહી ન જાય. આ રીતે તેઓએ મેડિકલ ફિલ્ડમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.”

પંદર વર્ષ પહેલાં ડૉક્ટર હરેરાએ લોહી આપ્યા વગર ઑપરેશન કરવા અમુક એનેસ્થીઓલૉજીસ્ટ અને ડૉક્ટરોની એક ટીમ બનાવી હતી. એ ટીમના એનેસ્થીઓલૉજીસ્ટ ડૉક્ટર ઈસેડ્રો માર્ટિનીઝ કહે છે: “દરદીને બેભાન કરવા, કે તેના શરીરના કોઈ ભાગને બહેરો કરવા માટે યોગ્ય રીત અપનાવવામાં આવે તો, ડૉક્ટરો એવી ઘણી રીતો વાપરી શકે છે જેનાથી ઘણું લોહી વહી ન જાય. એટલે અમે યહોવાહના સાક્ષીઓને લોહી વગર સારવાર આપી શકીએ છીએ. એનાથી તેઓની ધાર્મિક માન્યતાને પણ માન આપીએ છીએ.”

લોહી આપ્યા વગર સારવાર કરવાની ત્રીસથી વધારે રીતો છે, એમ ઑક્ટોબર ૨૦૦૬માં રિફોરમાએ જણાવ્યું હતું. એમાંની અમુક રીતો આ છે: લોહીની નસને હીટ કે કૅમિકલથી બાળીને બ્લૉક કરવી, શરીરના અંગોને એકદમ પાતળા ખાસ કપડાંથી ઢાંકી દેવું, જેમાંથી લોહી વહેતું અટકાવતા કૅમિકલ્સ ઝર્યા કરે; વૉલ્યુમ ઍક્સપૅન્ડર પ્રવાહી વાપરવું વગેરે. *

ડૉક્ટર મોઈસેસ ખાલ્ડરેન હૃદયનું ઑપરેશન કરતા મુખ્ય ડૉક્ટર છે. તે મૅક્સિકો શહેરની લા રાસા જનરલ હૉસ્પિટલમાં સેવા આપે છે. તે નિયમિત રીતે લોહી આપ્યા વગર ઘણાં ઑપરેશન કરે છે. આ ડૉક્ટર રિફોરમા અખબારમાં જણાવે છે: “સારવારમાં લોહી લેવાથી કંઈ નુકસાન નથી એમ માનતા હો તો, એ તમારી ભૂલ છે. લોહી લેવામાં ઘણાં જોખમો છે. જેમ કે એનાથી વાયરસ, બૅક્ટેરિયા કે નુકસાન પહોંચાડતાં જીવાણુ તમારા શરીરમાં દાખલ થઈ શકે. એનાથી એલર્જી પણ થઈ શકે અને એનું રિએક્શન તમારી કિડની કે ફેફ્સાં પર થઈ શકે.” આ બધાં જોખમોને જોતા ડૉક્ટર ખાલ્ડરેન કહે છે: “અમે તો બધા દરદી યહોવાહના સાક્ષી હોય એમ માનીને જ સારવાર કરીએ છીએ. અમે પૂરી કોશિશ કરીએ કે ઑપરેશનમાં દરદી બહુ ઓછું લોહી ગુમાવે, અથવા એવી દવા વાપરીએ જેનાથી લોહી નીકળતું ઓછું થાય.”

એ અખબારે બાઇબલમાંથી પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯ કલમો પણ ટાંકી હતી. આ કલમોને આધારે જ સાક્ષીઓ લોહી લેતા નથી. એ કલમોમાં ઈશ્વરપ્રેરણાથી તેમના ભક્તો આ આજ્ઞા કરે છે: “પવિત્ર આત્માને તથા અમને એ સારૂં લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ; એટલે, કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું.”

મૅક્સિકોમાં આવેલી યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં હૉસ્પિટલ ઇન્ફોર્મેશન ડેસ્ક પણ છે. એ ડેસ્ક રિપોર્ટ આપે છે કે મૅક્સિકો દેશમાં ૭૫ હૉસ્પિટલ લાએઝન કમિટિ છે. એમાં ૯૫૦ વોલન્ટિયર્સ સેવા આપે છે. તેમનું કામ ડૉક્ટર્સને મળીને લોહી આપ્યા વગર થતી સારવાર વિષે જણાવવાનું છે. મૅક્સિકોમાં આશરે બે હજાર ડૉક્ટરો લોહી આપ્યા વગર યહોવાહના સાક્ષીઓની સારવાર કરવા તૈયાર છે. એટલું જ નહિ, યહોવાહના સાક્ષી નથી એવા દરદીઓની પણ લોહી આપ્યા વગર સારવાર કરવા તેઓ તૈયાર થયા છે. ડૉક્ટરોના આવા સહકારની સાક્ષીઓ બહુ કદર કરે છે. (g 9/07)

[Footnote]

^ સજાગ બનો! તમને લોહી આપ્યા વગર સારવાર કરવાની આ રીતો અપનાવવા કહેતું નથી. એ વ્યક્તિએ પોતે સમજી-વિચારી નિર્ણય લેવાનો છે.

[Picture on page 30]

ડૉક્ટર એન્કેલ હરેરા

[Picture on page 30]

ડૉક્ટર ઈસેડ્રો માર્ટિનીઝ

[Picture on page 30]

ડૉક્ટર મોઈસેસ ખાલ્ડરેન