સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક બાળકીને બુક વહાલી

એક બાળકીને બુક વહાલી

એક બાળકીને બુક વહાલી

બાળકોને શું ગમે, બુક કે રમકડાં? રમકડાં જ ને! પણ જો મમ્મી-પપ્પા નાનપણથી જ બાળકોને બુકમાંથી વાંચી આપે તો, બુક પણ ગમી જાય. એવી જ આ વાત છે. કેલિફોર્નિયા, અમેરિકામાં મેબ્રાહડ્‌ટુ અને ઍન્જીલા નામનું યુગલ રહે. તેઓને ઘરે છોકરીનો જન્મ થયો. તેને હૉસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી એ જ દિવસથી તેઓ લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર બુકમાંથી વાર્તાઓ વાંચીને સંભળાવતા.

માતા-પિતા જણાવે છે, ‘અમે ગ્રેટ ટીચર બુકમાંથી વાર્તાઓ વાંચી સંભળાવતા એના લીધે તેને એ બુક ખૂબ ગમવા લાગી. તે એકાદ વર્ષની થઈ ત્યારે ઈસુની બુક કહીને અમારી પાસે એ બુક માગતી. જ્યૂલિએના હમણાં ત્રણ વર્ષની છે. તે દરરોજ રાહ જોઈને બેઠી હોય છે કે ક્યારે મમ્મી-પપ્પા આવીને તેની સાથે આ બુક વાંચે. અમે બઢાઈ-ચડાવીને કહેતા નથી, પણ એ ખરું છે કે તેને રમકડાં કરતાં આ બુક વધારે ગમે છે. આ બુકમાં આપેલાં ચિત્ર અને ઉદાહરણ એટલા સરસ છે કે એ જ ઘણું બધું શીખવી જાય છે. અમને પણ ઘણું બધું શીખવા મળે છે.’

તમે પણ આ ૨૫૬ પાનાની અજોડ બુક વિષે વધારે માહિતી મંગાવી શકો. નીચેની કૂપન ભરીને આ મૅગેઝિનના પાન પાંચ પર આપેલા યોગ્ય સરનામા પર એ મોકલો. (g 1/08)

❑ આ બુક વિષે મને વધારે જાણવું છે.

❑ મને બાઇબલ વિષે વધારે શીખવું છે. (કોઈ ચાર્જ નથી)