સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોણે બનાવ્યા? કરોળિયાના રેસા

કોણે બનાવ્યા? કરોળિયાના રેસા

કોણે બનાવ્યા? કરોળિયાના રેસા

▪ રૂની સાથે સરખાવો તો એ વજનમાં હલકા છે. પણ એટલા જ વજનના સ્ટીલ કરતાં એ વધારે મજબૂત છે. એ શું છે? એ છે કરોળિયાના રેસા. ઘણા દાયકાઓથી વિજ્ઞાનીઓ, કરોળિયાનાં જાળા પર અભ્યાસ કરી રહ્યાં છે. કરોળિયા જે જાળું બનાવે છે એમાં સાત અલગ અલગ પ્રકારના રેસા હોય છે. એ સાતમાંથી ડ્રેગલાઇન નામના રેસા (વચ્ચેથી બહારની તરફ નીકળતા રેસા) સૌથી મજબૂત હોય છે. આ રેસા એટલા મજબૂત હોય છે કે, વિજ્ઞાનીઓને એના પર વધારે અભ્યાસ કરવા મજબૂર કરી દીધા છે. રેશમ બનાવતા કીડાના રેશમ કરતાં આ રેસા વધારે મજબૂત છે. આ રેસા પાણીમાં ભીના થતા નથી.

આના પર વિચાર કરો: કૅવલર નામના ફાયબરને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. આ ફાયબરમાંથી બૂલેટપ્રૂફ જૅકેટ બને છે. આ ફાયબરને સ્ટીલ સાથે સરખાવતા એ સ્ટીલ કરતાં પાંચ ઘણું વધારે મજબૂત છે. પણ આને તૈયાર કરવા ઊંચું તાપમાન અને ઘણા બધા રસાયણની જરૂર પડે છે. જ્યારે કે કરોળિયાને રેસા બનાવવા સામાન્ય તાપમાન અને એક જ રસાયણ એટલે કે ફક્ત પાણીની જરૂર પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ડ્રેગલાઇન રેસા, કૅવલર ફાયબર કરતાં ઘણા મજબૂત છે. જો આ રેસાનું ફૂટબૉલના મેદાન જેટલું મોટું જાળું બનાવવામાં આવે તો એમાં પૂરઝડપે ઊડતા જમ્બો જેટ જેવા તોતિંગ વિમાનને ફસાવી શકાય.

આ જાણ્યા પછી એમાં કોઈ જ શંકા નથી કે આ ડ્રેગલાઇન રેસામાં છુપાયેલી મજબૂતાઈનું રહસ્ય જાણવા વિજ્ઞાનીઓ મથતા હશે. સાયન્સ ન્યૂઝ મૅગેઝિનમાં એમી કર્નિંગહામ લખે છે: ‘વિજ્ઞાનીઓ આ રેસાનું રહસ્ય જાણવા માગે છે, જેથી એનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય. જેમ કે બૂલેટપ્રૂફ જૅકેટ, બ્રિજના પાયાને ટેકો આપતા કેબલો કે દોરડાં વગેરે વગેરે.’

પણ ડ્રેગલાઇન રેસાની નકલ કરવી કંઈ રમત વાત નથી, કેમ કે જે બને છે તે કરોળિયાનાં શરીરની અંદર બને છે. અને એ ક્રિયાને વિજ્ઞાનીઓ હજુ પૂરી રીતે સમજી શક્યા નથી. જીવવૈજ્ઞાનિક શરેઈલ હેયાશિએ કૅમિકલ ઍન્ડ એન્જિનિયરીંગ ન્યૂઝ મૅગેઝિનમાં આમ લખ્યું: ‘કરોળિયો જે કામ આપણા ઘરમાં બેઠો-બેઠો કરે છે, એની જ નકલ કરવા વિજ્ઞાનીઓને પોતાના મગજ કસવા પડે છે. ખરેખર આ સાબિત કરે છે કે આપણી સમજશક્તિ કેટલી ઓછી છે.’

તમને શું લાગે છે? શું આ કરોળિયો અને એનો સ્ટીલ કરતાયે મજબૂત રેસો આપમેળે આવી ગયા? કે પછી એને બનાવવા પાછળ કોઈ બુદ્ધિશાળી સરજનહારનો હાથ હશે? (g 1/08)

[Picture on page 24]

માઇક્રોસ્કૉપથી લીધેલો આ ફૉટો બતાવે છે કે કરોળિયામાંથી રેસો બહાર નીકળી રહ્યો છે

[Credit Line]

Copyright Dennis Kunkel Microscopy, Inc.