સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેવો જવાબ આપશો?

તમે કેવો જવાબ આપશો?

તમે કેવો જવાબ આપશો?

આ ચિત્રમાં શું ખૂટે છે?

પહેલો શમૂએલ ૧૭:૩૮-૫૧ વાંચો. પછી ચિત્ર જુઓ. એમાં શું ખૂટે છે? નીચે ત્રણ લીટીઓમાં જવાબ લખો અને પછી જે ખૂટે છે એ ચિત્રમાં દોરો.

ચર્ચા કરવા માટે:

શા માટે દાઊદ ગોલ્યાથને મારી શક્યો? આપણા જીવનમાં તકલીફ આવે ત્યારે એમાંથી કેવી રીતે હિંમત મળી શકે?

આ અંકમાંથી

આ સવાલોનાં જવાબ આપો અને બાઇબલની સાચી કલમો લખો.

પાન ૭ પતિએ પત્ની સાથે કેવી રીતે વર્તવું જોઈએ? ૧ પીતર ૩:________

પાન ૨૦ કૉમ્પ્યુટર ગેમ રમવા આપણે શું જાણવાની જરૂર છે? એફેસી ૫:________

પાન ૨૯ શા માટે પત્નીએ પતિને માન આપવું જોઈએ? ૧ કોરીંથી ૧૧:________

પાન ૨૯ પતિએ કાયમ શું કરતા રહેવું જોઈએ? એફેસી ૫:________

બાળકો, આ ચિત્રો શોધી કાઢો

મૅગેઝિનમાં આ ચિત્રો ક્યાં છે? દરેક ચિત્રમાં શું થઈ રહ્યું છે, એ તમારા પોતાના શબ્દોમાં જણાવો.

ઈસુનાં વંશમાંથી કોણ છે એ જાણો છો?

“મારું નામ” શું હશે એનો વિચાર કરો. બાઇબલમાંથી કલમ ખોલીને વાંચો. પછી ખાલી જગ્યામાં સાચો જવાબ લખો.

મારું નામ: હું આદમનો દીકરો છું અને મારા વિષે કહેવાતું હતું કે હું મારા પિતાના “સ્વરૂપ પ્રમાણે” છું.

ઉત્પત્તિ ૫:૩ વાંચો.

મારું નામ: મારા જમાનાથી લોકો “યહોવાહને નામે પ્રાર્થના કરવા લાગ્યા.”

ઉત્પત્તિ ૪:૨૬ વાંચો.

મારું નામ: માનવ ઇતિહાસમાં ફક્ત મારો પૌત્ર જ મારાથી લાંબું જીવ્યો હતો.

ઉત્પત્તિ ૫:૧૮-૨૧, ૨૭ વાંચો.

▪ જવાબો પાન ૧૪ પર છે

[ANSWERS TO PAGE 31]

પાન ૩૧ પરના પ્રશ્નોના જવાબો

૧. ગોલ્યાથની તલવાર. ૨. ગોલ્યાથનો ભાલો. ૩. દાઊદની ગોફણ. ૪. શેથ.—લુક ૩:૩૮. ૫. અનોશ.—લુક ૩:૩૮. ૬. યારેદ.—લુક ૩:૩૭.