સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો પૂછે છે . . . શું વીડિયો ગેમ્સ રમવામાં કંઈ વાંધો છે?

યુવાનો પૂછે છે . . . શું વીડિયો ગેમ્સ રમવામાં કંઈ વાંધો છે?

યુવાનો પૂછે છે . . . શું વીડિયો ગેમ્સ રમવામાં કંઈ વાંધો છે?

કમ્પ્યુટર ગેમ્સ કંઈ ટાઇમપાસ કરવા માટે જ નથી. એનાથી તમારી આવડતનું ટેસ્ટીંગ થઈ જાય, કંટાળો પણ દૂર ભાગી જાય. તમારું દિમાગ ફૂલ-સ્પીડે કામ કરતું થઈ જાય. અરે, એવી ગેમ્સ પણ છે જેનાથી તમારું મેથ્સ અને રીડીંગ પણ જોરદાર થઈ જાય. સાથે સાથે સ્કૂલમાં ફ્રેન્ડ-સર્કલમાં નવી ગેમ બહાર પડે ત્યારે એના વિષે જ વાતો થવાની.

એ તો તમારા મમ્મી-પપ્પા પર છે કે તમે કમ્પ્યુટર ગેમ રમી શકો કે નહિ. (કોલોસી ૩:૨૦) જો તેઓ હા પાડે તો સારું! તમે એવી ગેમ શોધી કાઢો જેમાં મજા પડી જાય અને દિલ પણ ના ડંખે. કમ્પ્યુટર ગેમ રમો ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

જોજો, ફસાતા નહિ!

સોળ વર્ષનો બ્રાયન કહે છે, ‘ગેમ રમવાની મઝા જ કઈંક ઓર છે, કૂલ યાર!’ પણ તે કબૂલે છે, ‘ગેમ્સમાં જે કરી શકાય, એવી બાબતોનો રીયલ લાઈફમાં વિચાર પણ ન થઈ શકે. નહિ તો આવી જ બને!’ સાચે જ તમે જાણો છો તેમ બધી જ ગેમ્સ ડેન્જર-ફ્રી તો નથી જ. ખરાબ ગેમમાં એવું શું બતાવવામાં આવે છે, જેની આપણા વર્તન પર અસર થાય?

ઘણી ગેમમાં ખુલ્લેઆમ સેક્સ બતાવાય. બેશરમ ભાષા બોલાય. મારા-મારીના સીન બતાવાય. અરે, અમુક ગેમ્સ મેલીવિદ્યા ને વહેમની માયાજાળને ઉત્તેજન આપે છે. પણ બાઇબલ જણાવે છે કે આ બધુંય આપણા દિલોદિમાગને સડાવે છે. (ગીતશાસ્ત્ર ૧૧:૫; ગલાતી ૫:૧૯-૨૧; કોલોસી ૩:૮) ૧૮ વર્ષનો એડ્રિયન એક ફેમસ ગેમની વાત કરે છે: ‘એમાં બે ગેંગની લડાઈ, ડ્રગ્સ, સેક્સ, ગંદી ભાષા, મારામારી-કાપાકાપી, લોહી-લોહીના સીન જોઈને મગજ ફરી જાય.’ એક-એકથી ચડિયાતી આવી તો કેટલીય નવી નવી ગેમ નીકળતી રહે છે. ૧૯ વર્ષના જેમ્સનું કહેવું છે કે બહુ જાણીતી ગેમ્સ તો ઇન્ટરનેટ પર બીજા લોકો સાથે પણ રમી શકાય. ‘ઘરે બેઠા-બેઠા તમે દુનિયાના બીજા ખૂણે આવેલા લોકોને ચેલેંજ ફેંકી શકો!’

આજકાલ યુવાનો ઇન્ટરનેટ પર ગેમ્સ રમે છે. એમાં કોઈનો રોલ ભજવવાની ગેમ પોપ્યુલર છે. જે રમે એ કોઈ બીજી વ્યક્તિ બને, પ્રાણી બને અથવા તો બંનેનો રોલ ભજવે. એને ‘અવતાર’ કહે છે. આખી દુનિયામાં હજારો લોકો આ ગેમ એક સાથે રમે છે. તેઓ ગેમમાં એટલા ખોવાઈ જાય છે કે જાણે એ જ તેઓ માટે અસલી દુનિયા છે. એમાં દુકાનો, કાર, ઘરો, નાઇટ ક્લબ, વેશ્યાઘરો બધું જ હોય છે. એટલે રમનારા એમાં જ ખોવાઈ જાય છે. તેઓ સામસામે મેસેજ મોકલીને જાણે રીયલ લાઇફ જીવે છે.

લોકો એમાં કેવા કેવા ‘અવતારો’ લે છે? એક રિપોર્ટર કહે છે કે ‘સામાન્ય માણસ રીયલ લાઇફમાં જેનો વિચાર પણ નહિ કરે એવાં ગંદા કામોની મજા લૂટે છે! અરે, સેક્સ તો રોજની વાત. વેશ્યાગીરી પણ ચાલુ ને ચાલુ!’ બસ, અમુક બટન દબાવો ને તમારા અવતારને સેક્સમાં ડૂબાવો. સામસામે સેક્સના મેસેજ મોકલો. એટલું જ નહિ, ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન કહે છે: એ ગેમ્સમાં ‘ગુનાખોરીની પણ લિમિટ નહિ. વેશ્યાના દલાલ હોય, માફિયા હોય, અસલી-નકલી ચહેરા હોય, ભાડૂતી ખૂની પણ હોય.’ બીજું એક મૅગેઝિન રિપોર્ટ આપે છે: ‘એવી ગેમ્સ સામે વાંધો ઉઠાવનારાની ચિંતા એ છે કે રીયલ લાઇફમાં જે ગુનો ગણાય, એવા કામો ગેમ્સમાં ચલાવી લેવાય છે. જેમ કે વેશ્યાઘરોમાં જઈ ‘અવતાર’ બનેલી વ્યક્તિ બળાત્કાર કરવાના સપનામાં ડૂબી જાય. અથવા તો લોકો બાળક જેવા અવતારને વાપરીને સેક્સમાં ડૂબે.’

બીજું કોઈ નહિ, તમે પોતે પસંદ કરો

આવી ગેમ્સના રસિયા કહેશે કે ‘કમ ઓન યાર! એ કંઈ રીયલ થોડું છે, ગેમ છે યાર.’ આ વાત સાચી છે? તમને શું લાગે છે? જોજો, કોઈ તમને ઉલ્લું બનાવી ન જાય!

બાઇબલ કહે છે, “બાળક પણ પોતાના આચરણથી ઓળખાય છે, કે તેનું કામ શુદ્ધ અને સારૂં છે કે નહિ.” (નીતિવચનો ૨૦:૧૧) જો તમને સેક્સ, મારામારીની ગેમ્સ ગમતી હોય, તો શું તમારું મન શુદ્ધ છે? વારંવાર સર્વે પરથી જાણવા મળે છે કે મારામારી-કાપાકાપી જોનારાનો સ્વભાવ એવો જ બને છે. ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિને જણાવ્યું કે ‘વ્યક્તિ ટીવી જુએ ત્યારે તે ટીવી સામે બેસીને ખાલી જોતી જ હોય છે. પણ કમ્પ્યુટર ગેમમાં તે સ્ક્રિન સામે બેસીને ગેમમાં ડૂબી જાય છે. એની બધી જ બાબતમાં તે ભાગ લે છે. એટલે ટીવી જોવા કરતાં કમ્પ્યુટર ગેમ રમવાથી વ્યક્તિના વર્તન પર વધારે અસર થાય છે.’

હિંસા અને સેક્સથી ભરપૂર ગેમ્સ જાણે નુકસાન કરનારા કિરણોના [રેડિયોએક્ટીવ] કચરા જેવી છે. નુકસાન કરનારા કિરણો આપણા પર વધારે પડે તો પેટની પાતળી દીવાલ નાશ પામી શકે. એનાથી આંતરડાના બેક્ટેરિયાને છૂટ મળે. એ લોહીમાં ભળી જઈ એવું નુકસાન કરે કે બીમાર થઈ જવાય. એ જ રીતે, સેક્સ અને હિંસાના સીન જોઈ-જોઈને વ્યક્તિની લાગણી બહેર મારી જઈ શકે. સારા-નરસા વચ્ચેની દીવાલ નાશ પામી શકે. પછી, તેના વિચારો ને વર્તનમાં બસ ગંદકી જ ગંદકી ફેલાઈ જઈ શકે. એવી ગેમ્સ રમવી કે ના રમવી તમારી ચોઇસ! પણ વહેલું કે મોડું એનાથી નુકસાન તો થવાનું જ!—એફેસી ૪:૧૯; ગલાતી ૬:૭, ૮.

કેવી ગેમ પસંદ કરશો?

જો તમારા મમ્મી-પપ્પા કોઈ કમ્પ્યુટર ગેમ રમવા દે, તો કઈ પસંદ કરશો? કેટલો ટાઇમ એમાં વાપરશો? નીચેના સવાલો વિચારો:

એ ગેમથી યહોવાહને કેવું લાગશે? કમ્પ્યુટર ગેમની પસંદગી જોઈને, યહોવાહ તમારા વિષે શું વિચારશે? ગીતશાસ્ત્ર ૧૧:૫ જણાવે છે કે ‘યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ હિંસાને ચાહનારાઓને ધિક્કારે છે.’ મેલીવિદ્યા, અંધશ્રદ્ધામાં માનનારા વિષે બાઇબલ કહે છે, ‘જે કોઈ એવાં કામ કરે છે, તેનાથી યહોવાહ કંટાળે છે.’ (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) આપણે યહોવાહનું દિલ તોડવા નથી માગતા, ખરું ને! ચાલો આપણે ગીતશાસ્ત્ર ૯૭:૧૦ની સલાહ માનીએ: ‘હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો.’

એ ગેમથી મારા વિચાર પર કેવી અસર પડશે? એ ગેમ તમને ‘વ્યભિચારથી નાસવા’ મદદ કરશે કે મુશ્કેલ બનાવશે? (૧ કોરીંથી ૬:૧૮) જો ગેમ્સ સેક્સની લાગણી ઉશ્કેરે એવી હોય તો, તમે શુદ્ધ, પવિત્ર અને સારા વિચારોથી મન ભરી નહિ શકો. (ફિલિપી ૪:૮) બાવીસ વર્ષની એમી કહે છે: ‘ઘણી ગેમ્સમાં હિંસા, ગાળા-ગાળી, સેક્સ જોઈ-જોઈને તમારી લાગણી મરી પરવારે છે. પછી રીયલ લાઇફમાં પણ એ ખરાબ બાબતો જોઈને તમારું દિલ નહિ ડંખે. તમે લાલચના ફાંદામાં ફસાઈ જઈ શકો. એટલે જ બહુ સાચવીને કમ્પ્યુટર ગેમ્સની પસંદગી કરવી પડે.’

ગેમ્સ રમવામાં હું કેટલો ટાઇમ આપું? ૧૮ વર્ષની દબોરાહ કહે છે: “બધી જ કમ્પ્યુટર ગેમ્સ ખરાબ છે એવું નથી. પણ એની લતે ચડી જાવ તો તમારો ઘણો ટાઇમ બરબાદ થઈ જાય.” કોઈ પણ ગેમ રમવા ટાઇમ તો જોઈએ જ. તમે કેટલો ટાઇમ કમ્પ્યુટર ગેમ્સ પાછળ કાઢો છો એ લખી લો. પછી સરખાવો કે બીજા જરૂરી કામો પાછળ કેટલો ટાઇમ કાઢો છો. એ રીતે ખબર પડશે કે તમારો ટાઇમ ક્યાં વધારે જાય છે.—એફેસી ૫:૧૫, ૧૬.

શું એમ કરવાથી તમને લાગે છે કે ગેમ રમી જ ના શકાય? બાઇબલ એમ નથી કહેતું કે આખી જીંદગી ભણ્યા કરો, કામ કરો. ના, પણ એ કહે છે કે “હસવાનો વખત ને નૃત્ય કરવાનો વખત” પણ હોય છે. (સભાશિક્ષક ૩:૪) ‘નૃત્ય કરવાની’ વાત કરીએ તો, એનો અર્થ ફક્ત ડાન્સ નહિ, કસરત પણ થાય છે. એટલે ફક્ત કમ્પ્યુટર ગેમ રમવાને બદલે, કસરત મળે ને શરીર ફીટ રહે એવી બીજી ગેમ્સ પણ રમો.

સમજી-વિચારીને પસંદ કરો

કેવી કમ્પ્યુટર ગેમ્સ પસંદ કરવી એના માટે એક દાખલો લઈએ. તમે સ્કૂલમાં કયા વિષયમાં સારા માર્ક્સ લાવો છો? મોટે ભાગે એ વિષય જે તમને ગમે છે, ખરું ને! તમને કોઈ વિષય જેટલો વધારે ગમે એટલી વધારે એની અસર તમારા પર પડે. એટલે જે ગેમ તમને વધારે ગમે છે એની તમારા જીવનમાં અસર પડવાની જ એટલે જ તમારે સમજી-વિચારીને પસંદ કરવાનું છે કે કઈ ગેમ્સ રમશો.

તમને જે કોઈ ગેમ રમવાનું મન હોય એ બધીનું એક લિસ્ટ બનાવો. દરેક ગેમની પ્રવૃત્તિઓ વિષે ટૂંકમાં રિવ્યુ લખો. ગેમમાં શું શું રમશો એ પણ લખજો. એ રિવ્યુને આ લેખમાં આપેલા બાઇબલ સિદ્ધાંતો સાથે સરખાવો. એનાથી તમને ગેમની પસંદગી કરવા મદદ મળશે.

તમારા ફ્રેન્ડ-સર્કલમાં બધા રમે એટલે તમારે પણ એ ગેમ રમવી એવું જરૂરી નથી. તમે પોતે સમજી-વિચારીને તમારી ચોઇસ કરો. બાઇબલની આ સલાહ દિલમાં ઉતારો: “પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.”—એફેસી ૫:૧૦. (g 1/08)

“યુવાનો પૂછે છે . . . ” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ www.watchtower.org/​ype

આના વિષે વિચારો કરો

▪ કોઈ ફ્રેન્ડ મારામારી કે સેક્સ વિષેની કમ્પ્યુટર ગેમ રમવા બોલાવે તો તમે શું કરશો?

▪ ગેમ્સ રમવામાં ડૂબી જઈને મહત્ત્વનાં કામો ચૂકી ના જાવ એ માટે શું કરશો?

[Blurb on page 19]

હિંસા અને સેક્સથી ભરપૂર ગેમ્સ જાણે નુકસાન કરનારા કિરણોના [રેડિયોએક્ટીવ] કચરા જેવી છે. એનાથી નુકસાન તો થવાનું જ

[Picture on page 18]

તમે કમ્પ્યુટર ગેમ્સ કેટલી વાર રમો છો?

❑ ભાગ્યે જ

❑ વીકમાં એક વાર

❑ દરરોજ

ગેમ્સ રમવામાં કેટલો ટાઇમ કાઢો છો?

❑ થોડી મિનિટો

❑ કલાકથી પણ ઓછું

❑ બે કલાકથી વધારે

સૌથી વધારે કેવી ગેમ્સ ગમે?

❑ કાર રેસિંગ

❑ સ્પૉર્ટ્‌સ

❑ કોઈને શૂટ કરવાની ગેમ

❑ બીજી કોઈ ગેમ

તમારે ના રમવી જોઈએ એવી કમ્પ્યુટર ગેમનું નામ લખો.

[Box/​Picture on page 20, 21]

પેરેન્ટસ માટે ખાસ સંદેશો

આગળનો લેખ વાંચીને તમે શું વિચારો છો? શું તમે એવું વિચારો છો કે, “મને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે કમ્પ્યુટર ગેમ્સ આટલી બધી ખરાબ હશે” હા, અગાઉની કમ્પ્યુટર ગેમ્સ અને અત્યારનીમાં આસમાન જમીનનો ફરક છે. એ જાણીને, તમારાં બાળકોને કઈ રીતે મદદ કરશો જેથી તેઓ પારખી શકે કે કઈ ગેમ્સ ખરાબ છે?

તમારાં બાળકોને ફટ દઈને હુકમ ન આપશો કે આ ખરાબ ગેમ્સ ન રમશો. એમ પણ ન વિચારો કે ‘બધી જ કમ્પનીઓ આવી ગેમ્સ બહાર પાડતી હશે!’ યાદ રાખો કે બધી જ કમ્પ્યુટર ગેમ્સ ખરાબ નથી. પણ એક વખત એમાં ચોંટી જઈએ તો બસ આવી બન્યું સમજો! આપણો કીમતી સમય એમાં જ બગડી જશે. તમારા બાળકો આ ગેમ્સ રમવામાં કેટલો સમય કાઢે છે એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. એ પણ જોજો કે તેઓને કેવી ગેમ્સ રમવી ગમે છે. તેઓને મદદ કરવા માટે તમે નીચે આપેલા પ્રશ્નો તેઓને પૂછી શકો:

તારા ફ્રેન્ડ્‌ઝને કેવી કમ્પ્યુટર ગેમ્સ ગમે છે?

એ ગેમ કેવી રીતે રમાય? એમાં શું શું થાય?

શા માટે બધાયને એ ગેમ ગમે છે?

આવા પ્રશ્ન પૂછવાથી તમે જોઈ શકશો કે તમારા ધાર્યા કરતાં તમારું સંતાન કમ્પ્યુટર ગેમ્સ વિષે ઘણું જાણે છે. કદાચ એવું પણ જાણવા મળશે કે તેઓને ખરાબ ગેમ્સ પણ રમવાની ગમતી હોય. આવું બને તો તેઓને તરત જ તોડી ન પાડો. પણ તમે તેઓને કઈ ગેમ્સ ખરાબ છે, એ જાતે પારખવા મદદ કરી શકો.—હેબ્રી ૫:૧૪.

તમે બાળકો પાસેથી જાણી શકો કે શા માટે જે ગેમ્સ રમવી સારી ન હોય, એ જ બધાયને રમવી ગમે છે. કદાચ તમે પૂછી શકો કે:

જે ગેમ્સ બધાને ગમે છે એ તું નહિ રમે તો શું તારું ફ્રેન્ડ-સર્કલ તને છોડી દેશે?

અમુક છોકરાઓ તો બસ એકબીજા સાથે ગેમ્સની ખાલી વાતો કરવા માટે જ રમતા હોય છે. બીજા ઘણાંય એવા છે જેઓને ફક્ત વાતો કરવા માટે જ ગેમ્સ રમવી નથી પણ તેઓ ખુદ એને રવાડે ચડી ગયા છે. ભલે ગમે એ હોય તમારા બાળકોને મદદ તો કરવી જ પડશે.—કોલોસી ૪:૬.

જો તમને ખબર પડે કે તમારાં બાળકોને એવી ગેમ્સ ગમે છે, જેમાં ગંદી ભાષા બોલવામાં આવે છે, મારા-મારી કે પછી સેક્સ કે મેલીવિદ્યા બતાવવામાં આવે છે, તો તમે તેને કઈ રીતે મદદ કરશો? અમુક જુવાનો તરત જ કહેશે કે, ‘આમાં શું, આ તો ફક્ત ગેમ જ છે. હું થોડો એ કરી બેસવાનો છું? મારા પર એની કાંઈ અસર પડતી નથી.’ એવું બને, તો તેને ગીતશાસ્ત્ર ૧૧:૫ બતાવો જેનો પાન ૨૦ પર ઉલ્લેખ કર્યો છે. એ બતાવે છે કે ‘યહોવાહ હિંસાને ચાહનારાઓને ધિક્કારે છે.’—ગીતશાસ્ત્ર ૯૭:૧૦.

અમુક ઍક્સ્પર્ટ શું કહે છે:

બેડરૂમમાં કે પછી તમે ધ્યાન ન આપી શકો એવી જગ્યાએ બાળકને એકલા એકલા કમ્પ્યુટર ગેમ્સ ન રમવા દો.

કમ્પ્યુટર ગેમ્સ રમવા માટે અમુક નિયમો રાખો (દાખલા તરીકે, જ્યાં સુધી તેઓ બીજું કામ પૂરૂં ન કરે જેમ કે, હોમવર્ક કે પછી જમવાનું પૂરૂં ન કરે ત્યાં સુધી તેઓ કમ્પ્યુટર ગેમ્સ ન રમી શકે).

કસરત મળે એવી બીજી કોઈ પણ રમતો રમી શકો.

કમ્પ્યુટર ગેમ્સ રમતી વખતે તેઓનું ધ્યાન રાખો. તમે પોતે તેઓ સાથે રમી શકો તો સારું.

તમારાં બાળકોને ગેમ્સ વિષે સલાહ આપો એ પહેલા, તમે પોતે ટીવી પર શું જુઓ છો એનો પણ જરા વિચાર કરી લેવો. જો તમે પોતે ટીવી જોવામાં કંટ્રોલ ન રાખો, તો બાળકોને કયે મોઢે કહી શકો કે આ ગેમ ન રમવી કે પેલી ગેમ ન રમવી. બાળકો તો એમ જ વિચારશે કે ‘તમે મને કોણ કહેવાવાળા, તમે પોતે ટીવી પર જુઓ છો એ પણ ખરાબ હોય છે.’