સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર જલદી જ ગુનાનો અંત લાવશે

ઈશ્વર જલદી જ ગુનાનો અંત લાવશે

ઈશ્વર જલદી જ ગુનાનો અંત લાવશે

“થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦.

આપણા ઈશ્વર યહોવાહ, આપણા બધાનું ધ્યાન રાખે છે. ‘તેમની નજર સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.’ (નીતિવચનો ૧૫:૩) યહોવાહ બધુંય જુએ છે. તેમના ધ્યાન બહાર કોઈ ગુનો રહી નથી જતો. (ગીતશાસ્ત્ર ૧૧:૪, ૫) એટલે દુષ્ટો છટકી શકવાના નથી, તેઓ જાણે કે “લપસણી જગામાં” ઊભા છે.—ગીતશાસ્ત્ર ૭૩:૧૨, ૧૮.

ભલે આજે કોઈ ગરીબ હોય, નિરાશ હોય, પણ યહોવાહે તેઓને લાખો નિરાશામાં આશા આપી છે. બાઇબલ કહે છે, ‘નિર્દોષ માણસનો વિચાર કર, અને ઈમાનદારને જો; કેમ કે શાંતિપ્રિય માણસને બદલો મળશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૩૭) એ શબ્દો આપણા દિલને કેટલી ઠંડક આપે છે, કેમ કે જલદી જ એ સપનું સાચું પડશે.

દુષ્ટતા છેલ્લા શ્વાસ લઈ રહી છે

આજથી લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં, ઈસુના શિષ્યોએ પૂછ્યું, “જગતના અંતની શી નિશાની થશે?” (માત્થી ૨૪:૩) માત્થી ૨૪, માર્ક ૧૩ અને લુક ૨૧મા અધ્યાયોમાં ઈસુનો જવાબ જોવા મળે છે. એ પ્રમાણે જગતના અંતે યુદ્ધો, દુકાળ, બીમારી, ભૂકંપો અને ગુનાઓ વધી જશે.

ઈસુએ જે જે નિશાની આપી એની શરૂઆત ૧૯૧૪માં થઈ. એક ઇતિહાસકાર કહે છે, ‘વીસમી સદી જેટલા ગુના પહેલાં કદીયે થયા નથી.’—એરિક હોબ્સબામનું પુસ્તક મોટા મોટા ફેરફારોનો યુગ (અંગ્રેજી).

બાઇબલ કહે છે, “જ્યારે દુષ્ટો ઘાસની પેઠે વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે.” (ગીતશાસ્ત્ર ૯૨:૭) આજની દુનિયામાં વધતી જતી દુષ્ટતા એની સાબિતી આપે છે. એ જાણીને કેટલી ખુશી થાય છે કે દુષ્ટતાનો અંત હવે નજીક જ છે!—૨ પીતર ૩:૭.

ઈમાનદાર લોકો પૃથ્વી પર હંમેશાં રહેશે

‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) એ સમયે કોઈ ગુના નહિ થાય. કોઈને અન્યાય નહિ થાય. પછી આપણે ન તો બારણે લૉક લગાવવું પડશે, ન સિક્યૉરિટી ઍલાર્મ જોઈશે. કોર્ટ કે વકીલની જરૂર નહિ પડે. પોલીસ કે જેલની પણ જરૂર નહિ પડે. બાઇબલ જણાવે છે કે “વીતી ગયેલા બનાવોનું સ્મરણ રહેશે નહિ કે મનમાં યે આવશે નહિ.”—યશાયા ૬૫:૧૭, કોમન લૅંગ્વેજ.

યહોવાહ જલદી જ આ ધરતીના રંગરૂપ બદલી નાખશે. (યશાયાહ ૧૧:૯; ૨ પીતર ૩:૧૩) યહોવાહના સાક્ષીઓ દિલોજાનથી એ જ માને છે, કેમ કે વિશ્વના માલિકે આ વચન આપ્યું છે, જે “કદી જૂઠું બોલી શકતો નથી.” (તીતસ ૧:૨) તમે પણ એમના વિષે શીખો અને હંમેશ માટે સુખી થાવ! (g08 02)

[Box/​Picture on page 9]

કેદીઓ બાઇબલનું જ્ઞાન લે છે

યહોવાહના સાક્ષીઓની અમેરિકાની બ્રાંચને છેલ્લાં ૩૦ વર્ષમાં કેદીઓ પાસેથી ૪,૧૬૯ પત્રો મળ્યા છે. એ પત્રો જેલોમાંથી, કેદીઓની હૉસ્પિટલોમાંથી અને ડ્રગ્સના બંધાણીને સુધારતા સેન્ટરોમાંથી આવ્યા છે. અમુક કેદીઓએ સાહિત્ય પણ મંગાવ્યું. અમુકને બાઇબલમાંથી શીખવું છે. એ માટે યહોવાહના સાક્ષીઓ તેઓને મળવા જાય છે. આવું ફક્ત એમેરિકામાં જ નહિ, આખી દુનિયામાં થાય છે. જે કેદીઓ યહોવાહ વિષે શીખે છે, તેઓમાંથી અમુકે જીવનમાં મોટા મોટા ફેરફારો કર્યા છે. તેઓ યહોવાહના ભક્ત બન્યા છે અને હવે સંસ્કારી જીવન જીવે છે.