“ઓચિંતી રાત થઈ ગઈ!”
“ઓચિંતી રાત થઈ ગઈ!”
બેનિનના સજાગ બનો!ના લેખક તરફથી
ઘાના દેશમાં ૨૯ માર્ચ ૨૦૦૬ના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું. તેઓના ડેઇલી ગ્રાફિક ન્યૂઝ પેપરમાં એ વિષે હેડલાઇન હતી: “લાખો લોકો સૂર્યગ્રહણ જોઈને મુગ્ધ થયા.” આ ગ્રહણ બ્રાઝિલની પૂર્વ દિશાથી શરૂ થઈને ઍટલૅંટિક મહાસાગર પાર કરીને દરિયા કિનારે આવેલા પશ્ચિમ આફ્રિકા સુધી પહોંચ્યું. એ લગભગ કલાકના ૧,૬૦૦ કિલોમીટરની ઝડપે આગળ વધતું હતું. ઘાના, ટોગો અને બેનિનમાં લગભગ સવારે આઠ વાગે સૂર્યગ્રહણ શરૂ થયું હતું.
ઘાનામાં છેલ્લું સૂર્યગ્રહણ ૧૯૪૭માં થયું હતું. એ સમયે થીઓદર ૨૭ વર્ષનો હતો. તે કહે છે કે “ઘણા લોકોએ સૂર્યગ્રહણ જોયું ન હતું. એટલે તેઓ જાણતા ન હતા કે એ શું છે? શું થશે? એ કારણથી લોકો કહેવા લાગ્યા કે ‘ઓચિંતી રાત થઈ ગઈ!’”
સૂર્યગ્રહણ પહેલાં
ગ્રહણ પહેલાં ત્યાંની અનેક સંસ્થાઓ ચેતવણી આપવા લાગી કે નરી આંખે સૂર્યને જોવાથી આંખોને નુકસાન થશે. લોકોને ચેતવવા માટે ટોગોમાં અનેક પોસ્ટરો બનાવવામાં આવ્યા. એમાં લખ્યું હતું કે “તમારી આંખોને સાચવો! નહિ તો નજર ગુમાવશો.”
સરકારે લોકોને બે સૂચનાઓ આપી. એક ગ્રહણ ટીવી પર જુઓ. અથવા આંખને નુકસાન ન પહોંચે એવા ચશ્મા પહેરો. લાખો લોકો ગ્રહણને જોવા ટીવી અને કૉમ્પ્યુટર સામે બેસી ગયા. જોકે આ રીતે ગ્રહણ જોવાની બહુ મજા આવી નહિ. ચાલો જોઈએ કે ખરેખર ત્યારે શું બન્યું.
ગ્રહણ શરૂ થયું ત્યારે
પશ્ચિમ આફ્રિકામાં સૂરજ ઊગ્યો અને સામાન્ય દિવસ હતો. લોકો ગ્રહણ જોવા માટે સમય જોયા કરતાં હતા. ઘણા લોકો નુકસાન ન પહોંચે એવા ચશ્મા પહેરીને ગ્રહણ જોવા ઊભા હતા. અમુક લોકો દોસ્તોને ફોન કરીને પૂછતાં હતા, ‘તમને શું દેખાય છે?’
ચંદ્ર પૃથ્વીથી ૩,૫૦,૦૦૦ કિલોમીટર દૂર હતો. એ નરી આંખે દેખાતો ન હતો. ધીરે ધીરે સૂરજ ચંદ્રથી ઢંકાવા લાગ્યો. બધાં ખુશ થવા લાગ્યા કે તેઓ સૂર્યગ્રહણ જોઈ રહ્યા છે.
ગ્રહણ શરૂ થયું ત્યારે કલાક સુધી કોઈ મોટો ફેરફાર દેખાયો નહિ. સમય જતાં સૂરજ ધીરે ધીરે ઢંકાવા લાગ્યો. આકાશમાં અંધારું છવાવા લાગ્યું. તાપમાન ઓછું થવાથી ઠંડી લાગવા માંડી. આ રીતે અંધારું થવાથી બધે જ લાઇટો થવા લાગી. દુકાનો બંધ થવા લાગી, રસ્તાઓ સૂમસામ થઈ ગયા. પક્ષીઓનો કલબલ
બંધ થઈ ગયો. ઢોર-ઢાંક સૂવા લાગ્યા. ધીરે ધીરે ગાઢ અંધારું થઈ ગયું. સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું ત્યારે એકદમ શાંતિ છવાઈ ગઈ.પૂર્ણ ગ્રહણ થયું ત્યારે
કાળા આકાશમાં તારાઓ ચમકતા હતા. ચંદ્રએ સૂર્યને ઢાંકી દીધો ત્યારે સૂર્યમાંથી ગુલાબી રંગનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો. આ પ્રકાશને ક્રોમોસ્ફિયર કહેવામાં આવે છે. હવે ક્રોમોસ્ફિયર ફરતે બીજો પણ એક પ્રકાશ દેખાયો, એને કોરોના કહે છે. આ સૂર્યની બહારનું સ્તર છે. ચંદ્ર ખરબચડો હોવાથી એમાંથી સૂરજના અમુક ભાગો દેખાતા હતા. એ, મોતીની જેમ ચમકતા હતા. એ પ્રકાશને બેલીઝ બીડ્સ * તરીકે ઓળખવામાં આવે છે. એક વ્યક્તિએ કહ્યું ‘આતો એક અજોડ અનુભવ છે. એ ગ્રહણનું વર્ણન શબ્દોથી થઈ શકે એમ નથી.’
પૂર્ણ ગ્રહણ લગભગ ત્રણ મિનિટ સુધી ચાલ્યું. ધીમે ધીમે ચંદ્ર ખસતો ગયો. એ જોવાથી લોકો ખુશ થવા લાગ્યા. ધીમે ધીમે પ્રકાશ વધતો ગયો અને તારા અદૃશ્ય થઈ ગયા. જાણે નવો દિવસ ઊગ્યો હોય એવું લાગ્યું.
ચંદ્ર ‘આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવો’ છે. એટલે કે ચંદ્ર એનો ક્રમ જાળવી રાખે છે. (ગીતશાસ્ત્ર ૮૯:૩૭) એના આધારે આપણે પારખી શકીએ કે કેટલા વરસ પછી ફરીથી સૂર્યગ્રહણ થશે. એ કારણથી પશ્ચિમ આફ્રિકાના લોકોએ ગ્રહણ જોવા લગભગ ૬૦ વરસ રાહ જોવી પડી. એ દેશોમાં ફરી ગ્રહણ ક્યારે થશે? ૨૦૮૧માં. કદાચ તમારા દેશમાં એથી પહેલાં પણ તમને સૂર્યગ્રહણ જોવા મળે. (g08 03)
[Footnote]
^ આ નામ બ્રિટિશ ખગોળશાસ્ત્રી ફ્રાન્સીસ બેલીના નામ પરથી આવ્યું છે. ૧૮૩૬માં સૂર્યગ્રહણ થયું હતું ત્યારે આ ભાગ વિષે વર્ણન કરવામાં તે સૌ પ્રથમ હતો.
[Box/Picture on page 11]
શું ઈસુના મરણ વખતે ગ્રહણ થયું હતું?
માર્ક ૧૫:૩૩ કહે છે કે “છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દેશમાં નવમા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો.” એ વખતે લગભગ બપોરે બારથી ત્રણના સમય સુધી એકદમ અંધકાર છવાઈ ગયો હતો. પણ એ ખરેખર સૂર્યગ્રહણ ન હતું. એના અમુક કારણો છે. એક કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય ત્યારે એ વધારેમાં વધારે સાડા સાત મિનિટ રહે છે. બીજું કે ઈસુ નિશાન મહિનાની ૧૪મી તારીખે મરણ પામ્યા હતા. એ મહિનાની શરૂઆતમાં અમાસ હોય છે. આ સમયે ચંદ્ર પૃથ્વી અને સૂરજની વચ્ચે હોય છે, જેનાથી કોઈ વાર ગ્રહણ થઈ શકે. પણ નિશાન ૧૪ના તો પૃથ્વીની ફરતે ચંદ્રએ અડધો આંટો માર્યો હોય છે. એ સમયે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે હોય છે. આ સમયે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો હોવાથી પૂનમ હોય છે. એ દિવસે ઈસુ મરણ પામ્યા હતા. એટલે એ દિવસે જે અંધકાર છવાયો હતો એ ઈશ્વર તરફથી હતો.
[Picture on page 10]
૨૯ માર્ચ ૨૦૦૬એ પૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું
[Picture on page 10]
આંખને નુકસાન ન થાય એવા ચશ્મા પહેરીને લોકોએ ગ્રહણ જોયું
[Picture on page 11]
ઘાના
ટોગો
બેનિન
આ જગ્યામાં દેખાતું સૂર્યગ્રહણ
[Picture on page 11]
આફ્રિકા
[Picture on page 11]
નિશાન ૧૪ પૂનમના દિવસે અથવા એની આસપાસ આવે છે
[Credit Line]
નકશો: Based on NASA/Visible Earth imagery