સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પુરાણા લખાણોની તારીખ પારખવી

પુરાણા લખાણોની તારીખ પારખવી

પુરાણા લખાણોની તારીખ પારખવી

બાઇબલ સ્કૉલર કૉનસ્ટેનટીન વૉન ટિશનડૉફે ૧૮૪૪માં ખ્રિસ્તીઓના સેન્ટ કૅથરિન મઠની મુલાકાત લીધી હતી. એ ઇજિપ્તમાં સિનાય પર્વત પાસે આવેલો છે. એ મઠની લાઇબ્રેરીમાં તે નજર દોડાવતો હતો ત્યારે એને અમુક હસ્તપ્રત (મૅન્યુસ્ક્રિપ્ટ) હાથ લાગી. તે પેલિયૉગ્રાફીનો * વિદ્યાર્થી હોવાથી એમાં રસ પડ્યો. એ પારખી શક્યો કે આ હસ્તપ્રતો સેપ્ટુઆજેંટના અમુક ભાગો છે. એ હેબ્રુ શાસ્ત્ર એટલે કે ‘જૂના કરારનો’ ગ્રીકમાં તરજુમો છે. ટિશનડૉફે કહ્યું કે ‘આના જેટલી જૂની હસ્તપ્રત મેં કદી જોઈ નથી.’

સમય જતાં ભેગા કરવામાં આવેલાં એ લખાણો સિનાઈટિક મૅન્યુસ્ક્રિપ્ટ (કોડેક્સ સિનાઈટિક્સ) તરીકે ઓળખવામાં આવ્યા. આ લખાણો લગભગ ચોથી સદીમાં લખાયા હતા. આજે સ્કૉલર્સ માટે અભ્યાસ કરવા હેબ્રૂ અને ગ્રીક બાઇબલની હજારો હસ્તપ્રતો છે.

ગ્રીક પેલિયૉગ્રાફીની શરૂઆત

બરનાર્ડ ડે મોન્ટફોકોન ૧૬૫૫-૧૭૪૧માં જીવ્યો હતો. તે ખ્રિસ્તીઓના સેન્ટ બેનડિક્ટ મઠમાં રહેતો હતો. તેણે ગ્રીક હસ્તપ્રતોના અભ્યાસની શરૂઆત કરી હતી. સમય જતાં બીજા પંડિતોએ પણ એ ક્ષેત્રમાં ભાગ લીધો. ઘણાં વરસો પછી ટીશનડૉફ યુરોપની લાઇબ્રેરીઓમાંથી બાઇબલની ગ્રીક હસ્તપ્રતોનું લિસ્ટ બનાવવા લાગ્યા. એ માટે તેમણે અમુક વાર મીડલ ઇસ્ટની મુસાફરી પણ કરી. તેમણે હજારો હસ્તપ્રતોનો અભ્યાસ કરીને એક પુસ્તક બહાર પાડ્યું.

વીસમી સદીમાં પેલિયૉગ્રાફીમાં લોકોને વધારે મદદ મળી. તેઓને માર્સેલ રિચાર્ડનું લિસ્ટ હાથ લાગ્યું. તેમાં ૯૦૦ જેટલાં એ પુસ્તકોની યાદી હતી. જેમાં ૫૫,૦૦૦ ગ્રીક હસ્તપ્રતોનું વર્ણન હતું. એ વર્ણન બાઇબલના લખાણો અને બીજા સામાન્ય લખાણો વિષે હતું. એમાંના થોડાંક લખાણો અમુક માણસો પાસે અને બાકીનાં લખાણો ૮૨૦ લાઇબ્રેરીઓમાં છે. આ બધાં લખાણોમાંથી ભાષાંતરકારોને મદદ મળે છે. તેમ જ પેલિયૉગ્રાફરને એના પરથી બીજા લખાણોની તારીખ પારખવા મદદ મળે છે.

લખાણોની તારીખ કઈ રીતે નક્કી કરાય છે

કલ્પના કરો કે તમે જૂનું ઘર સાફ કરી રહ્યા છો. તમને એક પત્ર મળે છે. એ જૂનો હોવાથી પીળો પડી ગયો છે. તમે વિચારવા માંડો છો કે એ ક્યારે લખવામાં આવ્યો. તમે સાફ-સૂફ કરતા રહો છો તેમ બીજો પત્ર મળે છે. એના લખાણની સ્ટાઇલ પહેલાના જેવી જ લાગે છે. બીજો જે પત્ર મળ્યો એમાં તારીખ લખેલી છે. બંને પત્ર સરખાવવાથી તમે અંદાજો લગાવી શકો કે પહેલો પત્ર ક્યારે લખાયો હતો.

મોટા ભાગના પ્રાચીન લેખકો બાઇબલની નકલ કરતા ત્યારે તેઓ તારીખ ન લખતા. તો આજે ઍક્સ્પર્ટને કેવી રીતે ખ્યાલ આવે છે કે એની ક્યારે નકલ કરવામાં આવી હોઈ શકે? બાઇબલની હસ્તપ્રતો ને બીજા પુરાણાં સાહિત્ય સાથે સરખાવવાથી તેઓને ખ્યાલ આવે છે કે એ ક્યારે લખાયા હોઈ શકે. એ નક્કી કરવા તેઓ અલ્પ વિરામ, પૂર્ણ વિરામ જેવા ચિહ્‍નો અને લખાણની સ્ટાઇલ સરખાવે છે. જોકે અમુક હસ્તપ્રતો પર તારીખ પણ હોય છે. ગ્રીક ભાષાની લગભગ ત્રણસો જેટલી એવી હસ્તપ્રતો છે, જે ઈસવીસન ૫૧૦-૧૫૯૩માં લખાઈ હતી.

લખાણ પરથી તારીખનો અંદાજ

પેલિયૉગ્રાફરનું કહેવું છે કે પુરાણા ગ્રીક લખાણો મોટા ભાગે બે સ્ટાઇલમાં લખવામાં આવ્યા હતા. એક બુક હેન્ડ નામથી ઓળખાય છે. એ હાથનું લખાણ એવી રીતે લખવામાં આવતું જાણે સ્ટાઇલથી પ્રિન્ટ કરવામાં આવ્યું હોય. બીજી સ્ટાઇલ કરસિવ નામથી ઓળખાય છે. એ જાણે ભેગું ભેગું લખવામાં આવ્યું હોય એવું લખાણ હતું. મોટા ભાગે સામાન્ય લખાણમાં આ સ્ટાઇલ જોવા મળતી. જોકે ગ્રીક લેખકો જુદી જુદી સ્ટાઇલના અક્ષરો વાપરતા. જેમ કે કેપિટલ્સ, અન્સિયલ (કેપિટલ જેવા અક્ષરો), કરસિવ્સ અને મિનિસ્ક્યુલ્સ. એમાંના બુક હેન્ડના અન્સિયલ સ્ટાઇલના લખાણ આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦થી ઈસવીસન ૮૦૦ સુધી લખવામાં આવ્યા. જ્યારે કે મિનિસ્ક્યુલ સ્ટાઇલના અક્ષરો નાના હતાં ને એ લગભગ ઈસવીસન ૭૦૦-૧૪૦૦ સુધી વપરાતા. આ સ્ટાઇલમાં જગ્યા ઓછી વપરાતી અને જલદીથી લખાતું. આમ સમય અને કાગળ બચતા. સમય જતાં ટેકનૉલૉજીમાં પ્રગતિ થઈ, અને લગભગ ૧૫મી સદીમાં યુરોપમાં છાપકામ શરૂ થયું.

હસ્તપ્રતોની તારીખ પારખવા માટે પેલિયૉગ્રાફર અમુક રીત વાપરે છે. તેઓને પુરાણું લખાણ મળે ત્યારે ઉપર ઉપરથી લખાણ પર નજર ફેરવી લે છે. પછી તેઓ ઝીણવટથી બધા અક્ષરો તપાસે છે. આ રીતે તેઓ ઘણી વસ્તુ શીખે છે. પણ લખાણની સ્ટાઇલ બદલાતા વરસો લાગે છે. એટલે આ પેલિયૉગ્રાફર ચોક્કસ કહી શકતા નથી કે એ ક્યારે લખાયું હતું.

તોપણ ઍક્સ્પર્ટનો અંદાજ મોટા ભાગે ખરો પડે છે. લખાણો પરથી તેઓ પારખી શકે છે કે લખવાની નવી સ્ટાઇલ ક્યારે શરૂ થઈ. દાખલા તરીકે, ઈસવીસન ૯૦૦ પછી ગ્રીક લોકો જોડાક્ષરનો વધારે ઉપયોગ કરવા લાગ્યા. તેમ જ તેઓ લીટીની નીચે પણ અમુક ગ્રીક અક્ષરો લખવા માંડ્યા. વળી તેઓ શબ્દો પર અમુક ચિહ્‍નો મૂકવા લાગ્યા જેથી ઉચ્ચાર કરવો સહેલું પડતું.

લખાણોની તારીખ પારખવામાં ઍક્સ્પર્ટને શું તકલીફ પડે છે? મોટા ભાગે કોઈ પણ વ્યક્તિની લખવાની સ્ટાઇલ જીવનભર એકસરખી હોય છે. તેથી ઍક્સ્પર્ટ જ્યારે જુદાં જુદાં લખાણો તપાસે ત્યારે તેઓના અંદાજમાં લગભગ પચાસેક વર્ષનો ફરક પડે છે. વળી, અમુક લખાણો બીજા લખાણમાંથી નકલ કરવામાં આવ્યા હોઈ શકે. આમ એ કૉપી, મૂળ લખાણ જેટલી જ જૂની દેખાય છે. પણ હકીકતમાં નવી છે. તેમ છતાં પંડિતો અનેક બાઇબલ લખાણોની તારીખ પારખી શક્યા છે.

મહત્ત્વના ગ્રીક મૅન્યુસ્ક્રિપ્ટની તારીખ પારખવી

સ્કૉલર્સને સૌથી પ્રથમ એલેક્ષાંડ્રિન મૅન્યુસ્ક્રિપ્ટ (કોડેક્સ એલેક્ષાંડ્રિન્સ) હાથ લાગી હતી. એ આજે બ્રિટિશ લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે. એમાં મોટા ભાગના બાઇબલના બધાં પુસ્તકો મળી આવે છે. એમાં ગ્રીક ભાષાના અન્સિયલ સ્ટાઇલના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લખાણો સારી જાતના સુંવાળા ચામડા પર લખવામાં આવ્યા હતા. સ્કૉલરના કહેવા પ્રમાણે આ લખાણ ઈસવીસન ૪૦૦ની શરૂઆતમાં લખવામાં આવ્યું હતું. એની તેઓને કઈ રીતે ખબર પડી? આ કોડેક્સ લખાયા પછી એક-બે સદીમાં અન્સિયલ લખાણોમાં મોટો ફેરફાર થયો હતો. એનો પુરાવો તેઓને ડાયોસકોરીડેસ ઑફ વિયેનાના લખાણમાં નોંધવામાં આવેલી તારીખમાંથી મળી આવ્યો. *

સ્કૉલર એક બીજા મહત્ત્વના હસ્તપ્રતનો ખૂબ જ ઉપયોગ કરે છે. એ સિનાઈટિક મૅન્યુસ્ક્રિપ્ટ (કોડેક્સ સિનાઈટિક્સ) તરીકે ઓળખાય છે જે ટિશનડૉફને સેન્ટ કૅથરિન મઠમાં મળી હતી. આ લખાણો ચામડાં પર ગ્રીક અન્સિયલ સ્ટાઇલમાં લખવામાં આવ્યાં હતાં. એમાં બાઇબલના બધાં જ ગ્રીક શાસ્ત્રો મળી આવ્યા. તેમ જ હેબ્રૂ શાસ્ત્રના અમુક ભાગો પણ છે જે ગ્રીક સેપ્ટુઆજેંટમાંથી નકલ થયા હતા. આ કોડેક્સમાંના ૪૩ પાનાઓ લેપઝિંગ, જર્મનીમાં અને ૩૪૭ પાના લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાં છે. એમાંના ૩ પાનાના અમુક ભાગ સેન્ટ પિટ્‌સબર્ગ, રશિયામાં છે. એ લખાણો લગભગ ચોથા સદીના અંતમાં લખાયા હતા. એનો પુરાવો ઇતિહાસકાર કાઈસારીઆના યુસીબીયસના * લખાણોમાં મળે છે. એ લખાણોમાં તેમણે તારીખ લખી હતી. ઉપરાંત હાંસિયામાં બીજી અમુક માહિતી પણ લખી હતી.

પંડિતો માટે વેટિકન મૅન્યુસ્ક્રિપ્ટ નં. ૧૨૦૯ (કોડેક્સ વેટિકન્સ) ત્રીજું મહત્ત્વનું પુસ્તક છે. મૂળ પુસ્તકમાં આખું ગ્રીકમાં લખેલું બાઇબલ હતું. ઈસવીસન ૧૪૭૫માં આ કોડેક્સ પ્રથમ વાર વેટિકનની લાઇબ્રેરીમાં મળી આવ્યું. એ ગ્રીક અન્સિયલ સ્ટાઇલમાં લખવામાં આવ્યું હતું. એ ચામડાના ૭૫૯ પાના પર લખવામાં આવ્યું હતું. એમાં મોટા ભાગના બાઇબલના બધા જ પુસ્તકો છે. ફક્ત ઉત્પત્તિનો મોટો ભાગ અને ગીતશાસ્ત્રના અમુક ભાગો, તેમ જ ગ્રીક શાસ્ત્રના અમુક ભાગો નથી. સ્કૉલરનું કહેવું છે કે ચોથી સદીની શરૂઆતમાં આની નકલ કરવામાં આવી હતી. તેઓને કેવી રીતે ખબર પડી કે એ ક્યારે લખવામાં આવ્યા? ચોથી સદીના સિનાઈટિક મૅન્યુસ્ક્રિપ્ટની સ્ટાઇલ પ્રમાણે જ આની પણ લખાણની સ્ટાઇલ હતી. તેમ છતાં વેટિકન્સ કોડેક્સ થોડું વધારે જૂનું માનવામાં આવે છે, કેમ કે યુસીબીયન કૅનનની જેમ આની અંદર ક્રોસ રેફરન્સ નથી.

કચરામાંથી ખજાનો

પુરાણા ઇજિપ્તના ઉકરડામાં મહત્ત્વનાં પુસ્તકો મળી આવ્યાં. ઇંગ્લૅંડના માન્ચેસ્ટરની જોન રાઈલૅન્ડ્‌ઝ લાઇબ્રેરીએ ૧૯૨૦માં એ પુસ્તકો ખરીદ્યા. એ તપાસ્યા ત્યારે એમાંથી ઘણા પત્રો, રસીદ અને સરકારી કાગળો મળ્યા. એ દરમિયાન કોલિન રોબટ્‌ર્સે એક ટુકડો ઓળખ્યો. એમાં તેમને યોહાનના ૧૮માં અધ્યાયની અમુક કલમો જોવા મળી. ગ્રીક શાસ્ત્રનું આ સૌથી જૂનું લખાણ હતું.

એ લખાણોને જોન રાઈલૅન્ડ્‌ઝ પપાઈરસ ૪૫૭ કહેવામાં આવે છે. દુનિયાના સ્કૉલર એ લખાણને નામથી ઓળખે છે. એ લખાણો ગ્રીક અન્સિયલ સ્ટાઇલમાં લખવામાં આવ્યા હતા જે લગભગ બીજી સદીની શરૂઆતમાં લખવામાં આવ્યાં હતાં. બાઇબલમાં યોહાનનું પુસ્તક લખાયું એના અમુક દાયકા પછી જ આ નકલ કરવામાં આવી હતી. આ લખાણો અને બીજા જે મૅન્યુસ્ક્રિપ્ટ મળ્યા એના લખાણો લગભગ મળતા આવે છે.

પુરાણું પણ ચોક્કસ

ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્ર વિષે બ્રિટનના બાઇબલ સ્કૉલર સર ફ્રેડરિક કેન્યનને પોતાના પુસ્તક ધ બાઇબલ એન્ડ આર્કિયૉલૉજીમાં આમ લખ્યું: ‘આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે નવો કરાર એકદમ ચોક્કસ છે, કેમ કે એના અનેક પુરાવા મળ્યા છે.’ એ જ રીતે હેબ્રૂ શાસ્ત્રવચનો વિષે સ્કૉલર વિલિયમ એચ. ગ્રીને આમ કહ્યું: ‘આજ સુધી બાઇબલ જેવું બીજું કોઈ પુસ્તક મળ્યું નથી કે જેની વારંવાર ચોકસાઈથી નકલ ઉતારવામાં આવી હોય.’

આ સ્કૉલર જે કહે છે એ પ્રેરિત પીતરના શબ્દો યાદ દેવડાવે છે: “સઘળાં પ્રાણી ઘાસના સરખાં છે, અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સૂકાઇ જાય છે, ને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે.”—૧ પીતર ૧:૨૪, ૨૫. (g08 02)

[Footnotes]

^ ‘પેલિયૉગ્રાફી, જૂના-પુરાણા હસ્તપ્રતના લખાણનો અભ્યાસ છે. આવા લખાણો મોટા ભાગે પપાઇરસ, ચામડાં અને કાગળ પર કરવામાં આવતાં.’—ધ વર્લ્ડ બુક એન્સાઇક્લોપીડિયા.

^ ડાયોસકોરીડેસ ઑફ વિયેના જુલિયાના એનીસીયા નામની એક સ્ત્રી માટે લખવામાં આવ્યું હતું. જેનું મરણ ઈસવીસન ૫૨૭ કે ૫૨૮માં થયું હતું. ‘ચામડા પર લખવામાં આવેલા આ અન્સિયલ લખાણનો સૌથી જૂનો પુરાવો છે જેના પરથી તારીખનો અંદાજ કરી શકાય છે.’—ઈ. એમ. થોમ્પસને લખેલું આ પુસ્તક: એન ઇન્ટ્રોડક્શન ટુ ગ્રીક એન્ડ લેટિન પેલિયૉગ્રાફી.

^ કહેવામાં આવેલા યુસીબીયન કૅનન કે લખાણોમાં ક્રોસ રેફરન્સના ટેબલ છે. ‘જે બતાવે છે કે સુવાર્તાનો કોઈ બનાવ માત્થીથી યોહાનના પુસ્તકમાં બીજે ક્યાં આપવામાં આવ્યો છે.’—બ્રુસ એમ. મેટ્‌સગરે લખેલું પુસ્તક મૅન્યુસ્ક્રિપ્ટ્‌સ ઑફ ધ ગ્રીક બાઇબલ.

[Blurb on page 17]

અમુક લખાણો પર તારીખ હોવાથી પેલિયૉગ્રાફર બીજા લખાણોની તારીખ પારખી શકે છે

[Box on page 16]

યશાયાહના વીંટાની તારીખ નક્કી કરવી

૧૯૪૭માં મૃત સરોવર પાસેથી યશાયાહનો એક વીંટો મળી આવ્યો. એ ચામડાનો બનેલો હતો. મેસરાઈટ લોકો આવ્યા એ પહેલાંની હેબ્રૂ ભાષામાં એ લખવામાં આવ્યો હતો. એ વીંટો ક્યારે લખવામાં આવ્યો હતો? સ્કૉલરે એ લખાણને બીજાં હેબ્રૂ લખાણો સાથે સરખાવ્યું. એની સાથે બીજી ટેકનૉલૉજીનો (કાર્બન-૧૪ ડેટીંગ)નો પણ ઉપયોગ કર્યો. એમ કરવાથી તેઓ એ અંદાજ પર આવ્યા કે ઈસવીસન પૂર્વે ૧૨૫-૧૦૦ સુધીમાં એ લખવામાં આવ્યો હતો.

સદીઓ વીતતા બાઇબલની ઘણી નકલો કરવામાં આવી હતી. એમાં મેસરાઈટ લોકોએ યશાયાહના પુસ્તકની નકલો કરી હતી. સ્કૉલરે મૃત સરોવરના વીંટાઓને મેસરાઈટની એ નકલો સાથે સરખાવ્યા. * એમાં તેઓને કોઈ મોટા ફેરફારો જોવા મળ્યા નહિ. ફક્ત કાનો-માત્રા જેવી નાની-નાની બાબતોમાં જ ફરક હતો. એ યશાયાહના વીંટામાં બીજી એક ખાસ બાબત જોવા મળી. એ જ કે યહોવાહનું નામ (ટેટ્રાગ્રામેટન) આખા વીંટામાં અનેક વાર જોવા મળ્યું.

[Footnote]

^ મેસરાઈટ લોકો યહુદી શાસ્ત્રની નકલો કરતા હતા. તેઓ બહુ જ ઝીણવટથી એ કરતા. તેઓ ઈસવીસન ૫૦૦-૧૦૦૦ના સમય ગાળા દરમિયાન રહેતા હતા.

[Chart/​Pictures on page 16, 17]

ગ્રીક લખાણ

બુક હેન્ડ (અન્સિયલ)

ઈસવીસન પૂર્વે ચોથી સદીથી છેક ઈસવીસન આઠ કે નવમી સદી સુધી

મિનિસ્ક્યુલ

ઈસવીસન આઠ કે નવમી સદીથી છેક પંદરમી સદી સુધી

મહત્ત્વના મૅન્યુસ્ક્રિપ્ટ

૪૦૦

૨૦૦

મૃત સરોવરનો વીંટો

ઈસવીસન પૂર્વે બીજી સદીનો છેલ્લો ભાગ

ઈસવીસન પૂર્વે

ઈસવીસન

૧૦૦

[Picture on page 16]

જોન રાઈલેન્ડ્‌ઝ પપાઈરસ ૪૫૭

ઈસવીસન ૧૨૫

૩૦૦

વેટિકન મૅન્યુસ્ક્રિપ્ટ નં. ૧૨૦૯

ચોથી સદીનો પહેલો ભાગ

સિનાઈટિક મૅન્યુસ્ક્રિપ્ટ

ચોથી સદી

૪૦૦

એલેક્ષાંડ્રિન મૅન્યુસ્ક્રિપ્ટ

પાંચમી સદીનો પહેલો ભાગ

૫૦૦

૭૦૦

૮૦૦

[Pictures on page 15]

ઉપર: કોનસ્ટેનટીન વૉન ટિશનડૉફ

જમણી બાજુ: બરનાર્ડ ડે મોન્ટફોકોન

[Credit Line]

© Réunion des Musées Nationaux/ Art Resource, NY

[Picture Credit Line on page 16]

મૃત સરોવરનો વીંટો: Shrine of the Book, Israel Museum, Jerusalem

[Picture Credit Lines on page 17]

Typographical facsimile of Vatican Manuscript No. 1209: From the book Bibliorum Sacrorum Graecus Codex Vaticanus, 1868; Reproduction of Sinaitic Manuscript: 1 Timothy 3:16, as it appears in the Codex Sinaiticus, 4th century C.E.; Alexandrine Manuscript: From The Codex Alexandrinus in Reduced Photographic Facsimile, 1909, by permission of the British Library