સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો પૂછે છે . . . કઈ રીતે મારી આ બીમારી સહન કરી શકું?

યુવાનો પૂછે છે . . . કઈ રીતે મારી આ બીમારી સહન કરી શકું?

યુવાનો પૂછે છે . . . કઈ રીતે મારી આ બીમારી સહન કરી શકું?

નીતિવચનો ૨૦:૨૯માં લખ્યું છે કે ‘જુવાનના બળમાં જ મહિમા છે.’ જો તમે યંગ હોવ, જુવાન હોવ પણ બીમારીના પંજામાં ફસાયેલા હોવ તો તમને એમ થશે કે મારામાં બળ નથી તો મહિમાની વાત જ ક્યાં આવી! તમે ઘણા સમયથી બીમાર હોવ તો મૂંઝાવ નહિ, હિંમત રાખો. ઘણાએ રાખી છે. આપણે ચાર જુવાનો સાથે વાત કરીશું.

હિરોકી જાપાનમાં રહે છે. તે કહે છે કે “જન્મથી જ મારા મગજમાં બીમારી હતી. મારું માથું સીધું રહી શકતું નથી. મારી ડોક એકદમ નબળી છે. મારા હાથને પણ હું કંટ્રોલ કરી શકતો નથી. મારે કરવું હોય કંઈ ને થાય કંઈ બીજું. હું તો બીજા લોકો પર જ નભું છું.”

નેટલી અને એનો ભાઈ જેમ્સ સાઊથ આફ્રિકામાં રહે છે. તેઓ બંનેય ઊંચાઈમાં નાના છે. નેટલીબેનને પીઠના મણકાની પણ બીમારી છે. તે કહે છે કે “મારા મણકાનું ચાર વખત ઑપરેશન કરાવવું પડ્યું છે. મારી કરોડ સીધી નથી. એટલે મારાં ફેફસાં પણ સાવ નબળાં પડી ગયાં છે.”

તીમોથી બ્રિટનમાં રહે છે. સત્તર વર્ષની વયે જ તેને એવી બીમારી થઈ ગઈ, જેને ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ કહે છે. એમાં વ્યક્તિ સાવ નબળી થઈ જાય. તે કહે છે, “મારી તબિયત હાયક્લાસ હતી. બે મહિનાની અંદર જ મારી તબિયત સાવ લથળી ગઈ. એટલી લથળી કે હું તો ઊભો પણ રહી શકતો નહિ.”

ડાનિયેલી ઑસ્ટ્રેલિયામાં રહે છે. તેને ડાયાબિટીસ થયો ત્યારે તે ફક્ત ૧૯ વર્ષની જ હતી. તે કહે છે, “કોઈ મને જુએ તો જરાય લાગે નહિ કે હું બીમાર છું. પણ ડાયાબિટીસ તો મારી નાંખે એવો ભયંકર રોગ છે.”

ચાલો હવે આપણે આ ચારેય સાથે થોડી વાતો કરીએ. તેઓની વાતો સાંભળવાથી તમને હિંમત મળશે. જો તમને કોઈ બીમારી ન હોય તોય તમને હિંમત મળશે, બીજા લોકોનાં દર્દમાં, દુઃખમાં કઈ રીતે સથવારો આપવો એ શીખવા મળશે.

તમને સૌથી વધુ તકલીફ કઈ છે?

નેટલી: મને એમ થાય કે જ્યારે લોકો મને જોતા હશે તો શું વિચારતા હશે. અમુક લોકો તો બસ મને એક નજરે જોયા જ કરે.

ડાનિયેલી: ડાયાબિટીસમાં શું ખાવું ને શું નહિ એની બહુ માથાકૂટ થાય. જો હું ન ખાવાનું ખાઈ બેસું તો હું કદાચ બેભાન પણ થઈ જાઉં. એવી બેભાન કે પછી ભાનમાં ન આવું.

હિરોકી: મારે સ્પેશિયલ વ્હીલચેરમાં બેસવું પડે છે. પંદર પંદર કલાક બસ એમાં ચોંટી રહેવું પડે છે. મીઠી ઊંઘની તો વાત જ મૂકો, જરાક અવાજ થાય ને મારી ઊંઘ ઊડી જાય.

તીમોથી: મને તો માનવામાં જ ન આવ્યું કે હું સાવ નબળો થઈ ગયો છું. હું બહું નિરાશ થઈ ગયો હતો, થયું કે આ વાત કોને કરવી!

બીજી કઈ કઈ તકલીફ તમને નડે છે?

ડાનિયેલી: ડાયાબિટીસને લીધે હું થાકી જાઉં છું. હું જુવાન છું છતાંય મારે બીજા લોકો કરતાં વધારે ઊંઘવું પડે છે. આ એવી બીમારી છે જેનો કોઈ ઇલાજ નથી.

નેટલી: હું એકલી શૉપિંગ કરવા જાઉં ત્યારે તકલીફ ઊભી થાય. હું છું નાની. ઘણી વસ્તુઓ મને એટલી ઊંચી લાગે કે હું પહોંચી પણ ન શકું.

તીમોથી: મારા શરીરમાં ચોવીસે કલાક દુખાવો રહે છે. હું ડિપ્રેસ થઈ જાઉં છું. મને એમ થાય કે પહેલાં તો હું ઘણું કરી શકતો. મને ફૂટબોલ રમવો ગમે, સ્ક્વોશ રમવો ગમે. પણ હવે મારાથી કંઈ નથી થતું, બસ વ્હીલચેરમાં જ બેસી રહેવું પડે.

હિરોકી: હું બોલું ત્યારે મારી જીભ તોતડાય છે. એટલે મને એમ થાય કે આના કરતાં તો ન બોલવું સારું. મારા હાથનો કંટ્રોલ નથી રાખી શકતો. ભૂલથી કોઈને મારો હાથ લાગી પણ જાય, પછી મારાથી સોરી પણ કહેવાતું નથી!

તમને હિંમત કઈ રીતે મળે છે?

ડાનિયેલી: હું મારા દુઃખમાં જ ડૂબી રહેતી નથી. મારું ફેમીલી પણ સરસ છે, મને ઘણો સથવારો આપે છે. મંડળમાં મને ઘણો પ્રેમ મળે છે. ખુદ પરમેશ્વર યહોવાહનો સથવારો છે તો બીજું શું જોઈએ. ડાયાબિટીસને કઈ રીતે કંટ્રોલમાં રાખવું એ વિષે નવું નવું જાણતી રહું છું. મારી હેલ્થનું ધ્યાન રાખું છું.

નેટલી: પ્રાર્થના કરવાથી મને હિંમત મળે છે. હું બીઝી રહું છું. અને ખોટા વિચારો કરતી નથી. મારા મમ્પી-પપ્પા ખૂબ જ સથવારો આપે છે.

તીમોથી: હું મારા દિવસની શરૂઆત ડેઈલી ટૅક્સ્ટ વાંચીને કરું છું. જ્યારે હું નિરાશ થઈ ગયો હોઉં ત્યારે બાઇબલ વાંચું છું. પ્રાર્થના કરું છું.

હિરોકી: મને એમ થાય કે ખોટી ચિંતા કરવાથી શું ફાયદો! ભલે હું બીમાર છું, પણ હું બાઇબલ વાંચવાનું ભૂલતો નથી. જ્યારે મારી ઊંઘ ઊડી જાય ત્યારે હું પ્રાર્થના કરું છું.—રૂમી ૧૨:૧૨ વાંચો.

બીજા લોકોએ તમને કેવી રીતે હિંમત આપી છે?

હિરોકી: મંડળના વડીલો મને ખૂબ જ હિંમત આપે છે, મારાથી જે કંઈ થાય એ તેઓને ગમે છે. મંડળના ભાઈ-બહેનો મને રિટર્ન વિઝિટ કરવા અને બાઇબલ સ્ટડીમાં લઈ જાય છે.—રૂમી ૧૨:૧૦ વાંચો.

ડાનિયેલી: મંડળના ભાઈ-બહેનો મને જોઈને રાજી થાય, મને હિંમત આપે, એના સિવાય મને બીજું શું જોઈએ!

તીમોથી: મંડળમાં એક બા છે, જે મને હંમેશાં હિંમત આપે છે. વડીલો અને તેઓની પત્નીઓએ પણ મને હંમેશાં હિંમત આપી છે અને સારી સલાહ આપી છે. એક ૮૪ વર્ષના દાદાજી છે. તેમણે મને મારાથી થાય, એટલું જ કરવાનું શીખવ્યું છે. એક બીજા ભાઈ છે જે મને હંમેશાં પ્રચારમાં લઈ જાય છે. અમે એવા એરિયામાં પ્રચાર કરીએ, જ્યાં હું વ્હીલચેરમાં જઈ શકું.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨ વાંચો.

નેટલી: હું કિંગ્ડમ હૉલમાં પગ મૂકું ને તરત જ બધાય મારો દિલથી આવકાર કરે છે. જેઓ મોટી ઉંમરના છે, તેઓ હંમેશાં મને કંઈ ને કંઈ કહે છે, જેનાથી હિંમત મળી શકે.—૨ કોરીંથી ૪:૧૬, ૧૭ વાંચો.

તમે કઈ રીતે સારા વિચારો કરી શકો છો?

હિરોકી: હું તો યહોવાહનો સેવક છું. બધાય યહોવાહના સેવકો પાસે શ્રદ્ધા છે, એક નવી દુનિયા આવશે એવી આશા છે. આવી આશામાં કોણ નિરાશ થાય!—૨ કાળવૃત્તાંત ૧૫:૭ વાંચો.

ડાનિયેલી: ભલે મને ગમે એવી બીમારી હોય, યહોવાહે મને કેટલું સરસ જ્ઞાન આપ્યું છે. ઘણા લોકો એવા છે જેઓને કંઈ તકલીફ નથી, કોઈ જાતની બીમારી નથી, તોપણ તેઓ આશા વગર ભટકે છે.—નીતિવચનો ૧૫:૧૫ વાંચો.

નેટલી: યહોવાહના સેવકોના અનુભવો વાંચવાથી હિંમત મળે છે. ઘણાય તો કપરા સંજોગોમાં યહોવાહને વળગી રહ્યા એ જાણીને પણ હિંમત મળે છે. હું કિંગ્ડમ હૉલમાં જાઉં ત્યારે, મને ખરેખર ગર્વ થાય કે હું સાચા પરમેશ્વર યહોવાહની સેવા કરું છું.—હેબ્રી ૧૦:૨૪, ૨૫ વાંચો.

તીમોથી: ૧ કોરીંથી ૧૦:૧૩ જણાવે છે કે આપણાથી સહન ન થાય એવું કંઈ દુઃખ આપણે માથે નહિ આવે. મને એમ થાય કે યહોવાહ જાણે છે કે મારાથી આ દુઃખ સહન થઈ શકશે, યહોવાહને મારામાં આટલો ભરોસો છે, એ જાણીને મને હિંમત મળે છે. (g08 02)

“યુવાનો પૂછે છે . . . ” એ વિષે વધુ લેખો જોવા હોય તો અમારી વેબ સાઈટ પર જઈ શકો. www.watchtower.org/​ype

આના વિષે વિચાર કરો

▪ હિરોકી અને તીમોથી બંનેય વ્હીલચેરમાં છે. તમે એવા સંજોગમાં હોવ તો, તેઓના વિચારો તમને કેવી રીતે હિંમત આપી શકે?

▪ ડાનિયેલીએ કહ્યું કે ‘ડાયાબિટીસ એવો રોગ છે જે કોઈ જોઈ નથી શકતું. ઘણાયને ખબર નથી કે એ ખરેખર ખતરનાક રોગ છે.’ શું તમને એવી કોઈ બીમારી છે, જે કોઈને ન દેખાય, પણ તમે અંદરથી પીડાતા હોવ? તમને ડાનિયેલીના શબ્દોથી કઈ રીતે હિંમત મળી શકે?

▪ નેટલીને એમ થાય કે લોકો મને જોઈને શું વિચારતા હશે. તમે એવા કોઈને જુઓ તો કેવી રીતે સથવારો આપી શકો? નેટલીમાં હિંમત કેવી રીતે આવી, એમાંથી તમે શું શીખી શકો?

▪ નીચે એક લિસ્ટ બનાવો અને જે લોકોને બીમારી હોય તેઓનાં નામ લખો.

 

▪ તમે કઈ રીતે તેઓને સથવારો આપી શકો?

 

 

[Box on page 23]

બાઇબલમાંથી હિંમત ભેગી કરો

જે લોકો બીમાર હતા, તેઓ પર ઈસુને ખૂબ જ દયા આવી હતી.—માર્ક ૧:૪૧.

“ઈસુ રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો, ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો ફર્યો.” આ બતાવે છે કે ઈસુ આ ધરતી પર કેવા આશીર્વાદો લાવશે.—માત્થી ૪:૨૩.

‘હું માંદો છું, એવું કોઈ પણ કહેશે નહિ.’ કોઈ પણ દુઃખી નહિ થાય.—યશાયાહ ૩૩:૨૪; પ્રકટીકરણ ૨૧:૧-૪.

કોઈ મરશે પણ નહિ.—૧ કોરીંથી ૧૫:૨૫, ૨૬.

[Picture on page 22]

હિરોકી, ૨૩, જાપાન

[Picture on page 22]

નેટલી, ૨૦, સાઊથ આફ્રિકા

[Picture on page 22]

તીમોથી, ૨૦, યૂકે

[Picture on page 22]

ડાનિયેલી, ૨૪, ઑસ્ટ્રેલિયા