સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

“જોવા મળ્યું છે કે પૃથ્વીનું તાપમાન વધવાથી અથવા બીજા કોઈ કારણને લીધે ૧૯૭૦ અને ૧૯૯૦ના દાયકાઓ વચ્ચે વાતાવરણથી જોડાએલી આફતો ત્રણ ગણી વધી ગઈ છે.”—ધી ઈકોનોમિસ્ટ, બ્રિટન. (g08 02)

અમેરિકાના ઇલિનોઈ રાજ્યમાં દસ મહિનાના બાળક પાસે બંદૂકનું લાયસન્સ છે. એ લાયસન્સ તેના પપ્પાએ માંગ્યું હતું. બાળકનું કદ ૨ ફુટ ૩ ઈંચ અને વજન ૭.૫ કિલો હોવું જોઈએ. એ રાજ્યમાં બંદૂકનું લાયસન્સ બાળકોથી માંડીને ઘરડાં લોકો, એટલે કે કોઈ પણ મેળવી શકે છે.—કૅબલ ન્યૂઝ નેટવર્ક, અમેરિકા. (g08 02)

ગ્રીસમાં “૧૬ વર્ષથી ઓછી ઉંમરના ૬૨ ટકા બાળકોએ કબૂલ્યું કે તેઓએ ઇન્ટરનેટથી પૉર્નોગ્રાફીને લગતી માહિતી મોબાઇલ પર રાખી છે.”—એલીફથીરોતીપીઆ ન્યૂઝપેપર, ગ્રીસ. (g08 03)

બ્રિટનમાં ૮૨ ટકા લોકોને લાગે છે કે “ભાગલા અને ચિંતાનું કારણ ધર્મ છે.”  —ધ ગાર્ડિયન ન્યૂઝપેપર, બ્રિટન. (g08 03)

જ્યોર્જિયામાં યહોવાહના ભક્તોને આઝાદી મળી

જ્યોર્જિયામાં યહોવાહના સાક્ષીઓ પર જુલમ થતો હતો, પણ ત્યાંની સરકાર ચૂપચાપ તમાશો જોતી હતી. તેથી, યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સે જ્યોર્જિયાની સરકારને ઠપકો આપ્યો. અદાલતે કહ્યું કે યહોવાહના સાક્ષીઓ ખ્રિસ્તી ધર્મ તરીકે જાણીતા છે. તેઓ ભક્તિ કરવા ભેગા મળે અને બાઇબલ સ્ટડી કરે એ તેઓનો હક્ક છે. તેમ જ અદાલતે સરકારને હુકમ કર્યો કે યહોવાહના સાક્ષીઓને જે નુકસાન થયું અને કોર્ટ-કચેરીને લગતો જે ખર્ચ થયો એ ભરી આપે. ઑક્ટોબર ૧૯૯૯થી નવેમ્બર ૨૦૦૨ સુધીમાં યહોવાહના સાક્ષીઓ પર ૧૩૮ હુમલા થયા હતા. અને યહોવાહના સાક્ષીઓએ જ્યોર્જિયાના અધિકારીઓ આગળ ૭૮૪ ફરિયાદો નોંધાવી. તોપણ કોઈ પગલાં ભરવામાં આવ્યા નહિ. પોલીસે પણ હુમલો થયો ત્યાં તાત્કાલિક આવવાની ના પાડી. તેમ જ ભોગ બનેલા સાક્ષીઓનું રક્ષણ કરવાની ના પાડી. પણ યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સે મદદ કરી પછી નવેમ્બર ૨૦૦૩થી સાક્ષીઓની સતાવણી ઓછી થઈ રહી છે. (g08 02)

સ્ત્રીઓને નિરાશ કરતા ચિત્રો

અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિસ્સોરી-કોલંબિયાનો એક રિપૉર્ટ કહે છે: “મૅગેઝિનના કવર પર પાતળી પાતળી મનમોહક છોકરીઓની ફિગર જોઈને બધી જ સ્ત્રીઓ નિરાશ થઈ જાય છે. કેમ કે તેઓ એને પોતાની ફિગર સાથે સરખાવે છે, પછી ભલેને પોતાની ઉંમર, કદ અને વજન ગમે તેટલું હોય.” શિક્ષણ, સ્કૂલ અને મનોવિજ્ઞાન વિષે સલાહ આપતી પ્રોફેસર મિન્ટસ કહે છે: “એમ માનવામાં આવતું હતું કે ફક્ત જાડી સ્ત્રીઓ જ, ટીવી અને મૅગેઝિનના કવર પરની છોકરીની ફિગર જોઈને બહુ નિરાશ થઈ જાય છે. પણ અમને જોવા મળ્યું છે કે પાતળી સ્ત્રીઓ પણ એવા ચિત્રો જોઈને નિરાશ થઈ જાય છે.” (g08 02)

ચોસઠ વર્ષથી માથાનો દુખાવો

‘શિનશુઆ’ સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે હમણાં જ એક ચીની સ્ત્રીને ખબર પડી કે છેલ્લાં ૬૦ વર્ષથી કેમ તેને “સતત માથું દુખે છે.” ડૉક્ટરોએ તેના માથામાંથી ત્રણ સેન્ટિમિટર લાંબી પિસ્તોલની ગોળી કાઢી ત્યારે તેને રાહત થઈ. ૧૯૪૩માં જાપાને ચીન સાથે લડાઈ કરી ત્યારે એ સ્ત્રી ૧૩ વર્ષની હતી. એ વખતે તેને માથામાં ગોળી વાગી હતી. કોઈને સપને પણ ખ્યાલ ન હતો કે શા માટે તેનું માથું દુખે છે. તેને સતત બહુ જ માથું દુખવા લાગ્યું ત્યારે તે ડૉક્ટર પાસે ગઈ. તેઓએ તેના માથાનો એક્સ-રે લીધો. એનાથી ખબર પડી કે માથામાં પિસ્તોલની ગોળી છે. હવે એ સ્ત્રી ૭૭ વર્ષની છે અને એજન્સીના રિપૉર્ટ પ્રમાણે તેની તંદુરસ્તી “બહુ સારી છે.” (g08 03)

સૌથી વધારે જીવતી વહેલ માછલી

વર્ષ ૨૦૦૭માં અલાસ્કા પ્રદેશના શિકારીઓએ બૉહેડ વહેલ માછલીનો શિકાર કર્યો. તેઓને જોવા મળ્યું કે એ વહેલના શરીરમાં, માછલી પકડવાના ભાલાના અમુક ટુકડાઓ ફસાયા હતા. એ ભાલો બહુ જૂનો હતો. ધ બોસ્ટન ગ્લોબ ન્યૂઝપેપરનું કહેવું છે કે એ ટૂકડા વિસ્ફોટથી વહેલને મારી નાખવા માટે બનાવેલા ભાલાના હતા. એવા ભાલાઓ ૧૮૦૦ના દાયકાના અંતે ન્યૂ બેડફોર્ડ શહેરમાં બનાવવામાં આવ્યા હતા. અમુક સમય પછી આવા ભાલા વાપરવાનું બંધ થઈ ગયું. તેથી ન્યૂ બેડફોર્ડ વહેલ અજાયબ ઘરના ઇતિહાસકાર એ નિર્ણય પર આવ્યા કે એ વહેલને ૧૮૮૫થી ૧૮૯૫ની વચ્ચે એ ભાલો લાગ્યો હતો. એનો અર્થ થયો કે ૨૦૦૭માં તેનો શિકાર થયો ત્યારે તે લગભગ ૧૧૫ વર્ષની હશે. ગ્લોબ ન્યૂઝપેપરનું કહેવું છે કે આ શોધ “લોકોની જૂની માન્યતાની સાબિતી આપે છે કે બૉહેડ વહેલ એવા પ્રાણીઓમાં આવે છે જે સૌથી વધારે જીવે છે. લોકોનું માનવું છે કે વહેલ ૧૫૦ વર્ષ જીવે છે.” (g08 03)