સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્વ લોકો માટેનું પુસ્તક

સર્વ લોકો માટેનું પુસ્તક

સર્વ લોકો માટેનું પુસ્તક

કયું પુસ્તક સર્વ લોકો માટે હોય શકે? અમેરિકાના કૉલરાડો રાજ્યની એક સ્ત્રીએ “સર્વ લોકો માટેનું પુસ્તક” વાંચ્યું. એ બ્રોશર બાઇબલ વિષે ઘણું જણાવે છે. આજે પણ દરેકે બાઇબલ વાંચવું જોઈએ. એ સ્ત્રીએ આ બ્રોશર વિષે પત્ર લખ્યો:

“આ બ્રોશરના પહેલાથી છેલ્લા પાના સુધી વાંચવાની મઝા આવી ગઈ. એક વાર એને વાંચવાનું શરૂ કર્યા પછી બાજુ પર મૂકવાનું મન જ નહોતું થતું. એમાં સારી રીતે સમજાવવામાં આવ્યું છે કે બાઇબલ અને વિજ્ઞાન કઈ રીતે એકબીજા સાથે મળતા આવે છે. બાઇબલનું ભાષાંતર એ રીતે કરવામાં આવ્યું છે કે લોકો વાંચીને તરત જ સમજી જાય. એટલું જ નહિ, એમાં જોવા મળે છે કે બાઇબલનો નાશ કરવાની ઘણી કોશિશ થઈ છતાંય, બાઇબલ આપણા સમય સુધી ટકી રહ્યું છે.”

ખરેખર, બાઇબલ જેવું પુસ્તક બીજું કોઈ નથી. આખા ઇતિહાસમાં બાઇબલ સૌથી વધારે વહેંચવામાં આવ્યું છે. જોકે ૨,૦૦૦ વર્ષ પહેલાં બાઇબલ લખાયું. તોપણ, એમાં વિજ્ઞાન વિષે જે કંઈ માહિતી છે સાચી છે. બાઇબલનું શિક્ષણ આપણા જીવન માટે પણ બહુ મહત્ત્વનું છે.

તમે પણ આ ૩૨ પાનાના બ્રોશર વિષે વધારે માહિતી મંગાવી શકો. નીચેની કૂપન ભરીને આ મૅગેઝિનના પાન પાંચ પર આપેલા યોગ્ય સરનામા પર એ મોકલો. (g08 02)

❑ આ બ્રોશર વિષે મને વધારે જાણવું છે.

❑ મને બાઇબલ વિષે વધારે શીખવું છે. (કોઈ ચાર્જ નથી)