ટીનેજરને ઉછેરવા તેઓને સમજો
ટીનેજરને ઉછેરવા તેઓને સમજો
માની લો કે કોઈ વ્યક્તિ અમેરિકા ફરવા જાય છે. તે ત્યાંના લોકો સાથે વાત કરવા કોશિશ કરે છે, પણ તેને અંગ્રેજી આવડતું ન હોવાથી વાત કરવી મુશ્કેલ લાગે છે. એ માટે તે ડિક્શનરી ખરીદવા વિચારે છે, અથવા કોઈ તેને માટે ભાષાંતર કરે એવું વિચારે છે. એ વ્યક્તિ ગમે તેમ કરીને પોતાના વિચારો બીજાને જણાવવા કોશિશ કરે છે.
ઉપરના દાખલામાં જોયું કે વ્યક્તિને અંગ્રેજીમાં વાત કરવી મુશ્કેલ લાગી. પણ તેણે ત્યાંની ભાષા સમજવા અલગ-અલગ રીતે કોશિશ કરી. એવી જ રીતે માબાપને તેમના ટીનેજરને સમજવું અને માર્ગદર્શન આપવું મુશ્કેલ લાગી શકે. પણ ટીનેજરની મુશ્કેલીઓને સમજવા તેઓએ અલગ-અલગ રીતે કોશિશ કરવી જોઈએ. પહેલા તો તેઓએ સમજવું જોઈએ કે શા માટે ટીનએજરના જીવનમાં અનેક ફેરફારો થઈ રહ્યા છે.
યુવાનનું વર્તન કેમ આવું છે?
બાળક યુવાની તરફ ડગ માડે તેમ તે જાતે નિર્ણયો લેવા કોશિશ કરે છે. એટલે તે ચાહે છે કે માબાપ તેને વધારે છુટ આપે. સંતાન છુટ લે ત્યારે માબાપે એવું ના વિચારવું જોઈએ કે તે મનમાની કરી રહ્યું છે. બાઇબલ જણાવે છે કે એક સમય આવશે જ્યારે ‘માણસ પોતાનાં માબાપને છોડી દેશે.’ (ઉત્પત્તિ ૨:૨૪) એટલે સંતાન થોડી છૂટ લે એમાં કંઈ ખોટું નથી, કેમ કે આગળ જતાં પોતાના નિર્ણયો તેણે જ લેવાના છે.
હવે ચાલો આપણે પહેલા લેખના અમુક અનુભવો પર વિચાર કરીએ. એમાં જોઈશું કે કેમ ટીનએજર આવી રીતે વર્તે છે.
બ્રિટનના લીલીએ કહ્યું કે “મારો દીકરો ટીનેજર થયો ત્યારે મારું તરત માનતો નહીં. અરે મારી સામે થવા લાગ્યો!”
શા માટે યુવાનો માબાપની વાત તરત જ માનતા નથી? કેમ કે ઉંમર વધે તેમ તેઓને માબાપે કહેલી દરેક બાબતોની પૂરેપૂરી સમજણ જોઈએ છે. એ નહિ મળવાથી તેઓ સામે દલીલો કરે છે. એક ઈશ્વરભક્તે કહ્યું કે ‘જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની જેમ સમજતો હતો; પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.’ (૧ કોરીંથી ૧૩:૧૧) બાળકો યુવાન થાય તેમ તેઓની સમજશક્તિ વધે છે. તેઓને ઘણું બધું જાણવાની હોંશ હોય છે, એટલે માબાપે શું કરવું અને શું ના કરવું એની સમજણ આપવી જોઈએ. એનાથી યુવાનો પોતે ‘ખરૂંખોટું પારખતા’ શીખી શકશે.—હેબ્રી ૫:૧૪.
ઘાનાના જોને કહ્યું કે “અમારી બંનેવ દીકરીઓ અરીસા આગળથી ખસતી જ નથી.”
જ્યારે યુવાની શરૂ થાય છે ત્યારે તેઓ પોતાના દેખાવ પ્રત્યે વધારે સજાગ બને છે. તેઓના શરીરમાં અનેક ફેરફારો થતાં હોય છે. એ ફેરફારો અમુક છોકરીઓને ગમે છે ને અમુક ગભરાઈ જાય છે. તેઓને હવે મેકઅપ લગાડવાનું મન થાય છે. તેઓને ચિંતા થાય છે કે ચહેરા પર થતાં ખીલ તેમની બ્યુટીને ઝાંખી ના પાડી દે. આ બધા કારણોને
લીધે કદાચ તેઓ ભણવામાં ધ્યાન આપવાને બદલે દેખાવ પાછળ જ વધારે સમય કાઢે છે.ફિલિપાઈન્સના ડેવિડે કહ્યું કે ‘અમારા છોકરાઓ પોતાની રૂમમાં જ ભરાઈ રહે. અથવા ફ્રેન્ડસ સાથે ટાઇમ પાસ કરે. અમને તો ગણકારતા જ નથી.’
યુવાનો પોતાની જ દુનિયામાં મસ્ત રહે એ સારું નથી. (એફેસી ૫:૧૨) પણ યુવાન પોતાની રૂમમાં એકાંતમાં થોડોક સમય ગાળે તો એમાં કંઈ ખોટું નથી. ઈસુ ખ્રિસ્ત પણ અમુક વખતે “એકાંત” સ્થળે જતાં. (માત્થી ૧૪:૧૩) ઉંમર વધે તેમ યુવાનોને એકલા રહેવા સમયની જરૂર છે. જીવનમાં કંઈ પણ નિર્ણય લેવો પડે ત્યારે એના પર વિચાર કરી શકે. તેઓ સમજી શકશે કે અમુક નિર્ણય લેવાથી તેઓને શું ફાયદો થશે. એટલે યુવાનો એકલા રહેવા થોડો સમય કાઢે ત્યારે માબાપે ચિંતા ન કરવી જોઈએ.
યુવાનોને માબાપને બદલે દોસ્તો સાથે વધારે ટાઇમ પાસ કરવાનું ગમે છે. પણ બાઇબલ ચેતવે છે કે “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) સાથે સાથે બાઇબલ એ પણ કહે છે કે “સાચો મિત્ર હમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઈ જન્મ્યો છે.” (નીતિવચનો ૧૭:૧૭, IBSI) આ બતાવે છે કે સંતાનો સારા મિત્રોની સોબત કરે એમાં કંઈ વાંધો નથી. એમાંથી તેઓ શીખી શકશે કે બીજા સાથે કેવી રીતે વહેવાર રાખી શકે. અને આ આવડત જીવનમાં ખૂબ જરૂરી છે.
માબાપો, આ લેખ વાંચીને તમે જોઈ શકશો યુવાની શરૂ થતાં સંતાનોના જીવનમાં અનેક ફેરફારો થાય છે. કદાચ તમારું સંતાન પણ લેખમાં આપેલા અનુભવોની જેમ વર્તતું હોય. જો એમ હોય તો તમારી પાસે એક મોટી જવાબદારી છે. તમારે સમજવું જોઈએ કે શા માટે તેઓના વર્તનમાં ફરક પડ્યો છે. એમ કરશો તો તમે સમજી-વિચારીને માર્ગદર્શન આપી શકશો. તમારા યુવાનોને સારી રીતે માર્ગદર્શન આપવાં આગળનો લેખ મદદ કરશે. (g 6/08)
[Blurb on page ૨૧]
ઉંમર વધે તેમ યુવાનોને માબાપે કહેલી દરેક બાબતોની પૂરેપૂરી સમજણ જોઈએ છે. સમજણ નહિ મળવાથી તેઓ સામે દલીલો કરી શકે