સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તરુણોમાં થતી નિરાશા

તરુણોમાં થતી નિરાશા

તરુણોમાં થતી નિરાશા

મારિત્સા મેક્સિકોના ઇંગ્લીશ સ્પીકિંગ કોર્સની સ્ટુડન્ટ હતી. ટીચરે ક્લાસના બધા જ સ્ટુડન્ટને કોઈ પણ એક વિષય તૈયાર કરીને બોલવાનું કહ્યું. મારિત્સા જણાવે છે: ‘જ્યારે હું બહુ જ ડિપ્રેસ હતી ત્યારે ડિપ્રેસનને લગતા લેખો સપ્ટેમ્બર ૮, ૨૦૦૧ના અવેક!માં હતા. એ લેખોનો વિષય હતો, ‘ડિપ્રેસ ટીનેજર માટે મદદ’ (અંગ્રેજી). એ લેખે મને ડિપ્રેસનમાંથી બહાર આવવા ઘણી મદદ કરી. આ માહિતીના અમુક મુદ્દાઓને મેં મારા ક્લાસમાં જણાવ્યા. એ કારણે મને બહુ સરસ માર્ક્સ મળ્યા. એ પત્યા પછી મેં આ લેખોની કૉપી સ્ટુડન્ટસ્‌ અને ટીચરને આપી.

કોર્સ પત્યાના બે વર્ષ પછી મારિત્સાને પ્રચારમાં એક છોકરી મળી. એ છોકરી પણ મારિત્સાએ કોર્સ કર્યો હતો ત્યાં જ ઇંગ્લીશ સ્પીકિંગ કોર્સ કરતી હતી. એ છોકરીએ ‘ડિપ્રેસ ટીનેજર માટે મદદʼને (અંગ્રેજી) લગતા લેખોની કૉપી મારિત્સાને બતાવી. એ જોઈને મારિત્સાને ખ્યાલ આવ્યો કે ટીચરને એ કૉપી ખૂબ જ ગમી હશે. એટલે જ તે પોતાના બધાં જ સ્ટુડન્ટને એ કૉપી આપતા હશે.

પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે બુક ટીનેજમાં થતા ડિપ્રેસનમાંથી બહાર નીકળવા વધારે માહિતી આપે છે. આ બુકમાં અમુક વિષયો છે: “શા માટે હું આટલો ઉદાસીન બની જાઉં છું?” “શા માટે મને હું ગમતો નથી?” “હું મારી એકલતા કઈ રીતે દૂર કરી શકું?” તમને એ વિષે વધારે માહિતી જોઈતી હોય તો નીચેની કૂપન ભરીને યોગ્ય સરનામાં પર મોકલી શકો. એ સરનામાં આ મૅગેઝિનના પાંચમા પાના પર આપેલાં છે. (g 4/08)

❑ આ બુક વિષે મને વધારે જાણવું છે.

❑ મને બાઇબલ વિષે વધારે શીખવું છે. (કોઈ ચાર્જ નથી).