સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુઃખમાં સહારો

દુઃખમાં સહારો

દુઃખમાં સહારો

▪ એક સ્ત્રી જ્યારે બાર વર્ષની હતી ત્યારે તેના પપ્પા ગુજરી ગયા હતા. તેના માથે તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા. એ દુઃખમાંથી બહાર આવતા તેમને ઘણા વરસો લાગ્યા. એ સમય દરમિયાન તેમણે શું અનુભવ્યું એ વિષે યહોવાહના સાક્ષીઓની કૅનેડાની બ્રાંચ ઑફિસને પત્રમાં જણાવ્યું:

‘જ્યારે પણ મને પપ્પાની યાદ આવે છે ત્યારે મારી આંખો ભરાઈ આવે છે. પણ ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે? એ બ્રોશર વાંચવાથી મને દિલાસો મળ્યો છે. શોકમાંથી બહાર આવવા અને મારી લાગણીઓ પર કાબૂ રાખવા એ બ્રોશરે મને ઘણી મદદ કરી. એમાં આપેલી બાઇબલ કલમો વાંચવાથી, એના પર મનન કરવાથી તેમ જ ઈશ્વરને પ્રાર્થના કરવાથી મને રાહત મળી છે. ગુજરી ગયેલા લોકોને ઈશ્વર પાછા ઉઠાડશે એ વચનમાંથી મને આશા મળી છે.

એ બ્રોશરના શબ્દો અને બાઇબલની કલમો હજુ મારા મનમાં છે. જ્યારે હું એના પર વિચાર કરું છું ત્યારે મને મનની શાંતિ મળે છે. ઈશ્વર જાણે કે મારો આધાર હોય એવું લાગે છે. જો તમારા સગાં-વહાલાં કોઈ ગુજરી ગયા હોય તો તમે આ બ્રોશર જરૂર વાંચજો. એનાથી તમને પણ મારી જેમ દુઃખમાં સહારો મળશે.’

શું તમારું કોઈ સગું-વહાલું ગુજરી ગયું છે? શું તમને હજુ તેમનો શોક થાય છે? તમારું હૈયું હળવું કરવા તમને શું મદદ કરી શકે? શું ગુજરી ગયેલા માટે બાઇબલમાં કોઈ આશા છે ખરી? એ સવાલોના જવાબ ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે? બ્રોશરમાં મળશે. તમે પણ આ ૩૨ પાનના બ્રોશર વિષે વધારે માહિતી મંગાવી શકો. નીચેની કૂપન ભરીને આ મૅગેઝિનના પાન પાંચ પર આપેલા યોગ્ય સરનામા પર એ મોકલો. (g 8/08)

❑ આ બ્રોશર વિષે મને વધારે જાણવું છે.

❑ મને બાઇબલ વિષે વધારે શીખવું છે. (કોઈ ચાર્જ નથી)