સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું માન આપવા ખિતાબ વાપરવો જોઈએ?

શું માન આપવા ખિતાબ વાપરવો જોઈએ?

બાઇબલ શું કહે છે

શું માન આપવા ખિતાબ વાપરવો જોઈએ?

પહેલી સદીમાં મોટા લોકોને માન આપવા તેઓનો ખિતાબ વાપરતા. જેમ કે રોમન સમ્રાટને “પાદશાહ” કહીને તેમને માન આપતા. ઈસુના શિષ્યોનો વિચાર કરીએ તો તેઓ એકબીજાને નામથી બોલાવતા. પણ શું તેઓ પ્રચારમાં કે કોઈ પણ સ્થળે અધિકારીઓને મળતા ત્યારે તેઓની પદવીને માન આપતા?—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૨૧.

આ પ્રશ્નનો જવાબ મેળવીને આપણને શીખવા મળશે, કે અધિકારીઓ માટે ખિતાબ વાપરવો જોઈએ કે નહિ.

માન આપવું

ઈશ્વરભક્ત પાઊલે પહેલી સદીના ભક્તોને કહ્યું કે ‘દરેકને તેના જે હક હોય તે આપો, જેને માનનો તેને માન.’ (રૂમી ૧૩:૭) પાઊલે ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે મોટા માણસને માન આપવું જોઈએ. એ માટે તેઓનો ખિતાબ વાપરવો જોઈએ. આજે ઘણા લોકો સરકારી અધિકારીઓને સાહેબ સાહેબ કહીને માન આપે છે. પણ સવાલ થાય કે અધિકારીઓનું વર્તન સારું ન હોય તો પણ શું તેઓ માટે ખિતાબ વાપરવો જોઈએ?

હા વાપરવો જોઈએ, કેમ કે યહોવાહ કહે છે કે આપણે ‘અધિકારીઓને આધીન રહેવું જોઈએ.’ (૧ પીતર ૨:૧૩, ૧૪) ભલે અધિકારીઓનું વર્તન સારું ન હોય તો પણ આ રીતે આપણે અધિકારીને નહીં પણ તે જે જવાબદારી નિભાવે છે એને માન આપીએ છીએ.—રૂમી ૧૩:૧.

જ્યારે આપણે કોઈ અધિકારીને માન આપીએ છીએ ત્યારે એનો અર્થ એવો નથી કે આપણને તેઓનું વર્તન ગમે છે. આને વધારે સમજવા ચાલો આપણે ઈશ્વરભક્ત પાઊલના જીવનનો એક બનાવ જોઈએ.

પાઊલે ખિતાબ વાપર્યો

એક વખતે યરૂશાલેમની સરકારે કોઈ પણ કારણ વગર પાઊલને પકડીને જેલમાં નાંખ્યા. તેમનો ન્યાય કરવાની જવાબદારી રાજ્યપાલ ફેલીક્સને સોંપી. પણ તે ચાહતા હતા કે પાઊલ તેમને લાંચ આપે. પણ પાઊલે તેમને લાંચ આપી નહીં. આ બનાવ વિષે એક ઇતિહાસકારે લખ્યું કે ‘ફેલીક્સ, દુષ્ટ કામ કરવા ગમે એ હદે જઈ શકે એવી વ્યક્તિ હતી.’ પાઊલ એ જાણતા હતા તેમ છતાં તેમણે ફેલીક્સ સાથે ઘણી વાર વાત કરી. પાઊલે માનથી વાત કરી, કેમ કે તે ચાહતા હતા કે ફેલીક્સ યહોવાહનો સંદેશ સાંભળે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૬.

સમય જતાં ફેલીક્સના સ્થાને ફેસ્તસ રાજ્યપાલ બન્યા. અને તે પાઊલનો ન્યાય કરવાના હતા. ફેસ્તસે યહુદીઓને ખુશ કરવા પાઊલને કહ્યું કે ‘ન્યાય કરવા હું તને યરૂશાલેમ લઈ જઈશ.’ પણ પાઊલને ત્યાં જવું ન હતું, કેમ કે બીજા અધિકારીઓ તેમની સાથે ભેદભાવ રાખતા હતા. તેથી પાઊલે કહ્યું કે ‘હું રાજાની પાસે ન્યાય માગું છું.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૧.

હવે, આ વિષે રાજાને શું કહેવું એની ફેસ્તસને ખબર પડતી ન હતી. પણ અમુક સમય પછી આગ્રીપા રાજા ખુદ ફેસ્તસની મદદે આવ્યા. તેઓ એકબીજાને મળ્યા, અને વાતચીત કરી. પછીના દિવસે જ પાઊલનો ન્યાય કરવા તેઓ આગળ લાવવામાં આવ્યા. ત્યાં આગ્રીપા રાજા પોતાના સરદારો અને શહેરના મુખ્ય માણસો સાથે દરબારમાં આવ્યા. અને પાઊલનો કેસ શરૂ થયો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૩-૨૩.

પાઊલે આગ્રીપા સાથે વાત કરતી વખતે નામને બદલે “રાજા” એવો ખિતાબ વાપર્યો. પછી પાઊલે માન આપતા કહ્યું કે ‘જે રિવાજો તથા મતો યહુદીઓમાં ચાલે છે તે સર્વ વિષે આપ માહિતગાર છો.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨, ૩) ભલે પાઊલે વખાણ કર્યા, પણ તે જાણતા હતા કે આગ્રીપા ખરાબ માણસ હતો. તેમણે પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો હતો. આ વિષે બીજા લોકોને પણ ખબર હતી. રાજા સારા ન હતા તોપણ પાઊલે તેમને માન આપ્યું.

જ્યારે પાઊલે પુરાવો આપ્યો કે તે નિર્દોષ છે ત્યારે ફેસ્તસે મોટેથી કહ્યું કે “પાઊલ, તું ઘેલો છે.” પાઊલે ગુસ્સે થવાને બદલે શાંતિથી કહ્યું કે “નેકનામદાર ફેસ્તસ, હું ઘેલો નથી; પણ સત્યની તથા ડહાપણની વાતો કહું છું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૪, ૨૫) પાઊલના દાખલામાંથી જોવા મળે છે કે અધિકારીઓ સારા ન હતા તોપણ તેમણે માન આપ્યું. આપણે પણ અધિકારીઓ સારા ન હોય તો પણ તેમને માન આપીને ખિતાબ વાપરવો જોઈએ.

ધાર્મિક ખિતાબ હોય ત્યારે શું કરવું?

બાઇબલ જણાવે છે કે “દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી; જે અધિકારીઓ છે તેઓ દેવથી નીમાએલા છે.” (રૂમી ૧૩:૧) તેથી આપણે અધિકારીઓને આધીન રહેવું જોઈએ. તેઓને માન આપવા ખિતાબ વાપરવો જોઈએ. કોઈ વ્યક્તિનો ધાર્મિક ખિતાબ હોય તો પણ શું આપણે એ ખિતાબ વાપરવો જોઈએ? ઈસુએ જણાવ્યું કે “તમે રાબ્બી ન કહેવાઓ; કેમ કે એક જ તમારો ગુરુ છે, ને તમે સઘળા ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમ કે એક જે આકાશમાં છે, તે તમારો બાપ છે. અને તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારો સ્વામી છે.”—માત્થી ૨૩:૮-૧૦.

આ કલમોમાંથી શીખવા મળે છે કે કોઈ પણ ધાર્મિક ખિતાબ હોય તો આપણે એ ખિતાબ ન વાપરવો જોઈએ. પણ સવાલ થાય કે કોઈ સરકારી અધિકારીઓનો ધાર્મિક ખિતાબ હોય તો શું? આપણે એવા અધિકારીઓને માન આપવું જોઈએ, પણ તેઓનો ખિતાબ વાપરવો ન જોઈએ. બાઇબલ જણાવે છે કે “જે દેવનાં તે દેવને ભરી આપો.”—માત્થી ૨૨:૨૧. (g 9/08)

શું તમે કદી વિચાર્યું છે?

▪ શું ઈસુના શિષ્યોએ અધિકારીઓને માન આપ્યું?—રૂમી ૧૩:૭.

▪ શું પ્રેરિત પાઊલે અધિકારીઓ માટે ખિતાબ વાપર્યા?—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૧; ૨૬:૨, ૨૫.

▪ ઈસુએ કેવા ખિતાબો ન વાપરવા કહ્યું?—માત્થી ૨૩:૮-૧૦.

[Picture on page 22, 23]

પાઊલે આગ્રીપાને કેવી રીતે માન આપ્યું?