હું કઈ રીતે લાલચનો સામનો કરું?
યુવાનો પૂછે છે. . .
હું કઈ રીતે લાલચનો સામનો કરું?
▪ કેરનને એક પાર્ટીમાં જવું છે. તેણે સાંભળ્યું કે ત્યાં બિયર હશે. પણ તેને લાગ્યું કે મિત્રો મજાક કરી રહ્યા છે. તેણે વિચાર્યું કે પાર્ટીમાં મોટાઓ હશે, એટલે કઈ વાંધો નહીં આવે. તેણે મમ્મી-પપ્પાને પાર્ટીમાં જવા વિષે પૂછ્યું પણ બિયર વિષે કંઈ ન કહ્યું. એટલે મમ્મી-પપ્પાએ તેને જવા દીધી. તે પાર્ટીમાં જાય છે અને બધા સાથે મજા કરે છે. પણ દસ મિનિટમાં જ બે છોકરાઓ બૅગમાંથી બિયર કાઢે છે. કેરનની ફ્રેન્ડ બિયર પીવા માંડે છે. એક બૉટલ કેરનની સામે ધરે છે, અને કહે છે ‘ચાલ મજા કરીએ!’ કેરન વિચારમાં પડી જાય છે, કે બિયર પીવી કે નહીં. તે વિચારે છે કે જો હું ના પાડીશ તો મારી ફ્રેન્ડને ખોટું લાગશે. અને બીજાઓ મારી મશ્કરી કરશે. બીજી બાજુ તે વિચારે છે કે તેની ફ્રેન્ડ સારી છોકરી છે તો પણ એ બિયર પીવે છે. તો હું પણ પીવું તો એમાં શું વાંધો! બિયર પીવું એ ડ્રગ્સ કે સેક્સ જેવું પાપ થોડું છે!
યુવાનીમાં તમારે ઘણી લાલચનો સામનો કરવો પડે છે. ઘણી વખત ડેટિંગની લાલચનો પણ. આવું જ કંઈ બે યુવાનો સાથે પણ બન્યું. સત્તર વર્ષનો રમોન કહે છે કે ‘ઘણી છોકરીઓને મારી ગર્લફ્રેન્ડ બનવું છે. * તેઓ મારી પાછળ પડી જાય છે.’ સત્તર વર્ષની કહે છે કે ‘એક દિવસ એક છોકરાએ મારા ખભે હાથ મૂક્યો. મેં તરત જ તેને ધક્કો મારીને કહ્યું કે “આ તું શું કરે છે!”’ આ યુવાનોની જેમ તમારા ઉપર પણ લાલચ આવી શકે.
ઘણી વખત લાલચથી દૂર રહેવું સહેલું નથી. એક યુવાને કહ્યું કે “તમે લાલચથી ગમે તેટલા દૂર ભાગો તેમ છતાં એ લાલચ ફરી તમારી સામે આવવાની જ. જેમ વગર નોતરે મહેમાન આવી ચઢે એવી જ રીતે લાલચ પણ ગમે ત્યારે તમારી સામે આવવાની જ.” નીચે અમુક લાલચો છે જેનો કદાચ તમારે સામનો કરવો પડે.
❑ સિગારેટ પીવી
❑ દારૂ પીવો
❑ ડ્રગ્સ લેવા
❑ પોર્નોગ્રાફી જોવી
❑ લગ્ન પહેલાં સેક્સ માણવું
❑ બીજી લાલચ
તમારી સામે આવી કોઈ લાલચ આવતી હોય તો એવું ન વિચારતા કે તમે ખરાબ છો. એવું પણ ન વિચારતા કે યહોવાહ તમને નફરત કરે છે. અમુક પગલાં લેશો તો તમે લાલચમાં નહીં પડો.
એ કરવા તમારે જાણવું જોઈએ કે કયાં કારણોને લીધે તમે લાલચમાં પડી જાવ છો.
૧. માણસ માત્ર ભૂલને પાત્ર. નાના હોય કે મોટા બધાના મનમાં ખોટા વિચારો આવશે જ. ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે ‘હું સારું કરવા ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે.’ (રૂમી ૭:૨૧) આપણે બધા કોઈને કોઈ વાર “વાસના તથા આંખોની લાલસામાં” ફસાઈએ છીએ. (૧ યોહાન ૨:૧૬) જો એ ખોટી ઇચ્છાઓ પર વિચાર્યા કરીશું તો એનું પરિણામ પણ ખરાબ જ આવશે. એટલે જ બાઇબલ જણાવે છે કે “દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે.”—યાકૂબ ૧:૧૫.
૨. મીડિયાની અસર. આજે અમુક મૅગેઝિન કે ન્યૂઝપેપર વાંચીને અથવા અમુક ફિલ્મો જોઈને આપણે ખોટે રસ્તે જઈ શકીએ છીએ. એક યુવાન બહેન કહે છે કે “સ્કૂલ કે નોકરી પર જ્યાં જુઓ ત્યાં બધા સેક્સની જ વાતો કરે છે. આજકાલ ટીવી કે ફિલ્મોમાં પણ એવું જ જોવા મળે છે. અરે એવું બતાવવામાં આવે છે કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે સેક્સની મજા માણી શકો. પણ એના ખરાબ પરિણામો વિષે ભાગ્યે જ કંઈ બતાવવામાં આવે છે.” તમને લાગે છે કે આ બહેને જે કહ્યું એ સાચું છે? આ બહેને પણ ટીવી અને ફિલ્મોની ખરાબ અસર ભોગવી છે. તે જણાવે છે કે “હું સોળ વર્ષની હતી ત્યારે એક છોકરાના પ્રેમમાં ડૂબી ગઈ. હું તેની સાથે વધારે ને વધારે રહેવા લાગી. જોત-જોતામાં હું પ્રેગનન્ટ થઈ ગઈ. જોકે મમ્મી મને પહેલેથી ચેતવતા હતા, પણ મેં તેમની વાત સાંભળી ના સાંભળી કરી.”
૩. “જુવાનીના વિષયોથી નાસી જા.” (૨ તીમોથી ૨:૨૨) આનો અર્થ એ પણ થાય કે કોઈ પણ બાબત જે તમને લલચાવે છે એનાથી દૂર રહો. જેમ કે અમુક યુવાનો વિચાર્યા કરે કે તેઓને માન-મોભો મળે. આ પણ એક જાતની લાલચ છે. જોકે માન મેળવવું કઈ ખોટું નથી. પરંતુ બીજા પાસેથી માન મેળવવા જુદી-જુદી ટ્રીક અજમાવવી એ ખોટું છે. આવી ખોટી ઇચ્છાને પૂરી કરવા જતા તમે સારા ગુણોને બાજુ પર મૂકી દેશો. સત્તર વર્ષના સ્ટીવ સાથે પણ આવું જ કંઈક બન્યું. તે કહે છે ‘મમ્મી-પપ્પાએ મને સત્ય શીખવ્યું અને મેં બાપ્તિસ્મા લીધું. પણ સ્કૂલમાં બીજા મારી વાહ-વાહ કરે એટલે મેં જાત-જાતની ટ્રીક અજમાવી. મમ્મી-પપ્પાએ જે શીખવ્યું હતું એનાથી સાવ ઊંધું જ કર્યું.’
ખરું કે લાલચથી દૂર રહેવું સહેલું નથી. પણ નીચે આપેલા અમુક પગલાં તમને લાલચથી દૂર રહેવા મદદ કરશે.
▪ પહેલા તમારે જાણવું જોઈએ કે કઈ કઈ લાલચમાં ફસાઈ શકાય. (તમે કદાચ આગળ આ વિષે નોંધ્યું હશે.)
▪ પછી પોતાને પૂછો કે તમે કઈ જગ્યાએ લાલચમાં ફસાઈ શકો. એ નીચે ટિક કરો:
❑ સ્કૂલમાં
❑ નોકરી પર
❑ એકલા હો ત્યારે
❑ બીજી કોઈ જગ્યાએ
જો તમને ખબર હોય કે આવી કોઈ જગ્યાએ તમે લાલચમાં ફસાઈ શકો, તો એવી જગ્યાએ જવાનું જ ટાળો. હવે કેરનનો વિચાર કરો. કેરનને ખબર હતી કે પાર્ટીમાં શું થવાનું છે. એટલે જો તે પાર્ટીમાં ગઈ જ ન હોત તો બિયરની લાલચ ટાળી શકી હોત.
▪ હવે તમને ખબર છે લાલચ શું છે, અને એ ક્યારે આવી શકે. એટલે જો લાલચ તમારી સામે આવે તો તમે એનો સામનો કરી શકશો. સૌથી પહેલા તો તમે એ જોશો કે કેવી રીતે એ લાલચથી દૂર રહી શકો. એ કરવા તમે શું કરશો એ નીચે લખી લો.
․․․․․
․․․․․
(અમુક દાખલા લઈએ: સ્કૂલમાં આવતા જતા જો રસ્તામાં તમારા મિત્રો તમને સિગારેટ પીવા દબાણ કરે તો તમે શું કરી શકો? તમે કદાચ એ રસ્તો બદલી શકો જેથી તમારે મિત્રોનો સામનો જ ન કરવો પડે. ઇન્ટરનેટ પર કામ કરતી વખતે વારંવાર પોર્નોગ્રાફી ચિત્રો આવી જતા હોય તો શું કરશો? તમે એવા પ્રોગ્રામ નાખી શકો જે આવા ચિત્રોને કે એવી બીજી સાઇટને બ્લૉક કરી શકે. સાથે સાથે તમે ઇન્ટરનેટ પર કોઈક બાબત શોધતી વખતે યોગ્ય શબ્દ લખો જેથી ખરાબ કે બિનજરૂરી સાઇટ ઓપન ન થાય.)
ખરું કે તમે બધી જ લાલચ ટાળી નહીં શકો. આજે નહીં ને કાલે કોઈ ને કોઈ લાલચ તો તમારી સામે આવવાની જ. એવા સમયે તમે શું કરશો?
તૈયાર રહો. શેતાને જ્યારે ‘ઈસુનું પરીક્ષણ’ કર્યું ત્યારે ઈસુએ તેનો નકાર કર્યો. (માર્ક ૧:૧૩) તે કદાચ લાલચ આગળ નમી ગયા હોત, કેમ કે તે આપણા જેવા સામાન્ય માણસ જ હતા. પણ તેમણે નક્કી કર્યું હતું કે તે કોઈ પણ ભોગે પરમેશ્વરને વફાદાર રહેશે. (યોહાન ૮:૨૮, ૨૯) તેથી જ ઈસુ કહી શક્યા કે હું “પોતાની ઇચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું.”—યોહાન ૬:૩૮.
નીચે આપેલી ખાલી જગ્યામાં તમારી સામે આવતી બે લાલચો લખી લો. અને પછી એનો સામનો કઈ બે રીતોએ કરશો એ પણ લખો.
૧. ․․․․․
૨. ․․․․․
હંમેશાં યાદ રાખો કે જો તમે લાલચ આગળ નમી જશો તો એના ગુલામ બની જશો. (તીતસ ૩:૩) એટલે આપણે પહેલા તો જાણવું જોઈએ કે કઈ કઈ લાલચોમાં ફસાઈ શકીએ. પછી એનાથી સાવ દૂર રહીએ. જો આપણે લાલચોથી દૂર રહીશું તો યહોવાહ પણ ખુશ થશે. એટલે મનમાં ગાંઠ વાળીએ કે ખોટી ઇચ્છાઓને પોતા પર હાવી થવા ન દઈએ.—કોલોસી ૩:૫. (g 8/08)
“યુવાનો પૂછે છે. . . ” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype
[Footnote]
^ આ લેખમાં નામ બદલ્યા છે.
આના વિષે વિચાર કરો
▪ શું દૂતો પણ લલચાયા હતા?—ઉત્પત્તિ ૬:૧-૩; યોહાન ૮:૪૪.
▪ તમે જ્યારે લાલચનો વિરોધ કરો છો ત્યારે એની બીજાઓ પર કેવી અસર પડે છે?—નીતિવચનો ૨૭:૧૧; ૧ તીમોથી ૪:૧૨.
[Box on page 29]
સાચી દિશા પારખો
એક દિશા સૂચક કંપાસ લો. એમાં સોયની અણી ઉત્તર તરફ રાખો. હવે એ કંપાસની બાજુમાં એક લોહ-ચુંબક મૂકો. તમે જોઈ શકશો કે સોયની અણી ઉત્તર તરફ નહીં પણ લોહ-ચુંબક તરફ ફરે છે. એટલે કે કંપાસ ખોટી માહિતી બતાવે છે.
મમ્મી-પપ્પાએ તમને બાઇબલનું સાચું જ્ઞાન આપ્યું છે, એ જાણે તમારો કંપાસ છે. એ જ્ઞાન તમને હંમેશાં સાચી દિશા બતાવશે. પણ જો તમે લોહ-ચુંબક જેવા ખરાબ મિત્રોની સોબત રાખશો તો તેઓ તમને ખોટી દિશામાં લઈ જશે.
[Box on page 29]
અમુક સૂચનો
કોઈ તમને ખોટી બાબત કરવા લલચાવે ત્યારે શું કહેશો એ પહેલેથી વિચારી રાખો. દાખલા તરીકે જો તમારો મિત્ર તમને સિગારેટની ઑફર કરે ત્યારે તમે સીધે સીધું કહી શકો કે “હું સિગારેટ પીતો નથી. એટલે મને કદી ઑફર કરીશ નહીં.” જે પણ જવાબ આપો એ સમજી-વિચારીને આપો.
[Picture on page 30]
તમે લાલચ આગળ નમી જશો તો તમે એના ગુલામ બની જશો