સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક જૂનાં પુસ્તકે નવું જીવન આપ્યું

એક જૂનાં પુસ્તકે નવું જીવન આપ્યું

એક જૂનાં પુસ્તકે નવું જીવન આપ્યું

◼ યહોવાહના સાક્ષીઓ ઘરે ઘરે જઈને લોકોને ઈશ્વરનો સંદેશો જણાવે છે. એમાંના બ્રાઝિલના એક બહેનને સરસ અનુભવ થયો. તે જણાવે છે કે હું પ્રચારમાં એક સ્ત્રીને મળી. ત્યારે તેણે મને જણાવ્યું કે એક પુસ્તકના લીધે તેના સાસુની તકલીફો દૂર થઈ. મેં તેને પૂછ્યું કે એ કયું પુસ્તક છે? ત્યારે તે સ્ત્રીએ જણાવ્યું કે ‘એ તો બહુ જૂનું પુસ્તક છે. એનું નામ બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક છે.’

તે સત્રી આગળ જણાવે છે કે મારા સાસુને ડિપ્રેશનની બીમારી હતી. તેમને અંધારામાં જવાની પણ બીક લાગતી હતી. અરે તે ઘરની બહાર જતા પણ ડરતા. આવી પરિસ્થિતિમાં મારો દીકરો આ પુસ્તકમાંથી તેના દાદીને વાર્તાઓ વાંચી સંભળાવતો. દાદીને એ વાર્તાઓ સાંભળીને હિંમત મળવા લાગી અને તેમની તકલીફ પણ દૂર થઈ.

મેં તે સ્ત્રીને કહ્યું કે એ પુસ્તક તો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. ત્યારે તે સ્ત્રીએ મારી પાસે બીજા બે પુસ્તક મંગાવ્યા. જ્યારે મેં એ પુસ્તકો લાવી આપ્યા ત્યારે તેને હજુ વધારે પુસ્તકો જોઈતાં હતાં. તેણે સગાં-વહાલાં માટે બધા મળીને ૧૬ પુસ્તકો મંગાવ્યાં.

તમે પણ આ ૨૫૬ પાનનું બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક મંગાવી શકો છો. આ પુસ્તકમાં બાઇબલ સમયના બનાવોની ૧૧૬ વાર્તાઓ છે. છેલ્લા ૩૦ વર્ષમાં લગભગ ૭ કરોડ લોકો પાસે આ પુસ્તક છે. જો તમને પણ આ પુસ્તક જોઈતું હોય તો નીચેની કૂપન ભરીને પાન પાંચ પર જણાવેલા નજીકના સરનામે મોકલો. (g08 12)

□ બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક મને જોઈએ છે.

□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે. (કોઈ ચાર્જ નથી)