સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારી પ્રાર્થના કઈ રીતે સુધારી શકું?

મારી પ્રાર્થના કઈ રીતે સુધારી શકું?

યુવાનો પૂછે છે

મારી પ્રાર્થના કઈ રીતે સુધારી શકું?

‘રોજ-બ-રોજના જીવનમાં આપણા પર જાત-જાતનું ટેન્શન હોય છે કે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ છીએ.’—ફ્લોરા, ૧૫ વર્ષ, અમેરિકા.

આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે વાત કરી શકીએ છીએ. પોતાની ‘વિનંતીઓ અને અરજો ઈશ્વરને’ જણાવી શકીએ છીએ. (ફિલિપી ૪:૬) એટલે જરૂરી છે કે આપણે “પ્રાર્થનામાં લાગુ” રહીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭; રૂમી ૧૨:૧૨) બાઇબલ જણાવે છે કે ઈશ્વર “આપણું સાંભળે” છે. * (૧ યોહાન ૫:૧૪) હા, આપણે આ વિશ્વના માલિક ઈશ્વર સાથે ગમે તે સંજોગોમાં, ગમે તે સમયે વાત કરી શકીએ છીએ.

તોપણ આપણને અમુક વખતે પ્રાર્થના કરવી અઘરી લાગી શકે. આ લેખમાં આપેલા અમુક સૂચનો તમને પ્રાર્થના કરવા માટે આવતા નડતર શોધવા, પ્રાર્થના માટે ગૉલ બાંધવા અને એ ગૉલ પૂરો કરવાની કોશિશ કરવા મદદ કરશે.

સૌથી પહેલા તમને પ્રાર્થના કરતા શું રોકે છે એ નીચે લખી લો.

․․․․․

હવે જો તમે બાંધેલો ગૉલ નીચે હોય તો એના પર ટિક કરો. અથવા “બીજું કંઈક” હોય તો એ લખી લો.

□ મારે દિવસમાં વધારે વાર પ્રાર્થના કરવી છે.

□ પ્રાર્થનાનું રટણ કરવાને બદલે મારે અલગ રીતે પ્રાર્થના કરવી છે.

□ મારે દિલથી પ્રાર્થના કરવી છે.

□ બીજું કંઈક

નડતરનો હલ શોધો

આપણે ગમે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ. પણ આજે ઘણા યુવાનો કબૂલે છે કે તેઓ પ્રાર્થના માટે પૂરતો સમય આપી શકતા નથી. શું તમે પણ એવું જ કરો છો? એમ હોય તો નિરાશ ન થાઓ. આ લેખમાં અમુક નડતરો પર ચર્ચા કરીશું. પછી એનો હલ કેવી રીતે લાવવો એ માટેના અમુક સૂચનો પણ જોઈશું.

નડતર: બેદરકારી. ‘આખો દિવસ એટલી બીઝી હોઉં છું કે પછી પ્રાર્થના કરીશ એમ વિચારું છું. પણ દિવસના અંતે પ્રાર્થના કરવાનું જ ભૂલી જાઉં છું.’—પ્રીતી, ૨૦, વર્ષ બ્રિટન.

એનો હલ: બાઇબલ જણાવે છે, “અજ્ઞાન માણસની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ જીવન જીવો. તમને મળતી દરેક તકનો સદુપયોગ કરો.”—એફેસી ૫:૧૫, ૧૬ કોમન લેંગ્વેજ.

સૂચનો: જાપાનનો ૧૮ વર્ષનો યૉશીકો કહે છે કે ‘જો હું પ્રાર્થના માટે સમય નક્કી ના કરું તો બીજા કામોમાં બીઝી થઈને પ્રાર્થના કરવાનું ભૂલી જાઉં છું.’ આપણે રોજ ક્યારે પ્રાર્થના કરીશું એ પહેલેથી નક્કી કરવું જોઈએ. એ સમયને પેપર પર લખીને આપણી પાસે રાખવો જોઈએ.

નડતર: પ્રાર્થનામાં ધ્યાન નથી રહેતું. ‘હું પ્રાર્થના કરું ત્યારે મારું મન બીજા વિચારે ચઢી જાય છે.’—પમિલા, ૧૭ વર્ષ, મેક્સિકો.

એનો હલ: “માણસના હૃદયની વાત તેની વાણી દ્વારા પ્રગટ થાય છે.”—માત્થી ૧૨:૩૪, IBSI.

સૂચનો: રશિયાની ૧૪ વર્ષની મારિયા કહે છે કે ‘હું ટીનઍજર બની પછી મને સમજાયું કે ઈશ્વર આપણી દરેક પ્રાર્થના સાંભળે છે. હવે હું દિલ ખોલીને ઈશ્વરને પ્રાર્થના કરું છું.’ પ્રાર્થના કરતી વખતે જો આપણું મન બીજા વિચારોએ ચઢી જાય તો પહેલા ટૂંકી પ્રાર્થના કરીએ. પછી ધીરે ધીરે લાંબી પ્રાર્થના કરી શકીએ. બીજું કે જેના વિષે ચિંતા હોય એની જ પ્રાર્થનામાં વાત કરીએ.

નડતર: એકની એક જ પ્રાર્થના. ‘હું પ્રાર્થનામાં એકનું એક રટણ કર્યા કરું છું.’—ડૂપે, ૧૭ વર્ષ, બેનિન.

એનો હલ: ‘વળી હું તમારા સર્વ કામોનું મનન કરીશ, અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.’—ગીતશાસ્ત્ર ૭૭:૧૨.

સૂચનો: બ્રાઝિલનો ૨૧ વર્ષનો બ્રૂનો કહે છે કે ‘દિવસ દરમિયાન શું થયું એના પર હું પ્રાર્થના કરું છું.’ અમેરિકાની ૧૮ વર્ષની એક યુવતી કહે છે કે ‘મારા રૂટિનમાં શું અલગ થયું એ હું યાદ રાખું છું. પછી એના પર હું પ્રાર્થના કરું છું. એમ કરવાથી રોજ અલગ શબ્દોમાં પ્રાર્થના કરી શકું છું.’ * આપણે પણ અલગ શબ્દોમાં પ્રાર્થના કરવી હોય તો, રોજ એક આશીર્વાદ લખી લઈએ. પછી એ માટે પ્રાર્થનામાં યહોવાહનો આભાર માનીએ. આવું એક અઠવાડિયા સુધી કરતા રહીએ. આમ અઠવાડિયાને અંતે અલગ અલગ રીતે પ્રાર્થના કરતા શીખી જઈશું.

નડતર: શંકા. ‘મારા સ્કૂલના એક પ્રૉબ્લેમ વિષે મેં પ્રાર્થના કરી. જવાબ મળવાને બદલે મારો પ્રૉબ્લેમ વધી ગયો. મને લાગ્યું કે જો યહોવાહ સાંભળતા ન હોય તો પછી શું કામ પ્રાર્થના કરવી.’—મીનોરી, ૧૫ વર્ષ, જાપાન.

એનો હલ: ‘તમે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે ઈશ્વર છુટકારાનો માર્ગ પણ રાખશે.’—૧ કોરીંથી ૧૦:૧૩.

સૂચનો: બાઇબલ પુરાવો આપે છે કે યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) અમુક વખતે આપણે ધારીએ એવો જવાબ ન મળે. પણ તમે એ તકલીફ સહન કરો છો, એ બતાવે છે યહોવાહ તમને હિંમત આપી રહ્યાં છે. આ રીતે યહોવાહ તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે.—ફિલિપી ૪:૧૩.

નડતર: શરમ લાગવી. ‘જો મારા દોસ્તો મને ખાતા પહેલાં પ્રાર્થના કરતા જુએ તો તેઓને કેવું લાગશે, એ વિચારીને મને તેઓ સામે પ્રાર્થના કરતા શરમ આવે છે.’—હીકારું, ૧૭ વર્ષ, જાપાન.

એનો હલ: ‘દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે.’—સભાશિક્ષક ૩:૧.

સૂચનો: જોકે આપણે બધા વચ્ચે મોટેથી પ્રાર્થના કરીને દેખાડો કરવાનો નથી. પણ આપણે મનમાં પ્રાર્થના કરી શકીએ છીએ. દાખલા તરીકે, બાઇબલના જમાનામાં નહેમ્યાહે રાજા આર્તાહશાસ્તા સામે મનમાં નાની પ્રાર્થના કરી હતી. અને રાજાને એનો ખ્યાલ પણ ન આવ્યો. (નહેમ્યાહ ૨:૧-૫) આપણે પણ બીજાઓનું ધ્યાન ન ખેંચાય એ રીતે યહોવાહને મનમાં પ્રાર્થના કરી શકીએ.—ફિલિપી ૪:૫.

નડતર: આપણને લાગે કે યહોવાહને મારી પ્રાર્થના નથી ગમતી. ‘યહોવાહ જાણે છે કે હું જીવનમાં કેવી તકલીફો સહન કરું છું. મેં યહોવાહને અનેક વાર આ વિષે પ્રાર્થના કરી છે. એટલે મને લાગે છે હું વારંવાર ઈશ્વરને આ વિષે પ્રાર્થના કરું છું એ તેમને ગમતું નથી.’—એલિઝાબેથ, ૨૦ વર્ષ, આયરલૅન્ડ.

એનો હલ: ‘તમારી સર્વ ચિંતા ઈશ્વર પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.

સૂચનો: બાઇબલ હોય તો આ કલમો પર રિસર્ચ અને મનન કરીએ: લુક ૧૨:૬, ૭; યોહાન ૬:૪૪; હેબ્રી ૪:૧૬; ૬:૧૦; ૨ પીતર ૩:૯. આ કલમો વાંચીને આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળે છે. બાઇબલ સમયમાં દાઊદે જીવનમાં અનેક ચિંતાઓ અને તકલીફો સહન કરી. તોપણ તેમણે પૂરી ખાતરીથી કહ્યું કે ‘આશાભંગ થયેલાઓની પાસે યહોવાહ છે, અને નિરાશ થયેલાને તે મદદ છે.’ *ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

યહોવાહ પ્રાર્થનાના સાંભળનાર છે. એ બતાવે છે કે તે આપણી સંભાળ રાખે છે. ઇટલીની ૧૭ વર્ષની નિકોલ કહે છે કે ‘યહોવાહ ચાહે તો સ્વર્ગદૂતોને આપણી પ્રાર્થના સાંભળવાનું કહી શકે. પણ તે પોતે આપણી પ્રાર્થના સાંભળે છે. આ બતાવે છે કે યહોવાહ આપણી નાની-મોટી બધી જ પ્રાર્થનાને અનમોલ ગણે છે.’ (g08 11)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

[Footnotes]

^ મનમાં કરેલા વિચારો પણ ઈશ્વર ‘સાંભળી’ શકે છે.—ગીતશાસ્ત્ર ૧૯:૧૪.

^ એની વધારે માહિતી માટે “બાઇબલ શું કહે છે: શું પ્રાર્થના કરવા માળા વાપરવી જોઈએ?” પાન ૧૦ પરનો આ લેખ જુઓ.

^ તમને લાગે કે તમે કરેલા પાપને લીધે યહોવાહ તમારી પ્રાર્થના સાંભળતા નથી તો તમારા મમ્મી-પપ્પાને એ વિષે વાત કરો. અથવા “મંડળીના વડીલોને” જણાવો. (યાકૂબ ૫:૧૪) તેઓ તમને મદદ કરશે.

આના વિષે વિચાર કરો

◼ તમે યહોવાહને પ્રાર્થનામાં શું જણાવી શકો?

◼ શું તમે મિત્રો અને સગાં-વહાલાંઓની દુ:ખ-તકલીફો વિષે યહોવાહને જણાવી શકો?

[Box/​Pictures on page 26]

બીજા યુવાનો શું કહે છે

‘પ્રાર્થના જાણે કે તમારી પર્સનલ ડાયરી છે, જે ફક્ત યહોવાહ જ વાંચી શકે છે.’—ઓલેયિકે, નાઇજીરિયા.

‘જરા વિચારો કે તમે બેસ્ટ ફ્રેન્ડને ઘણી ગીફ્ટ આપી છે. પણ એક દિવસ અચાનક તે તમારી સાથે બોલવાનું બંધ કરી દે. તો તમને કેવું લાગશે? એવી જ રીતે યહોવાહે આપણને પ્રાર્થના કરવાની ગીફ્ટ આપી છે. પણ આપણે તેમને પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ તો તેમને કેવું લાગશે?’—ચન્‍ની, ઑસ્ટ્રેલિયા.

‘મારા સુખ-દુ:ખ વિષે બીજાઓને જણાવતા હું અચકાતી હતી. પણ હવે હું યહોવાહને મારા દિલની બધી જ વાતો કરી શકું છું. એનાથી મને મનની શાંતિ મળે છે.’—અંબર, અમેરિકા.

[Picture on page 27]

દિલથી પ્રાર્થના કરવા માટે બાઇબલ વાંચન એક ચાવી છે