સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે નક્કી કરેલા સમયે ઘરે આવવું જોઈએ?

શા માટે નક્કી કરેલા સમયે ઘરે આવવું જોઈએ?

યુવાનો પૂછે છે

શા માટે નક્કી કરેલા સમયે ઘરે આવવું જોઈએ?

તમે મિત્રો સાથે બહાર ફરવા ગયા છો. પણ તમે મમ્મી-પપ્પાએ જણાવેલા ટાઈમ કરતાં થોડા મોડા આવો છો. તમે વિચારો છો કે મમ્મી-પપ્પા સૂઈ ગયા હશે એટલે છૂપાઈને ઘરમાં ઘૂસી જઈશ. પણ તમે દરવાજો ખોલો છો ત્યારે મમ્મી-પપ્પા સામે ઊભા છે. અને તેઓ ઘડિયાળ બતાવીને જાણે પૂછી રહ્યા છે કે કેમ મોડું થયું.

શુંતમારી સાથે પણ આવું થાય છે? શું તમારા મમ્મી-પપ્પાએ પણ ઘરે પાછા આવવાનો સમય નક્કી કર્યો છે? એ સમયે આવવાનું તમને ગમે છે? સત્તર વર્ષની દક્ષા કહે છે કે ‘અમે એવી જગ્યાએ રહીએ છીએ જ્યાં ચોરી થતી નથી ને ખરાબ માણસો પણ રહેતા નથી. તોપણ મારા મમ્મી-પપ્પા ચાહે છે કે હું વહેલી ઘરે આવું. ન આવું તો તેઓ ચિંતા કરવા લાગે છે.’ *

શા માટે નક્કી કરેલા સમયે ઘરે પાછા ફરવું અઘરું છે? શું મમ્મી-પપ્પા તમને વધારે છૂટ આપે એવું વિચારવું ખોટું છે? તમે વહેલા ઘરે આવવા શું કરી શકો? આ લેખમાં આ સવાલોની ચર્ચા કરીશું.

કેમ ઘરે પાછા આવવું સહેલું નથી?

ઘણા મમ્મી-પપ્પા ચાહે છે કે તેઓના યુવાનો વહેલા ઘરે આવે. પણ ઘણા યુવાનોને લાગે છે કે તેઓ દોસ્તો સાથે છૂટથી ફરી શકતા નથી. સત્તર વર્ષની નતાશા જણાવે છે કે “મારી ફ્રેન્ડ ઘરની બાજુમાં જ રહે છે. એક વખતે હું તેના ઘરે મૂવી જોતી હતી. મને ફક્ત બે મિનિટ મોડું થયું, તોપણ મારા મમ્મીએ ફોન કરીને પૂછ્યું કે ‘હું ક્યારે ઘરે આવીશ.’”

શીલા જણાવે છે કે ‘મમ્મી-પપ્પા સૂઈ જાય એ પહેલાં મારે ઘરે આવવું પડતું. મને થોડું પણ મોડું થાય તો તેઓ ગુસ્સે થઈ જતા. મેં જાણે ગુનો કર્યો હોય એ રીતે જોતા. એવું મને જરાય ગમતું નહીં. મને થતું કે શા માટે તેઓ મારી રાહ જુએ છે.’ અઢાર વર્ષની કિટી જણાવે છે કે ‘મને લાગે છે કે મમ્મી-પપ્પા મને વધારે છૂટ આપતા નથી. એટલે અમુક વખતે હું જાણીજોઈને ઘરે મોડી આવું છું.’

શું તમારા મમ્મી-પપ્પા પણ આવા જ છે? જો એમ હોય તો નીચેના પ્રશ્નો પર વિચાર કરો.

શા માટે મને મોડે સુધી બહાર રહેવાનું ગમે છે? (નીચેના કારણોમાંથી એક ટિક કરો.)

□ તમને લાગે છે કે તમે મોટા થઈ ગયા છો?

□ તમારું ટેન્શન ઓછું કરવા બહાર રહો છો?

□ તમારે મિત્રો સાથે વધારે સમય પસાર કરવો છે?

ઉપર જણાવેલા કારણોને લીધે જો તમને મોડે સુધી બહાર રહેવાનું ગમે તો એમાં કંઈ વાંધો નથી. અને બધા જ યુવાનો વધારે છૂટ ચાહે છે. બાઇબલ પણ બીજાઓને દોસ્ત બનાવવાનું ઉત્તેજન આપે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૩; ૨ તીમોથી ૨:૨૨) પણ તમને થશે કે વહેલા ઘરે આવવું પડે તો કેવી રીતે ‘બીજાઓ સાથે દોસ્તી બાંધી શકું?’

આવા સંજોગોમાં પણ તમે કેવી રીતે દોસ્તી બાંધી શકો એ જોઈએ.

પહેલી તકલીફ: તમારા મમ્મી-પપ્પા હજી તમને બાળક જ ગણે છે. એકવીસ વર્ષની એનડ્રેયા કહે છે કે “હું ને મારી બહેનપણીઓ ગપ્પાં મારવા કોઈના ઘરે ભેગા મળતા. પણ મારા મમ્મી-પપ્પા ચાહતા કે હું વહેલી ઘરે આવી જઉં. એનાથી મને લાગતું કે તેઓ હજુય મને બાળક જ ગણે છે.”

સૂચના: અમુક દેશોમાં ટીનઍજરને કારનું લાઇસન્સ મળે ત્યારે તેઓએ સરકારના અમુક નિયમો પાળવાના હોય છે. જેમ કે ક્યારે અને ક્યાં તેઓ કાર ચલાવી શકે. કારમાં કેટલા લોકોને બેસાડી શકે. જોકે તેઓ મોટા થાય ને જવાબદાર બને ત્યારે સરકાર તેઓને વધારે છૂટ આપે છે.

આ દાખલામાંથી જોવા મળે છે કે સરકાર યુવાનોને જેટલી છૂટ આપે છે એમાં તેઓ ખુશ રહે છે. એ સિદ્ધાંત પ્રમાણે મમ્મી-પપ્પા પણ જેટલી છૂટ આપે એમાં તેઓએ ખુશ રહેવું જોઈએ. ટીનઍજર જેમ જવાબદાર બનશો તેમ મમ્મી-પપ્પા તેમને વધારે છૂટ આપશે.

શા માટે એમ કરવું જોઈએ: માબાપે નક્કી કરેલા સમયે ઘરે પાછા આવવું જોઈએ. એનાથી તેઓ જોઈ શકશે કે તમે જવાબદાર બની રહ્યા છો. એ જોઈને કદાચ તેઓ તમને વધારે છૂટ આપે.—લુક ૧૬:૧૦

બીજી તકલીફ: તમે સમજી નથી શકતા કે કેમ વહેલાં ઘરે આવવું જોઈએ. નિકી જ્યારે નાની હતી ત્યારે તેને ઘરે વહેલા આવવાનું જરાય ગમતું નહિ. તે કહે છે કે ‘મમ્મી મને જરાય છૂટ આપતી ન હતી, એનાથી મને ગુસ્સો આવતો.’

સૂચના: બાઇબલ જણાવે છે કે ‘સલાહ લીધા વગરની યોજનાઓ નિષ્ફળ જાય છે પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો કામ સફળ થાય છે.’ (નીતિવચનો ૧૫:૨૨) કેટલા વાગ્યે ઘરે પાછા આવવું જોઈએ એ માટે તમારા મમ્મી-પપ્પા સાથે શાંતિથી વાત કરો. એનાથી તમને જાણવા મળશે કે શા માટે તેઓ એવું ચાહે છે. *

શા માટે એમ કરવું જોઈએ: મમ્મી-પપ્પા સાથે વાત કરવાથી ખબર પડશે કે શા માટે તેઓએ એ સમય પસંદ કર્યો છે. સ્ટીવન કહે છે કે “મમ્મી-પપ્પા સાથે વાત કર્યા પછી મને ખબર પડી કે હું ઘરે ન આવું ત્યાં સુધી તેઓને મારી ચિંતા રહેતી. અરે તેઓને ઊંઘ પણ ન આવતી.”

હંમેશા યાદ રાખો કે મમ્મી-પપ્પા સાથે શાંતિથી વાત કરવી જોઈએ. એમ નહિ કરશો તો તેઓ તમને જવાબદાર નહીં સમજે અને બીજી બાબતોમાં પણ રજા નહિ આપે. નતાશા જણાવે છે કે “હું મારા મમ્મી-પપ્પા પર તપી જતી તો, તેઓ ઘણી બાબતો મને કરવા ન દેતા.”

ત્રીજી તકલીફ: તમને બંધન જેવું લાગે. ૨૦ વર્ષની બ્રેન્ડી કહે છે કે ‘મને એવું લાગતું કે જાણે હું બંધનમાં છું.’ ખરું કે મમ્મી-પપ્પા તમારા માટે અમુક નિયમો બનાવે છે. પણ હંમેશાં યાદ રાખો કે તેઓ તમારું ભલું જ ચાહે છે.

સૂચના: બાઇબલ સલાહ આપે છે કે ‘જો કોઈ તમને તેની સાથે એક કિલોમીટર ચાલવા બળજબરી કરે તો, તમે તેની સાથે બે કિલોમીટર ચાલો.’ (માથ્થી ૫: ૪૧, ઈઝી-ટુ-રીડ-વર્ઝન) અહીં એક નહિ પણ બે કિલોમીટર ચાલવાનો અર્થ થાય કે આપણાથી બનતી બધી જ કોશિશ કરવી. એ સલાહ એશ્લી અને તેના ભાઈએ જીવનમાં લાગુ પાડી. એશ્લી કહે છે કે ‘માબાપે નક્કી કરેલા સમયથી અમે પંદર મિનિટ વહેલાં ઘરે આવીએ છીએ.’ શું તમે પણ એવું નક્કી કરી શકો?

શા માટે એમ કરવું જોઈએ: કોઈ પણ કામ બળજબરીથી કરીએ એમાં મજા નથી. પણ દિલથી કરેલા કામમાં મજા આવે છે. એટલે તમે પોતે જ વહેલા આવવાનું નક્કી કરો. આમ તમે પોતાની મરજીથી વહેલા આવો છો. અને બાઇબલ સલાહ આપે છે કે કોઈ પણ કામ ‘પરાણે નહીં પણ રાજી-ખુશીથી’ કરો.—ફિલેમોન ૧૪.

વહેલા ઘરે આવવાથી મમ્મીપપ્પા પણ તમારામાં ભરોસો મૂકશે. અને સમય જતા તેઓ વધારે છૂટ આપશે. ૧૮ વર્ષનો વિપુલ જણાવે છે કે ‘એકવાર તમે મમ્મી-પપ્પાનો ભરોસો જીતી લો તો, તેઓ તમને વધારે છૂટ આપશે.’

વહેલા ઘરે આવવા બીજી કોઈ તકલીફ નડે છે?

․․․․

આ તકલીફ દૂર કરવા તમને શું મદદ કરશે?

․․․․

તમને કેમ એવું લાગે છે કે એનાથી તમને મદદ મળશે?

․․․․

તમે જવાબદાર બનશો તેમ, વધારે છૂટ મળશે. પણ અત્યારે તમને જેટલી છૂટ મળે છે એમાં ખુશ રહો અને ધીરજ રાખો. ૨૦ વર્ષની ટીના કહે છે ‘માબાપે જેટલી છૂટ આપી છે એમાં જીવશો તો તમને મજા આવશે.’ (g08 10)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

[Footnotes]

^ અમુક નામ બદલ્યા છે.

^ વધારે માહિતી માટે ૨૦૦૭ જાન્યુઆરી-માર્ચના સજાગ બનો!માં “યુવાનો પૂછે છે . . . મમ્મી-પપ્પા કેમ મારી પાછળ પડે છે” લેખ જુઓ.

આના વિષે વિચાર કરો

◼ મમ્મી-પપ્પા વહેલા ઘરે આવવાનું કહે છે એમાં કેમ તમારી જ ભલાઈ છે?

◼ મોડા આવવાથી મમ્મી-પપ્પાને ના ગમ્યું હોય તો તેઓને કઈ રીતે મનાવી શકો?

[Box on page 24]

બીજા યુવાનો શું કહે છે?

‘જો હું ઘરે મોડો આવું અને સારી ઊંઘ ન મળે તો બીજા દિવસે મારો સ્વભાવ ચિડિયલ થઈ જાય છે. એટલે જો હું મારા માબાપે નક્કી કરેલા સમયે આવું તો, એમાં મારું જ ભલું થાય છે.’૧૭ વર્ષનો ગિરીશ.

“મમ્મી-પપ્પાનું માનવાથી મને ઘણી વાર ફાયદો થયો છે. જેમ કે એક વખતે પાર્ટીનો માહોલ સારો ન હતો. એટલે હું અને મારી ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ્‌સને એમ કહીને નીકળી ગયા કે ‘માબાપે નક્કી કરેલા સમયે ઘરે જવું જોઈએ.’”૧૮ વર્ષની કિટી.

[Box/​Picture on page 22]

મોડા ઘરે આવવું હોય તો શું કરી શકો?

◼ યોગ્ય સમયે મમ્મી-પપ્પા સાથે વાત કરો.—સભાશિક્ષક ૩:૧, .

◼ મમ્મી-પપ્પાએ નક્કી કરેલા સમયે ઘરે આવવા પ્રયત્ન કરો.—માત્થી ૫:૩૭.

◼ મોટા થાવ તેમ અમુક વખતે મમ્મી-પપ્પાને પૂછો કે ‘આજે હું મોડો આવી શકું?’—માત્થી ૨૫:૨૩.

[Box on page 23]

માબાપ માટે સૂચના

◼ તમારો દીકરો બહાર ફરવા ગયો છે. તે નક્કી કરેલા સમયથી અડધો કલાક મોડો આવે છે. તે ધીરેથી બારણું ખોલે છે. તેને લાગે છે કે તમે સૂઈ ગયા હશો. પણ તે દરવાજો ખોલે છે ત્યારે તમે સામે રાહ જોઈને ઊભા છો. હવે તમારે જાણવું છે કે તે શા માટે મોડો આવ્યો. તમે તેની સાથે કેવી રીતે વાત કરશો? શાંતિથી કે ગુસ્સાથી?

આવા સંજોગોમાં અમુક માબાપ વિચારશે કે ‘બાળક છે, થાય એવું. આ વખતે હું તેને કંઈ નહિ કહું.’ બીજા અમુક માબાપ વિચારશે કે ‘હવે હું તેને બહાર ફરવા જવા જ નહિ દઉં.’ પણ આવું વિચારતા પહેલાં તમારા દીકરાનું સાંભળો. એ પછી તમે તેને યોગ્ય સલાહ આપી શકશો.

સૂચના: તમારા દીકરાને જણાવો કે ‘કાલે આના વિષે વધારે વાત કરીશું.’ બીજા દિવસે શાંતિથી તેની સાથે વાત કરો. અમુક માબાપ તેમના દીકરા-દીકરીને બીજી વાર અડધો કલાક વહેલા આવવાનું કહે છે. અમુક યુવાનો સમયથી વહેલા આવતા હોય અને માબાપને લાગે કે તેઓ જવાબદાર છે તો, વધારે છૂટ આપે છે. આ બંને સંજોગોમાં તમે શું કરશો એનો નિર્ણય તમારે લેવાનો છે. તમારે દીકરાને જણાવવું જોઈએ કે જો તે મોડો આવશે તો શું શિક્ષા થશે. તમે જે કહ્યું એ પ્રમાણે કરવાની જવાબદારી હવે તમારી છે.

ધ્યાન રાખજો: બાઇબલ જણાવે છે કે ‘સમજુ માણસની જેમ ચાલો.’ (એફેસી ૫:૧૫) યુવાને કેટલા વાગ્યે ઘરે આવવું જોઈએ એ વિષે તેની સાથે ચર્ચા કરો. તેના વિચારો સાંભળો. જો તમારા યુવાનો જવાબદાર હોય તો તેમના સૂચનો તમે ધ્યાનમાં લઈ શકો.

નક્કી કરેલા સમયે ઘરે આવવું એ મહત્ત્વનું છે. તમે તેને શીખવો છો કે સમયપાલન ખૂબ જરૂરી છે. એ તેને જીવનભર મદદ કરશે.—નીતિવચનો ૨૨:૬.