સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પૈસાથી ખુશી ખરીદી શકાય?

શું પૈસાથી ખુશી ખરીદી શકાય?

શું પૈસાથી ખુશી ખરીદી શકાય?

એ ક યુવતી ૨૨ વર્ષની ઉંમરે ફેમશ સિંગર બની. તે ઢગલો રૂપિયા કમાઈ, અને લોકો તેના પર ફિદા હતા. ઘણા તેને જોઈને કહેતા કે, આટલી નાની ઉંમરે આટલી મોટી સફળતા! પણ સમય જતાં તેનું જીવન વેર-વિખેર થવા લાગ્યું. તેણે બે વખત લગ્‍ન કર્યા અને બેવ વખત છુટાછેડા થઈ ગયા. તે દારૂ અને ડ્રગ્સની બંધાણી બની ગઈ. અરે, એ આદતમાંથી છુટવા તેણે વ્યસન મુક્તિ કેન્દ્રમાં જવું પડ્યું.

ખરું કે આ યુવતી બહુ ફેમશ બની અને ઢગલો રૂપિયા ભેગા કર્યા. તોપણ તેના જીવનમાં સુખ ન હતું. આ યુવતીની જેમ આજે પણ અમુક જાણીતી વ્યક્તિઓ તેમ જ બિઝનેસ કરનારાઓને કામમાં સફળતા મળે છે, પણ જીવનમાં સફળતા મળતી નથી. સફળ બિઝનેસમેન વિષે ન્યૂ યૉર્કના એક ન્યૂઝ પેપરે જણાવ્યું કે ‘પૈસાની પાછળ દોડવાને લીધે તેઓની પાસે કુટુંબ માટે સમય નથી અને પરિવાર તૂટી રહ્યા છે. એમાંના અમુક તો ડિપ્રેશનનો ભોગ બન્યા છે, અને ડ્રગ્સના બંધાણી બની ગયા છે.’

આ ન્યૂઝ પેપરના અહેવાલ પરથી જોવા મળે છે કે બિઝનેસમાં સફળ થયેલા લોકો પણ જાત-જાતની તકલીફોનો ભોગ બને છે. તોપણ મોટા ભાગના લોકો માને છે કે પૈસો જ સુખ આપી શકે છે. ખરું કે પૈસો આપણી જીવન-જરૂરિયાતો પૂરી પાડી શકે છે. પણ એ કદીયે સાચું સુખ નહિ આપી શકે. ચીનનો એક રિપોર્ટ પણ એવો જ પુરાવો આપે છે. ત્યાં લોકોની આવકમાં ૨૫૦ ટકાનો વધારો થયો છે, તેમ છતાં તેઓએ કબૂલ્યું છે કે તેઓના જીવનમાં સંતોષ નથી.

આ રિપોર્ટ બતાવે છે કે પૈસા કમાવાથી કે નામ કમાવાથી જીવનમાં સુખ-સંતોષ મળતા નથી. એના ઘણાં કારણો છે. આ લોકોને પોતાના મનની વાત કહી શકે એવા કોઈ સાચા મિત્રો નથી. તેમના માટે બીજાઓને લાગણી કે પ્રેમ નથી. પરમેશ્વરે આપણને કયા મકસદથી બનાવ્યા એની પણ તેઓને ખબર નથી. ગમે તે કારણ હોય, પણ એક વાત સાચી કે વ્યક્તિ સુખ-સંતોષ માટે તડપે છે.

તો પછી, જે લોકો દુનિયાની નજરે સફળ છે, શું તેઓના જીવનમાં સુખ-સંતોષ છે? શું તેઓને મનની શાંતિ છે? બીજાઓ તેઓને માન આપે છે? શું તેઓના જીવનમાં કોઈ મકસદ છે? શું તમને લાગે છે કે લોકોના જીવનમાં સાચે જ સુખ-શાંતિ છે? જો આપણે જીવનમાં સફળ થવું હોય તો ક્યાંથી માર્ગદર્શન મેળવી શકીએ? હવે પછીના લેખો એનો જવાબ આપશે. (g08 11)

[Box on page 3]

જાનના જોખમે સફળતા

મેડિકલ પર રિસર્ચ કરનારા જણાવે છે કે આજ-કાલ યુવાન ખેલાડીઓ રમતોમાં નંબર વન બનવા માટે ડ્રગ્સ લે છે. એજ્યુકેશન અપડેટ નામની સાઈટ એક અહેવાલમાં જણાવે છે, “રમત-ગમતમાં ભાગ લેતા કોલેજ સ્ટુડન્ટ્‌સને એક સર્વેમાં પૂછવામાં આવ્યું કે સ્ટીરોઈડ (એક જાતની ડ્રગ્સ) લેવાથી તમે રમતમાં જીતશો, પણ તમારી તબિયત પાંચ-છ વર્ષમાં બગડી જશે, તોપણ શું તમે એ ડ્રગ્સ લેશો? મોટા ભાગના સ્ટુડન્ટે હા પાડી. ફરીથી તેઓને પૂછવામાં આવ્યું કે જો આ ડ્રગ્સ લેવાથી તમે પાંચ-છ વર્ષમાં મરી જાવ, તોપણ એ લેશો? એમાંના ૬૫ ટકા સ્ટુડન્ટે એ લેવાની હા પાડી.”