સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખ આપતું સાચું માર્ગદર્શન!

સુખ આપતું સાચું માર્ગદર્શન!

સુખ આપતું સાચું માર્ગદર્શન!

ગયા લેખમાં જોઈ ગયા તેમ, પૈસો કે નામ કમાવાથી જીવનમાં સંતોષ મળતો નથી. જીવનમાં સંતોષ પામવા મનની શાંતિ હોવી જોઈએ. બીજાઓ તમને માન આપતા હોવા જોઈએ. તમારા જીવનમાં કોઈ મકસદ હોવો જોઈએ. શું એવું કોઈ માર્ગદર્શન છે જેનાથી જીવનમાં સુખ-સંતોષ મળે?

હા, એવું માર્ગદર્શન છે . પણ ક્યાંથી મળી શકે? ઘણાને લાગે છે કે એ આપણે પોતે શોધી શકીએ. શું એ ખરું છે? જરા વિચાર કરો, માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે ઘણી વખત આપણે પોતા પર આધાર રાખીને ખોટા વિચારો કરીએ છીએ. ખોટા માર્ગમાં ચાલીએ છીએ. (ઉત્પત્તિ ૮:૨૧) દુનિયામાં કરોડો લોકો પોતાની બુદ્ધિ પર આધાર રાખીને જીવે છે. પણ એવા લોકો વિષે બાઇબલ જણાવે છે કે તેઓ ‘દેહની વાસના, આંખોની લાલસા તથા જીવનના અહંકાર’ પાછળ દોડી રહ્યા છે. (૧ યોહાન ૨:૧૬) એમ કરવાથી તેઓ સુખી થવાને બદલે વધારે ને વધારે દુઃખ-તકલીફો ભોગવે છે. આ કારણને લીધે અમુક લોકો સાચું માર્ગદર્શન લેવા પોતાની બુદ્ધિ પર નહિ, પણ ઈશ્વર પર આધાર રાખે છે. *

કોણ આપણને સાચું માર્ગદર્શન આપી શકે?

સાચું માર્ગદર્શન મેળવવા આપણે કેમ ઈશ્વર પર આધાર રાખવો જોઈએ? કેમ કે તે આપણા સર્જનહાર છે. તે જાણે છે કે આપણને શા માટે અને કેવી રીતે બનાવવામાં આવ્યા છે. બાઇબલ તેમને પ્રેમના સાગર કહે છે. એટલે તેમણે બતાવેલા માર્ગે ચાલવું આપણા ભલા માટે છે. (૧ યોહાન ૪:૮) પણ ઈશ્વરનું માર્ગદર્શન કેવી રીતે મેળવી શકીએ? એ માટે આપણે બાઇબલ વાંચવું જોઈએ. બાઇબલ લખાવવા માટે ઈશ્વરે ૪૦ જેટલા ભક્તોને પસંદ કર્યા હતા. પછી એ ભક્તોને પ્રેરણા આપી, જેથી તેઓ ઈશ્વરના વિચારો લખી શકે. * (૨ તીમોથી ૩:૧૬, ૧૭) પણ બાઇબલમાં જે લખેલું છે એનાથી શું આપણને સુખ અને સંતોષ મળશે? શું એ આપણને સાચા માર્ગમાં દોરશે?

હા ચોક્કસ દોરશે, કેમ કે બાઇબલમાં ખુદ ઈશ્વરે માર્ગદર્શન આપ્યું છે. એટલે આપણે એ પ્રમાણે ચાલવા પ્રયત્ન કરવો જોઈએ. પછી આપણે પોતે જોઈ શકીશું કે એ માર્ગદર્શન આપણા જ ભલા માટે છે. એના વિષે ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું કે ‘જ્ઞાન પોતાનાં કાર્યોથી સાચું ઠરે છે.’ (માત્થી ૧૧:૧૯; યોહાન ૭:૨૯) પરંતુ ઘણા નેતાઓ અને લોકો ઈશ્વરના માર્ગદર્શનથી મોં ફેરવી લે છે, તેઓ પર વિશ્વાસ રાખીશું તો આપણે પણ ખોટા માર્ગે દોરાઈશું.—નીતિવચનો ૨:૮, ૯; યિર્મેયાહ ૮:૯.

એ વધારે સમજવા માટે ૧૯૬૦ના દાયકાના અમુક અમેરિકન લોકોનો વિચાર કરીએ. તેઓ હિપ્પીઓ તરીકે ઓળખાતા હતા. તેઓ મન ફાવે એમ જીવતા. ડ્રગ્સ લેતા અને ગમે તેની સાથે સેક્સ માણતા. તેઓ માનતા કે ‘ખાઈ પીને મજા કરો, કાલ કોણે જોઈ!’ અરે, તેઓ સરકારના નિયમો પણ પાળતા નહિ. પણ શું આ રીતે જીવવાથી તેઓને સાચું સુખ ને સંતોષ મળ્યા? મનની શાંતિ મળી? ના, કેમ કે એ સમયથી આજ સુધી ઘણા લોકો એવું જીવન જીવી રહ્યા છે, પણ તેઓને દુઃખ-તકલીફો વેઠવી પડે છે. અરે, તેઓના લીધે બીજા લોકોના સંસ્કાર પણ બગડી રહ્યા છે.—૨ તીમોથી ૩:૧-૫.

આમ સુખ મેળવવા માણસે ઘણી રીત અપનાવી છે, પણ તેઓ દુઃખી જ થયા છે. બીજી બાજુ, જે લોકો બાઇબલના વિચારો પ્રમાણે જીવ્યા છે, તેઓ સુખી થયા છે. (યશાયાહ ૪૦:૮) હવે પછીના લેખમાં છ બાઇબલ સિદ્ધાંતો પર ચર્ચા કરીશું. એ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને લાખો લોકો સુખી થયા છે. (g08 11)

[Footnotes]

^ “માન્યતાઓ જે સાચું માર્ગદર્શન લેતા અટકાવે છે” એ બૉક્સ જુઓ.

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તકનું પ્રકરણ બે જુઓ. એમાં ઐતિહાસિક અને વૈજ્ઞાનિક રીતે સાબિતી આપવામાં આવી છે કે બાઇબલમાં ઈશ્વરના વચનો છે.

[Box on page 5]

માન્યતાઓ જે સાચું માર્ગદર્શન લેતા અટકાવે છે

ઘણા લોકો માને છે કે ઈશ્વર છે જ નહિ, અને આપણે ઉત્ક્રાંતિથી આવ્યા છીએ. જો એ સાચું હોય તો એનો અર્થ એ થાય કે વિશ્વમાં બધી વસ્તુઓ આપમેળે આવી. જો એમ હોય તો, પરમેશ્વર પાસેથી માર્ગદર્શન લેવાનો કોઈ સવાલ જ નથી.

બીજા અમુક લોકો માને છે કે ઈશ્વરે આપણને બનાવીને તરછોડી દીધા છે. તે આપણને કોઈ માર્ગદર્શન આપતા નથી. પણ શું એ સાચું છે? એના જવાબ માટે આપણે પ્રાણીઓનો વિચાર કરીએ. પ્રાણીઓ પોતાનું રક્ષણ કરવા, બચ્ચાં પેદા કરવા તેમ જ ખોરાક મેળવવા પોતાની સહજ બુદ્ધિનો ઉપયોગ કરે છે. કુદરતની રચનાનો આ તો માત્ર એક જ દાખલો છે. આવા તો હજારો દાખલા આપણે સૃષ્ટિમાં જોઈ શકીએ છીએ. આ બધું જોતા તમને નથી લાગતું કે આપણને બનાવનાર કોઈ છે? એમ હોય તો શું તે આપણને માર્ગદર્શન આપ્યા વગર છોડી દેશે?—રૂમી ૧:૧૯, ૨૦.

જો આપણે સાચું માર્ગદર્શન ચાહતા હોઈએ તો ઉત્ક્રાંતિમાં માનવું ન જોઈએ. તેમ જ ઈશ્વરે આપણને તરછોડી દીધા છે એવી ખોટી માન્યતાથી દૂર રહેવું જોઈએ.

[Picture on page 5]

બાઇબલનું માર્ગદર્શન આપણા ભલા માટે છે