સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું શિક્ષા કરવા પરમેશ્વર આપણા પર આફતો લાવે છે?

શું શિક્ષા કરવા પરમેશ્વર આપણા પર આફતો લાવે છે?

બાઇબલ શું કહે છે

શું શિક્ષા કરવા પરમેશ્વર આપણા પર આફતો લાવે છે?

એક ડૉક્ટરે પચાસેક વર્ષની સ્ત્રીને જણાવ્યું કે તેને કૅન્સર છે. એ સાંભળીને સ્ત્રીએ કહ્યું કે ‘વર્ષો પહેલા મેં એક મોટી ભૂલ કરી હતી એની પરમેશ્વરે મને શિક્ષા કરી.’

ઘણા લોકો માને છે કે પરમેશ્વર આપણી ભૂલો માટે સજા કરે છે. સજારૂપે તે આપણા પર દુઃખ-તકલીફો લાવે છે. અમુક લોકો પર ઉપરા-ઉપરી દુઃખ-તકલીફ આવી પડે છે ત્યારે તેઓ વિચારે છે કે ‘મેં એવું તે શું કર્યું છે કે મારે માથે આફતો તૂટી પડી છે.’ જ્યારે જીવનમાં દુઃખ-તકલીફો આવી પડે, ત્યારે એવું માનવું જોઈએ કે પરમેશ્વર આપણને શિક્ષા કરી છે? એ સવાલનો જવાબ મેળવવા ચાલો જોઈએ કે બાઇબલ એના વિષે શું કહે છે.

ઈશ્વરભક્તો પણ આફતોનો ભોગ બન્યા

ચાલો જૂના જમાનાના ઈશ્વરભક્ત અયૂબનો વિચાર કરીએ. બાઇબલમાં જણાવ્યું છે કે અચાનક અયૂબે માલમિલકત ગુમાવવી પડી. વાવાઝોડાને લીધે દસ સંતાનોને ગુમાવવા પડ્યા. તે પોતે પણ ભયંકર રોગનો ભોગ બન્યા. (અયૂબ ૧:૧૩-૧૯; ૨:૭, ૮) આ બધું ભોગવીને અયૂબ પોકારી ઊઠ્યા કે ‘પરમેશ્વર મારી વિરુદ્ધ થઈ ગયા છે.’ (અયૂબ ૧૯:૨૧, ઈઝી ટુ રીડ વર્શન) અયૂબને લાગ્યું કે આ મુશ્કેલીઓ દ્વારા પરમેશ્વર તેમને શિક્ષા કરી રહ્યા છે.

પણ એ સાચું ન હતું, કેમ કે બાઇબલમાં પરમેશ્વરે જણાવ્યું હતું કે અયૂબ જેવો ‘નિર્દોષ, પ્રામાણિક ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.’ (અયૂબ ૧:૮) આ બતાવે છે કે અયૂબ પર પરમેશ્વરનો આશીર્વાદ હતો. તો તમને લાગે છે કે પરમેશ્વરે અયૂબ પર દુઃખ-તકલીફો લાવીને સજા કરી હશે?

અયૂબની જેમ બીજા ઈશ્વરભક્તોએ પણ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. જેમ કે યુસફે કોઈ પણ ગુનો કર્યા વગર ઘણા વરસો સુધી કારાવાસ ભોગવવો પડ્યો. (ઉત્પત્તિ ૩૯:૧૦-૨૦; ૪૦:૧૫) ઈશ્વરભક્ત તીમોથીએ ‘વારંવાર મંદવાડ’ વેઠવો પડ્યો. (૧ તીમોથી ૫:૨૩) અરે, ઈસુ ખ્રિસ્ત નિર્દોષ હોવા છતાં લોકોએ તેમને રિબાવી-રિબાવીને મારી નાખ્યા. (૧ પીતર ૨:૨૧-૨૪) બાઇબલના આ ત્રણેવ દાખલામાંથી શીખવા મળે છે કે આપણે ભૂલો કરી હોય કે ના કરી હોય, દુઃખ-તકલીફો આવવાની જ. એટલે આપણા પર દુઃખ-તકલીફો આવી પડે એમાં પરમેશ્વરનો હાથ નથી. તો પછી, એની પાછળ કોનો હાથ છે?

દુઃખ-તકલીફો કોણ લાવે છે?

બાઇબલ જણાવે છે કે અયૂબે જે દુઃખ-તકલીફો વેઠવી પડી એ માટે શેતાન જવાબદાર હતો. (અયૂબ ૧:૭-૧૨; ૨:૩-૮) એટલા માટે બાઇબલ આપણને ચેતવણી આપે છે કે “પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” (પ્રકટીકરણ ૧૨:૧૨) શેતાન આ દુનિયાના લોકોને ચાલાકીઓ વાપરીને ફસાવે છે, અને દુઃખ-તકલીફોમાં ધકેલે છે.—યોહાન ૧૨:૩૧; ગીતશાસ્ત્ર ૩૭:૧૨, ૧૪. *

આપણા પર આવતી અમુક દુઃખ-તકલીફો માટે શેતાન જવાબદાર હોય શકે. જ્યારે કે અમુક વખતે આપણી પોતાની ભૂલોને લીધે જ તકલીફો વેઠવી પડે છે. (ગીતશાસ્ત્ર ૫૧:૫; રૂમી ૫:૧૨) અમુક વખતે આપણે ખોટા નિર્ણયો લઈએ છીએ એટલે તકલીફો આવે છે. એ સમજવા ચાલો એક દાખલો લઈએ. એક માણસ જાણીજોઈને પૂરતો ખોરાક લેતો નથી કે પૂરતી ઊંઘ લેતો નથી. એમ કરવાથી તેની તબિયત બગડી જાય છે. આ કિસ્સામાં કોનો વાંક, તેનો પોતાનો કે શેતાનનો? આપણે જેવું વાવીશું એવું જ લણીશું. (ગલાતી ૬:૭) એટલે જ બાઇબલ જણાવે છે કે “માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે.”—નીતિવચનો ૧૯:૩.

અમુક વખતે સમય અને સંજોગોની અસરને લીધે માણસે દુઃખ-તકલીફો વેઠવા પડે છે. (સભાશિક્ષક ૯:૧૧) એ સમજવા ચાલો એક ઉદાહરણનો વિચાર કરીએ. એક માણસ ઘરની બહાર હોય છે ત્યારે અચાનક વરસાદ તૂટી પડે છે. આ માણસ ઓછો કે વધારે ભીનો થાય એનો આધાર તે કયા સમય-સંજોગોમાં ક્યાં છે એના પર છે. એવી જ રીતે માણસના જીવનમાં વધારે કે ઓછી તકલીફ આવી પડી એ પણ સમય-સંજોગો પર આધારિત છે. આપણે દુનિયાના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા હોવાથી અચાનક આપણા પર સંકટ આવી પડે છે. (૨ તીમોથી ૩:૧-૫) પણ શું એનો અર્થ એ થાય કે આપણે હંમેશાં સંકટ વેઠવા પડશે?

જલદી જ પૃથ્વી પર સુખ-શાંતિ આવશે

બાઇબલમાં પરમેશ્વરે વચન આપ્યું છે કે તે જલદી જ બધી જ દુઃખ-તકલીફો દૂર કરશે અને આપણા માટે સુખ-શાંતિ લાવશે. (યશાયાહ ૨૫:૮; પ્રકટીકરણ ૨૧:૩, ૪) પણ અત્યારે આપણા પર જે દુઃખ-તકલીફો આવી રહ્યા છે એમાં યહોવાહ આપણી સંભાળ રાખે છે. એ માટે તે આપણને પવિત્ર શાસ્ત્રમાંથી શિખામણ અને દિલાસો આપે છે. (રૂમી ૧૫:૪; ૧ પીતર ૫:૭) બાઇબલમાં પરમેશ્વર યહોવાહે વચન આપ્યું છે કે તે જલદી જ પૃથ્વી પર સુખ-શાંતિ લાવશે. જેઓ તેમની આજ્ઞા પાળશે તેઓને એવી પૃથ્વી પર હંમેશ માટે સુખ-શાંતિનું જીવન મળશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯, ૩૭. (g09 01)

[ફુટનોટ્‌સ]

^ વધારે માહિતી માટે નવેમ્બર ૧૫, ૨૦૦૫નું ચોકીબુરજ પાન ૩થી ૭ જુઓ.

શું તમે કદીયે વિચાર્યું છે?

◼ શું જેઓએ મોટી ભૂલ કે પાપ કર્યા છે તેઓને જ દુઃખ-તકલીફો ભોગવવા પડે છે?—અયૂબ ૧:૮.

◼ શું આપણી દરેક દુઃખ-તકલીફો માટે શેતાન જવાબદાર છે?—ગલાતી ૬:૭.

◼ શું આપણે દુઃખ-તકલીફો હંમેશાં ભોગવવા પડશે?—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

[પાન ૧૮ પર બ્લર્બ]

શું સમય અને સંજોગોની અસર આપણા પર થાય છે?—સભાશિક્ષક ૯:૧૧