સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્ટુડન્ટે ટીચરને શીખવ્યું

સ્ટુડન્ટે ટીચરને શીખવ્યું

સ્ટુડન્ટે ટીચરને શીખવ્યું

◼ જૉર્જિયા દેશના બાતુમી શહેરની આ વાત છે. ત્યાંની એક સ્કૂલમાં ટીચરે પોતાના સ્ટુડન્ટ્‌સને બાઇબલમાં આપેલી દસ આજ્ઞાઓ મોઢે બોલવા કહ્યું. ફક્ત ઍની નામની એક જ છોકરી એ આજ્ઞાઓ કડકડાટ બોલી ગઈ. એ સાંભળીને ટીચરને બહુ નવાઈ લાગી. ટીચરે તેને બાઇબલને લગતા બીજા સવાલો પણ પૂછ્યા. એના જવાબ પણ ઍનીએ સરસ રીતે આપ્યા. એટલે ટીચરે તેને પૂછ્યું કે તને આ બધું કેવી રીતે આવડે છે? ઍનીએ કહ્યું કે તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખે છે. ટીચરે તરત જ તેની વાત કાપતા કહ્યું, તેઓની વાત ના કરીશ, તેઓ તો પોતાના ધર્મને ચુસ્ત રીતે પકડી રાખે છે. અરે, કંઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.

બીજી એક વખતે ટીચરે પોતાના સ્ટુડન્ટ્‌સને એક નિબંધ લખવા કહ્યું. એનો વિષય હતો, ‘જૉર્જિયામાં થતી મુશ્કેલીઓનો અંત કોણ લાવશે?’ ઍનીએ પોતાના નિબંધમાં લખ્યું કે ‘માણસો કોઈ પણ દુઃખ-તકલીફોનો હલ લાવી નહીં શકે, કેમ કે બાઇબલ જણાવે છે કે “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”’ (યર્મિયા ૧૦:૨૩) અંતમાં તેણે લખ્યું કે ફક્ત ઈશ્વર જ આખી દુનિયા પરથી દુઃખ-તકલીફોને દૂર કરશે.

ટીચરને ઍનીનો નિબંધ ખૂબ જ ગમ્યો. એટલે બીજા દિવસે ટીચરે એમાંથી અમુક વિચારો સ્ટુડન્ટ્‌સને વાંચી સંભળાવ્યા. જેમ કે કેવી રીતે આખી દુનિયાની તકલીફોનો અંત આવશે, વગેરે વગેરે. આ રીતે ટીચરે ઍનીના નિબંધના ખૂબ વખાણ કર્યા. અરે, ઍનીના સારા વાણી-વર્તનના પણ વખાણ કર્યા.

અમુક સમય પછી ટીચરના ઘરે યહોવાહના સાક્ષીઓ બાઇબલનો સંદેશો જણાવવા આવ્યા. ટીચરે તેઓનું સારી રીતે સાંભળ્યું. પછી તેઓને જણાવ્યું કે પહેલા હું માનતી હતી કે યહોવાહના સાક્ષીઓ ખૂબ જ ચુસ્ત છે. પણ મારી સ્કૂલમાં ભણતી ઍનીને જોઈને મારા વિચારો બદલાઈ ગયા. ૨૦૦૭માં એ ટીચર યહોવાહના સાક્ષીઓની એક ખાસ સભામાં ગયા. એ સભામાં તેઓએ ઈસુ ખ્રિસ્તે આપેલા બલિદાનની ઊજવણી કરી હતી.

એ સભા પછી ટીચરે જણાવ્યું કે યહોવાહના સાક્ષીઓને બાઇબલનું ઘણું જ્ઞાન છે. આજે એ ટીચર યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી અભ્યાસ કરી રહ્યા છે. આ ટીચરની જેમ જો તમને પણ બાઇબલ વિષે વધારે જાણવું હોય તો યહોવાહના સાક્ષીઓને મળજો. એ માટે પાન પાંચ પર આપેલા યોગ્ય સરનામા પર લખીને વધારે માહિતી મંગાવી શકો. (g09 03)

[પાન ૯ પર ચિત્ર]

ઍની નિબંધ લખી રહી છે