ટેન્શનમાં દબાયેલા સ્ટુડન્ટ
ટેન્શનમાં દબાયેલા સ્ટુડન્ટ
સત્તર વર્ષની જેનીફર બહુ હોશિયાર છે. તે ક્લાસમાં ટોપ માર્ક્સ મેળવે છે. ક્લાસ પહેલાં કે પછી તે અનેક ઍક્ટિવિટીમાં ભાગ લે છે. તેના ટીચર અને કાઉન્સેલર તેના વખાણ કરે છે. પણ ગ્રેજ્યુએટ થઈ એના આગલા વર્ષથી તેનું માથું દુખવા લાગ્યું. વારંવાર ઊલટી જેવું થતું. જેનીફરે કહ્યું કે ‘કલાકો સુધી હોમવર્ક કરવાથી પૂરતી ઊંઘ મળતી ન હતી. બહુ જ થાકી જતી. એટલે હું બીમાર થઈ ગઈ.’
જેનીફરની જેમ અનેક વિદ્યાર્થીઓ પણ કહે છે કે સ્કૂલમાં બહુ ટેન્શન હોય છે. અમુક સ્ટુડન્ટ સાઇકિયાટ્રિસ્ટની મદદ લે છે. અમેરિકાના શિક્ષણખાતાના અમુક અધિકારીઓએ વિદ્યાર્થીઓનું ટેન્શન ઘટાડવા માટે એક પ્રોગ્રામ ગોઠવ્યો છે. આ પ્રોગ્રામનું નામ ચેલેંજ સક્સેસ છે.
શું તમે ભણો છો? તમે પણ સ્ટ્રેસમાં છો? એ સહેવા ક્યાંથી મદદ મળી શકે? કદાચ તમે માબાપ તરીકે શું બાળકના ચહેરા પર સ્ટ્રેસ જુઓ છો? તેઓને મદદ કરવા તમે શું કરી શકો? (g09 04)