સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપ શું કરી શકે?

માબાપ શું કરી શકે?

માબાપ શું કરી શકે?

અમેરિકામાં એક એજ્યુકેશન ઓર્ગેનાઈઝેશન સ્ટુડન્ટને આમ કરવાનું ઉત્તેજન આપે છે: ‘આગળ વધવા ગજા ઉપરાંત મહેનત કરો.’ અમુક યુવાનો એમ કરતા હોવાથી તન-મનથી થાકી જાય છે. સાઇકોલૉજિસ્ટ મેડલીન લવાયન કહે છે: ‘કોચ અને ટીચર, એડવાન્સ કોર્સ, સ્કૂલ પહેલાં અને પછીની ઍક્ટિવિટી સ્ટુડન્ટની બધી શક્તિ નિચવી લે છે. ઘણા સ્ટુડન્ટ આ રીતેના દબાણથી ભાંગી પડે છે.’ એવા વિદ્યાર્થીઓ સહેલાઈથી બીમાર પડી શકે. તેઓની મનની શાંતિ છીનવાઈ જઈ શકે.

તમારા બાળકો પર બહુ સ્ટ્રેસ આવતો હોય તો, સ્કૂલે જઈને ટીચર, પ્રિન્સિપાલ, કાઉન્સલર સાથે વાત કરો. એમ કરવું તમારો હક્ક છે.

બાઇબલ માબાપને સલાહ આપે છે: ઈશ્વરના નિયમો “તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.”—પુનર્નિયમ ૬:૭.

બાળકના ભણતરમાં રસ લેવામાં કંઈ ખોટું નથી. એમ કરવાથી તમારો પ્રેમ દેખાઇ આવશે. તમારો પ્રેમ અને સાથ મળવાથી બાળકનું ટેન્શન ઘટી જશે. (g09 04)

[પાન ૯ પર ચિત્ર]

ટીચર અને કાઉન્સેલર સાથે તમારા બાળકના સ્ટ્રેસ વિષે વાત કરો