સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હું કઈ રીતે બાઇબલ વાંચવાની મઝા લઈ શકું?’

‘હું કઈ રીતે બાઇબલ વાંચવાની મઝા લઈ શકું?’

યુવાનો પૂછે છે

‘હું કઈ રીતે બાઇબલ વાંચવાની મઝા લઈ શકું?’

તમે ક્યારે બાઇબલ વાંચો છો? (એક પર ટિક કરો)

દરરોજ

અઠવાડિયામાં એકવાર

બીજું કંઈ․․․․․

નીચેનું વાક્ય પૂરું કરો.

બાઇબલ વાંચવામાં મજા આવતી નથી કેમ કે . . .

(લાગુ પડે એ બધામાં ટિક કરો)

મને કંટાળો આવે છે

મને સમજાતું નથી

મન ભટકે છે

બીજું કંઈ ․․․․․

શું તમને બાઇબલ વાંચવાનો કંટાળો આવે છે? એમ હોય તો કદાચ તમને પણ ૧૮ વર્ષના વીલ જેવું લાગી શકે. તેણે કહ્યું: “બાઇબલ વાંચનમાંથી ફાયદો ઉઠાવતા ન આવડે તો, કંટાળો આવવાનો જ છે.”

એ જાણવું જરૂરી છે કેમ કે એનાથી નીચેના ફાયદા થાય છે:

સારા નિર્ણયો લઈ શકશો

બેસ્ટ ફ્રેન્ડ બનાવી શકશો

સ્ટ્રેસમાં મદદ મળશે

બાઇબલનું શિક્ષણ હીરા-મોતી જેવું છે. એ આપોઆપ મળતા નથી. જેમ ખજાનો શોધવા મહેનત કરીએ તેમ બાઇબલનું શિક્ષણ સમજવા મહેનત કરવી જોઈએ. જેટલી મહેનત કરીશું એટલું બાઇબલના શિક્ષણથી લાભ થશે.—નીતિવચનો ૨:૧-૬.

બાઇબલના શિક્ષણમાંથી કઈ રીતે લાભ થશે? જમણી બાજુનું બૉક્સ કાપીને સાચવી રાખો. એક સાઇડ બતાવશે કે બાઇબલ વાંચતી વખતે શું ધ્યાનમાં રાખવું. એની બીજી સાઇડ બતાવશે કે કયા ક્રમમાં બાઇબલ વાંચી શકાય. તેમ જ, આ લેખમાં આપેલા સૂચનોમાંથી તમને પસંદ પડે એ વાપરો.

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

તમારી પાસે ઇન્ટરનેટ હોય તો, www.watchtower.org/e/bible પર અંગ્રેજી બાઇબલ વાંચી શકો.

આના વિષે વિચાર કરો

કહેવામાં આવે છે કે જેટલી મહેનત કરો એટલું પામો.

▪ એ સિદ્ધાંત બાઇબલમાંથી લાભ લેવા કઈ રીતે લાગુ પડે છે?

▪ બાઇબલ વાંચવા તમારા માટે કયો સારો ટાઇમ છે?

[પાન ૧૩ પર બોક્સ/ચિત્ર]

બાઇબલ . . .

વાંચતા પહેલાં

▪ શાંત જગ્યા શોધો જેથી વાંચવામાં મન લગાડી શકો.

▪ સમજણ માટે પ્રાર્થના કરો.

વાંચતી વખતે

▪ નકશો અને બનાવોના ચિત્રો વાપરીને દૃશ્યની કલ્પના કરો.

▪ ક્યાં, કેવી રીતે, શું બન્યું, એવી વિગતો વિચારો.

▪ ફૂટનોટ અને એને લગતી બીજી કલમો જુઓ.

▪ આવા સવાલોનો વિચાર કરો:

વિગતો: ક્યારે બન્યું? કોણે શું કહ્યું? કોને કહ્યું?

અર્થ: હું બીજાને કઈ રીતે એ સમજાવીશ?

ફાયદો: યહોવાહે એ બાઇબલમાં કેમ લખાવ્યું? એ મને યહોવાહ વિષે શું શીખવે છે? હું એમાંથી શું શીખ્યો?

વાંચ્યા પછી

▪ યહોવાહના સાક્ષીઓના લિટરેચરમાં વધારે રિસર્ચ કરો. જેમ કે ચોકીબુરજમાં આવેલા લેખો, “યહોવાહનો શબ્દ જીવંત છે.”

▪ ફરીથી પ્રાર્થના કરો. યહોવાહને જણાવો કે તમે શું શીખ્યા અને એને કઈ રીતે જીવનમાં ઉતારશો. બાઇબલ માટે તેમને થેંક્યું કહો.

[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]

તમે બાઇબલ વાંચવાનું ક્યાંથી શરૂ કરશો?

સૂચનો:

□ પહેલેથી છેલ્લે આખું બાઇબલ વાંચો.

□ બાઇબલ પુસ્તકો જે ક્રમમાં લખાયા એ પ્રમાણે વાંચો. અથવા બનાવો ક્રમમાં વાંચો.

□ દરરોજ બાઇબલમાંથી જુદો ભાગ વાંચો.

સોમવાર: ઇતિહાસ (ઉત્પત્તિથી એસ્તર)

મંગળવાર: ઈસુનું જીવન અને શિક્ષણ (માત્થીથી યોહાન)

બુધવાર: પહેલી સદીનું મંડળ (પ્રેરિતોનાં કૃત્યો)

ગુરુવાર: ભવિષ્યવાણી અને યહોવાહનું માર્ગદર્શન (યશાયાહથી માલાખી અને પ્રકટીકરણ)

શુક્રવાર: કાવ્યો અને ગીતો (અયૂબ, ગીતશાસ્ત્ર અને ગીતોનું ગીત)

શનિવાર: જીવનમાં લાગુ પાડવાના સિદ્ધાંતો (નીતિવચનો અને સભાશિક્ષક)

રવિવાર: મંડળને લખેલા પત્રો (રૂમીથી યહુદા)

તમે જે ક્રમમાં બાઇબલ વાંચો એના અધ્યાય પછી ✔ કરો. અથવા બીજે ક્યાંક એની નોંધ કરી લો.

આ બૉક્સ કાપીને બાઇબલ સાથે રાખો

[પાન ૧૪ પર બોક્સ/ડાયગ્રામ]

બાઇબલ ઇતિહાસને જીવંત બનાવો

જે વાંચો છો એમાં ડૂબી જાવ. દાખલા તરીકે:

□ નામોનું લીસ્ટ હોય તો, કુટુંબ પ્રમાણે એનો ચાર્ટ બનાવો.

ડાયગ્રામ બનાવો. જેમ કે, તમે કોઈ ઈશ્વરભક્ત વિષે વાંચો તો, તેમના ગુણો લખો. તેમના કામો લખો. પછી તેમને મળેલા આશીર્વાદો પણ લખો.—નીતિવચનો ૨૮:૨૦.

[ડાયગ્રામ]

ઈશ્વરના મિત્ર

આજ્ઞા પાળી

ઈશ્વરમાં શ્રદ્ધા

ઇબ્રાહીમ

□ એ બનાવના ચિત્રો દોરો.

□ બનાવ વિષે અમુક કાર્ટૂન દોરો. એની નીચે જણાવો કે શું બની રહ્યું છે.

મોડલ બનાવો. જેમ કે નુહનું વહાણ.

□ કુટુંબ કે મિત્રો સાથે મોટેથી વાંચો. બધા જ એ રીતે વાંચે જાણે નાટક વાંચી રહ્યાં હોય.

□ કોઈ પણ બનાવને ન્યૂઝ સ્ટોરી તરીકે જણાવો. ન્યૂઝ રિપોર્ટરની જેમ બનાવની મુખ્ય વ્યક્તિઓ અને સાક્ષીઓનું ઇન્ટર્વ્યૂં લેતા હોય એવો રિપોર્ટ બનાવો.

□ એવો કોઈ બનાવ લો જેમાં વ્યક્તિએ ખોટો નિર્ણય લીધો હોય. પછી કલ્પના કરો કે ખરો નિર્ણય લીધો હોત તો શું થયું હોત. જેમ કે પીતરે ત્રણ વાર ઈસુનો નકાર કર્યો. (માર્ક ૧૪:૬૬-૭૨) પીતર એ દબાણમાં ડરી ગયા ન હોત તો શું થયું હોત?

□ બાઇબલના ડ્રામા જુઓ કે સાંભળો.

બાઇબલના બનાવ પરથી ડ્રામા લખો. એમાંથી તમે શું શીખ્યા એ પણ જણાવો.—રૂમી ૧૫:૪.

આઇડિયા: તમારા ફ્રેન્ડ્‌સ સાથે ડ્રામા ભજવો.

[પાન ૧૫ પર બોક્સ/ચિત્ર]

હોંશથી વાંચો

◼ ધ્યેય બાંધો. નક્કી કરો કે કઈ તારીખથી તમે બાઇબલ વાંચવાનું શરૂ કરશો.

․․․․․

◼ બાઇબલમાંથી મનગમતું પુસ્તક વાંચવાનું શરૂ કરો. (“તમે બાઇબલ વાંચવાનું ક્યાંથી શરૂ કરશો?” બૉક્સ જુઓ) નીચે લખો કે તમે કયું બાઇબલ પુસ્તક પ્રથમ વાંચશો.

․․․․․

◼ દરરોજ બાઇબલ વાંચો. ન વાંચો એના કરતાં કમ-સે-કમ ૧૫ મિનિટ વાંચો. નીચે લખો કે તમે કેટલો સમય વાંચશો.

․․․․․

સૂચન: સ્ટડી માટે એક બાઇબલ જુદું રાખો. એમાં ટૂંકી નોંધ લખો. જે કલમો ગમે એને માર્ક કરો.

[પાન ૧૫ પર બોક્સ/ચિત્ર]

બીજા યુવાનો શું કહે છે?

“હું રોજ સૂતા પહેલાં બાઇબલ વાંચું છું. એના પર વિચાર કરતી કરતી સૂઈ જઉં છું.”મેગન.

“હું એક કલમ પર પંદરેક મિનિટ સ્ટડી કરું. એની બધી જ ફૂટનોટ, એને લગતી બીજી કલમો વાંચું. વધારે રિસર્ચ કરું. અમુક વાર એક સાથે બધું કરી શકતો નથી. પણ આ રીતે બાઇબલ વાંચવાની મજા આવે છે.”—કોરી.

“એકવાર મેં દસ મહિનામાં જ આખું બાઇબલ વાંચી કાઢ્યું. એનાથી જોઈ શક્યો કે બધા ભાગ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. એ વિષે હું પહેલાં અજાણ હતો.”—જોન.

[પાન ૧૫ પર બોક્સ]

પસંદ કરો

□ કોઈ એક બનાવ પસંદ કરો. બાઇબલમાં ઘણા અનુભવો છે. જે બનાવ ગમે, ત્યાંથી વાંચવાનું શરૂ કરીને પૂરું કરો.

સૂચન: એ બનાવમાંથી વધારે લાભ લેવા પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પ્રકરણ ૩૯ જુઓ. એ પુસ્તક યહોવાહના સાક્ષીઓનું છે.

□ સુવાર્તાનું પુસ્તક પસંદ કરો. માત્થી (ઈસુ વિષે લખાયેલું પહેલું પુસ્તક). માર્ક (બનાવોનું ટૂંકું પણ નાટકીય વર્ણન). લુક (પ્રાર્થના અને સ્ત્રીઓ વિષે વધારે જણાવે છે). યોહાન (સુર્વાતાના બીજા ત્રણ પુસ્તકમાં જે માહિતી નથી એ આમાં છે).

સૂચન: એ પુસ્તક વાંચતા પહેલાં એના વિષે અને એના લેખકની ઝલક મેળવી લો. આમ તમે જોઈ શકશો કે એ કઈ રીતે બીજા પુસ્તકોથી અલગ છે.

□ ગીતશાસ્ત્રનું કોઈ એક ગીત પસંદ કરો. દાખલા તરીકે:

કોઈ મિત્ર ન હોય, સૂનું સૂનું લાગતું હોય, તો ગીતશાસ્ત્ર ૧૪૨ વાંચો.

પોતાની કોઈ નબળાઈને લીધે નિરાશ હોય, તો ગીતશાસ્ત્ર ૫૧ વાંચો.

યહોવાહના ધોરણો પ્રમાણે જીવવું કે નહિ એવો સવાલ થાય, તો ગીતશાસ્ત્ર ૭૩ વાંચો.

સૂચન: જે ગીતથી તમને ઉત્તેજન મળ્યું હોય એની નોંધ રાખો.

[પાન ૧૬ પર બોક્સ]

વધારે રિસર્ચ કરો

◼ બનાવનો વિચાર કરો. એ ક્યારે, ક્યાં, કેવા સંજોગમાં થયો એ વિચારો.

દાખલા તરીકે: હઝકીએલ ૧૪:૧૪ વાંચો. નુહ અને અયૂબ યહોવાહને વિશ્વાસુ હતા. યહોવાહે દાનીયેલને પણ તેઓ જેવાં ગણ્યા. એ વખતે દાનીયેલ કેટલા વર્ષના હતા?

જવાબ શોધવા મદદ: દાનીયેલ માંડ ટીનેજર હતા ત્યારે ગુલામ બનાવી બાબેલોનમાં લઈ જવાયા. એના પાંચેક વર્ષ પછી હઝકીએલનો ૧૪મો અધ્યાય લખાયો.

રિસર્ચનો ફાયદો: દાનીયેલ યુવાન હોવાથી શું યહોવાહે તેમની શ્રદ્ધા મામૂલી ગણી? કેવા નિર્ણયોથી તેમને આશીર્વાદ મળ્યા? (દાનીયેલ ૧:૮-૧૭) દાનીયેલની જેમ તમે પણ કઈ રીતે સારા નિર્ણયો લઈ શકો?

◼ વિગતોનો વિચાર કરો. કોઈ વાર એક-બે શબ્દો ઘણું કહી જાય છે.

દાખલા તરીકે: માત્થી ૨૮:૭ને માર્ક ૧૬:૭ સાથે સરખાવો. માર્કે કેમ જણાવ્યું કે ઈસુ જલદી જ શિષ્યો “તથા પીતરને” દેખાશે?

જવાબ શોધવા મદદ: એ બનાવ વખતે માર્ક ત્યાં ન હતા. તેમને એ માહિતી પીતર પાસેથી મળી.

રિસર્ચનો ફાયદો: ઈસુ ફરીથી પીતરને મળવા માંગે છે એ જાણીને પીતરને કેવું લાગ્યું હશે? શા માટે? (માર્ક ૧૪:૬૬-૭૨) ઈસુ કઈ રીતે પીતરના જિગરી દોસ્ત સાબિત થયા? તમે કઈ રીતે ઈસુને પગલે ચાલીને બીજાના સાચા મિત્ર બની શકો?

◼ વધારે રિસર્ચ કરો. સમજણ મેળવવા આપણી સંસ્થાનું લિટરેચર વાંચો.

દાખલા તરીકે: માત્થી ૨:૭-૧૫ વાંચો. માગીઓ ક્યારે ઈસુને મળવા ગયા હતા?

જવાબ શોધવા મદદ: યહોવાહના સાક્ષીઓનું ધ વૉચટાવર જાન્યુઆરી ૧, ૨૦૦૮, પાન ૩૧ જુઓ.

રિસર્ચનો ફાયદો: ઈસુનું કુટુંબ મિસર ગયું ત્યારે યહોવાહે કઈ રીતે તેઓની જરૂરિયાત પૂરી પાડી? ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને, તમે કઈ રીતે અઘરાં સંજોગો સહી શકો?—માત્થી ૬:૩૩, ૩૪. (g09 04)