સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

છઠ્ઠી રીત માફી આપો

છઠ્ઠી રીત માફી આપો

છઠ્ઠી રીત માફી આપો

‘એકબીજાનું સહન કરો અને ક્ષમા કરો.’—કોલોસી ૩:૧૩.

આનો અર્થ શું થાય. સુખી પતિ-પત્ની પોતાના અનુભવોમાંથી શીખે છે. પણ એનો અર્થ એ નથી કે તેઓ એકબીજાની ભૂલોનું લિસ્ટ બનાવી રાખે. અથવા તો એ યાદ રાખીને ટોણા મારે કે “તું તો હંમેશાં મોડું જ કરે છે” કે “તું ક્યારે મારું સાંભળે છે?” પતિ-પત્ની બંને જાણે છે કે દરિયાદિલ વ્યક્તિ તરત ‘માફી આપશે.’—નીતિવચનો ૧૯:૧૧.

એ કેમ મહત્ત્વનું છે. ભગવાન તો હંમેશાં “ક્ષમા કરવાને તત્પર છે,” પણ માણસ એવો નથી. (ગીતશાસ્ત્ર ૮૬:૫) મનદુઃખ થાય, ઝઘડા થાય, બોલાચાલી થાય, એનું કંઈ કરવામાં ન આવે તો પતિ-પત્ની વચ્ચે અંતર વધતું જશે. એટલે સુધી કે માફી આપવી પણ અશક્ય લાગવા માંડે. પતિ-પત્ની પોતપોતાની લાગણીમાં તણાયા કરે. બીજાની લાગણી વિષે પેટનું પાણીયે ન હાલે. સમય જતાં કદાચ બંનેને લાગવા માંડે કે આની સાથે ક્યાં ફસાયા!

આમ કરી જુઓ. તમારા જીવનસાથી સાથે લગ્‍ન પહેલાં કે પછી લીધેલા ફોટા જુઓ. તમારા ઘરમાં તકલીફો શરૂ થઈ એ પહેલાં એકબીજામાં હતો એવો પ્રેમ જગાડવા પ્રયત્ન કરો. તમને જીવનસાથીના જે ગુણો ગમ્યા હતા એનો વિચાર કરો.

તમારા જીવનસાથીના કયા ગુણો તમને હજુ પણ બહુ જ ગમે છે?

તમે જેમ વધારે માફ કરશો તેમ તમારાં બાળકો પર કેવી સારી અસર પડી શકે એનો વિચાર કરો.

આટલું જરૂર કરો. કદાચ પાછી બોલાચાલી થાય તો હમણાંથી એક-બે રીત વિચારી રાખો જેથી પહેલાંના કડવાં બનાવોનાં પોપડાં પાછાં ન ઊખડે.

તમારા સાથીમાં ગમતા ગુણોના વખાણ કરો.—નીતિવચનો ૩૧:૨૮, ૨૯.

તમારાં બાળકોને કઈ કઈ રીતે માફ કરશો એનો વિચાર કરો.

તમારાં બાળકો સાથે માફી આપવા વિષે ચર્ચા કરી શકો. તેઓને જણાવી શકો કે કુટુંબમાં દરેકને એનાથી કેવા લાભ થાય છે. (g09 10)

[પાન ૮ પર ચિત્ર]

ભૂલો જાણે દેવું છે. તમે કોઈને માફ કરો પછી એ યાદ કરાવતા નથી