સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાંચમી રીત વાજબી બનો

પાંચમી રીત વાજબી બનો

પાંચમી રીત વાજબી બનો

‘તમારી સહનશીલતા સર્વના જાણવામાં આવે.’—ફિલિપી ૪:૫.

આનો અર્થ શું થાય. સુખી લગ્‍નજીવનમાં પતિ-પત્ની એકબીજાની ભૂલોને પકડી રાખતા નથી. (રૂમી ૩:૨૩) તેઓ પોતાનાં બાળકો સાથે પણ વધારે પડતા કડક નથી બનતા કે વધારે પડતી છૂટ નથી આપતા. કુટુંબ માટે તેઓ જરૂર પ્રમાણે નિયમો બાંધે છે. જો સુધારા-વધારા કરવા પડે તો ‘ન્યાયથી’ કે વાજબી બનીને કરે છે.—યિર્મેયાહ ૩૦:૧૧.

એ કેમ મહત્ત્વનું છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરથી આવેલું ‘જ્ઞાન નમ્ર, સહેજે સમજે એવું’ વાજબી છે. (યાકૂબ ૩:૧૭) ઈશ્વર આપણી પાસેથી મોટી મોટી આશાઓ નથી રાખતા, તો પતિ-પત્નીએ કેમ એકબીજા પાસેથી ઊંચી આશા રાખવી જોઈએ? નાની-નાની વાતમાં કચકચ કર્યા કરવાથી સુધારો થવાને બદલે, ખેંચતાણ વધી જશે. કદી ન ભૂલીએ કે “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.”—યાકૂબ ૩:૨.

સુખી કુટુંબમાં માબાપ પોતાનાં બાળકો સાથે પણ વાજબી બને છે. નાની નાની વાતમાં બહુ “કડક” બનતા નથી. (૧ પીતર ૨:૧૮) યુવાન છોકરાં જો સમજુ હોય, તો માબાપ તેઓને વધારે છૂટ આપે છે. ઝીણી ઝીણી બધી બાબતોમાં માથું મારતા નથી. એક પુસ્તક જણાવે છે કે તમારા યુવાનોના જીવનની દરેક બાબત પર કાબૂ રાખવા જશો તો એ નકામું છે. “એ જાણે વરસાદ આવે એ માટે નૃત્ય કરવા જેવું છે. નાચીને લોથપોથ થઈ જાવ તોય તમારા નાચવાથી કંઈ વરસાદ નહિ આવે.”

આમ કરી જુઓ. તમે કેટલા વાજબી છો એ જાણવા નીચેના સવાલોના જવાબ આપો.

તમે છેલ્લે ક્યારે તમારા જીવનસાથીને શાબાશી આપી હતી?

તમે છેલ્લે ક્યારે તમારા જીવનસાથીનો વાંક કાઢ્યો હતો?

આટલું જરૂર કરો. ડાબે આપેલા બૉક્સના પહેલા સવાલનો જવાબ આપતા તમને વાર લાગે અને બીજાનો જવાબ તરત આપ્યો હોય તો, વાજબી બનવા માટે ધ્યેય બાંધો.

તમારા જીવનસાથી સાથે વાત કરો કે તમે બંને શું કરી શકો.

તમારા યુવાન છોકરા જવાબદારીથી વર્તતા હોય તો તેઓને અમુક છૂટ આપવાનો વિચાર કરી શકો.

બાળકોએ કેટલા વાગે ઘરે આવી જવું? આવા વિષયો પર માબાપે બાળકો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. (g09 10)

[પાન ૭ પર ચિત્ર]

સમજુ ડ્રાઇવરની જેમ, કુટુંબમાં બધા વાજબી બને તો બીજાનો વિચાર પહેલા કરશે