‘સજાગ બનો! મૅગેઝિને મારું જીવન બચાવ્યું’
‘સજાગ બનો! મૅગેઝિને મારું જીવન બચાવ્યું’
● મેક્સિકોની અનિતા નામની સ્ત્રીને ત્રણ બાળકો હતા. તે હવે ફરીથી મા બનવાની હતી.* તેણે તેના પતિને કહ્યું તેને આ બાળક જોઈતું નથી. કોઈ પણ રીતે એનો નિકાલ કરવા માગે છે. અરે તેણે આપઘાત કરવાની પણ ધમકી આપી! એ વખતે તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખતી હતી પણ બહુ પ્રગતિ કરતી ન હતી. તેણે કહ્યું: ‘હું ઘમંડી હતી એટલે બહુ કંઈ ધ્યાન આપતી ન હતી.’
યહોવાહની સાક્ષી બહેને અનિતા સાથે બાઇબલ સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. દાખલા તરીકે, કૂખમાંના બાળકનું જીવન પણ પરમેશ્વરની નજરમાં કીમતી છે. પ્રાચીન ઈસ્રાએલમાં ગર્ભવતી સ્ત્રીને કોઈ ઇજા પહોંચાડે અને તેનું મોત થાય કે પછી ગર્ભપાત થઈ જાય તો પરમેશ્વરના નિયમ મુજબ ઇજા કરનારો ખૂની ગણાતો. (નિર્ગમન ૨૧:૨૨, ૨૩)# પણ અનિતાએ એ સિદ્ધાંતો પર ધ્યાન આપ્યું ન હતું. તેને તો બસ ગર્ભપાત જ કરાવવો હતો.
અનિતાએ કહ્યું, ‘કોઈએ મને સલાહ આપી કે એક ખાસ દવાનું ઇંજેક્શન લઈશ, તો તરત જ ગર્ભપાત થઈ જશે. એટલે મેં ઇંજેક્શન લાવીને મારા ફ્રેન્ડને એ મૂકવા કહ્યું. તેણે મૂક્યું પણ કંઈ થયું નહિ. પાછળથી મને ખબર પડી કે તેણે દવાને બદલે પાણીનું ઇંજેક્શન આપ્યું હતું. ખરેખર તો તેને બાળકનો નિકાલ કરવામાં મને સાથ આપવો ન હતો.’
જોકે હજુ પણ અનિતાને ગર્ભપાત કરાવવો જ હતો. ચોથો મહિનો ચાલતો હતો ત્યારે એક ડૉક્ટર ગર્ભપાત કરવા તૈયાર થયો. ગર્ભપાત કરવાનો હતો એના છ દિવસ પહેલા યહોવાહની સાક્ષી બહેને તેને “ગર્ભમાં રહેલા બાળકની ડાયરી”નો લેખ વાંચવા આપ્યો. (મે ૨૨, ૧૯૮૦નું અંગ્રેજી સજાગ બનો!) એ લેખના અંતમાં એક વાક્ય હતું: “આજે મારી મમ્મીએ મને મારી નાખી.” આ શબ્દો વાંચીને અનિતાનું દિલ હચમચી ગયું. તે કલાકોના કલાકો રડ્યા કરી. તેણે કહ્યું “એ લેખે મારી આંખો ખોલી નાખી.”
અનિતાએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. તે કહે છે “હવે હું યહોવાહ પરમેશ્વરને ખરા દિલથી પ્રેમ કરું છું.” પોતાની દીકરીને પણ બાઇબલમાંથી શીખવે છે, જેથી તે યહોવાહને ભજી શકે. યહોવાહે પોતાને જીવન આપ્યું એ માટે દીકરી તેમનો બહુ જ આભાર માને છે. બીજું કે સજાગ બનો!માં બાઇબલના સિદ્ધાંતોને લીધે તેનું જીવન બચી ગયું. એ માટે એ દીકરી દિલથી બાઇબલની પણ કદર કરે છે. (g10-E 02)
[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]
* નામ બદલવામાં આવ્યું છે.
[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]
# બાઇબલની મૂળ ભાષામાં એ કલમોનો અર્થ એ હતો કે માતા કે બાળક કોઈનું પણ મોત થાય.