સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું કઈ રીતે આત્મવિશ્વાસ વધારી શકું?

હું કઈ રીતે આત્મવિશ્વાસ વધારી શકું?

યુવાનો પૂછે છે

હું કઈ રીતે આત્મવિશ્વાસ વધારી શકું?

હા ના

તમે અરીસામાં જુઓ ત્યારે તમારા

દેખાવથી ખુશ છો? ❍ ❍

તમારી પાસે એવી કોઈ આવડત છે

જેના લોકો વખાણ કરે છે? ❍ ❍

શું તમે બીજા યુવાનો તરફથી આવતા

દબાણનો સામનો કરી શકો છો? ❍ ❍

તમારા ફાયદા માટે કોઈ સલાહ આપે

ત્યારે શું તમે એ સ્વીકારી શકો છો? ❍ ❍

કોઈ તમારા વિષે ખોટું બોલે ત્યારે

તમે એ સહન કરી શકો છો? ❍ ❍

લોકોની નજરમાં તમે વહાલા છો

એવું તમને લાગે છે? ❍ ❍

તમે તમારી તબિયતની સંભાળ રાખો છો? ❍ ❍

કોઈ પણ કાર્યોમાં બીજાઓ સફળ

થાય ત્યારે શું તમે તેઓને જોઈને ખુશ થાવ છો? ❍ ❍

શું તમને લાગે છે કે તમે જીવનમાં સફળ થયા છો? ❍ ❍

સવાલોના જવાબમાં જો તમે એકથી વધારે વખત “ના” પાડી હોય, તો એવું લાગે છે કે તમારામાં આત્મવિશ્વાસની કમી છે. કદાચ તમે તમારા સારા ગુણો ને આવડત જોઈ શકતા નથી. એ ગુણો અને આવડત જોવા આ લેખ તમને મદદ કરશે!

‘હું મારી નબળાઈઓને લીધે બહુ નિરાશ થઈ જાઉં છું. હું હંમેશાં પોતાને જ દોષ આપ્યા કરું છું.’—લટિશ્ય. *

‘તમે ભલે ગમે એટલા સુંદર દેખાતા હોવ, તમને એવી કોઈ વ્યક્તિ જરૂર મળશે જે તમારાથી વધારે સુંદર હોય.’—હેલી.

‘ગ્રૂપમાં રહેવાથી બીજાઓને લાગશે કે મને કંઈ આવડતું નથી. આવો ડર મારા મનમાં ઘૂસી ગયો છે. એટલે ગ્રૂપમાં રહેવાનું મને બહુ ફાવતું નથી.’—રેચલ.

ઘણા યુવાનો પોતાના રંગ-રૂપથી ખુશ નથી. તો ઘણાને લાગે છે કે તેઓમાં કોઈ ખાસ આવડત નથી. જ્યારે તેઓ બીજા યુવાનો સાથે પોતાની સરખામણી કરે છે ત્યારે તેઓ ઘણા નિરાશ થઈ જાય છે. શું તમે પણ આવું અનુભવો છો? જો એમ હોય, તો તમે એકલા નથી.

જો તમને પણ આ યુવાનો જેવું લાગતું હોય, તો નિરાશ ન થશો. એવી લાગણીઓને ટાળવા તમને મદદ મળી શકે છે. આપણે એવી ત્રણ બાબતો વિષે જોઈશું, જેનાથી તમે આત્મવિશ્વાસ વધારી શકશો.

૧. સારા મિત્રો બનાવો

બાઇબલ શું કહે છે. “સાચો મિત્ર હંમેશાં વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઈ જન્મ્યો છે.”—નીતિવચનો ૧૭:૧૭, IBSI.

કલમનો અર્થ. મુસીબતમાં સારા મિત્રો તમને ખૂબ ટેકો આપી શકે છે. (૧ શમૂએલ ૧૮:૧; ૧૯:૨) દોસ્તો તમને દિલથી ચાહે છે એ જોશો, તો તમને હિંમત મળશે. (૧ કોરીંથી ૧૬:૧૭, ૧૮) તેથી જેઓ તમને સારું કરવા ઉત્તેજન આપે છે, તેઓની દોસ્તી ક્યારેય છોડશો નહિ.

‘પાકા મિત્રો તમને જરૂર મદદ કરશે.’—ડોનેલ.

‘તમને ખબર હોય કે કોઈ તમને ખૂબ ચાહે છે, તો તમારી પણ કંઈ કિંમત છે એવું લાગશે.’—હેતર.

ખ્યાલ રાખો: મિત્રોને ખુશ રાખવા અલગ રીતે ના વર્તશો. એવા મિત્રો પસંદ કરો જેને તમારો અસલી સ્વભાવ ગમતો હોય. (નીતિવચનો ૧૩:૨૦; ૧૮:૨૪; ૧ કોરીંથી ૧૫:૩૩) જો મિત્રોને ખુશ રાખવા ખોટા કામો કરશો તો છેવટે તમને જ દુઃખ થશે અને શરમ અનુભવશો. એવું લાગશે કે તમારો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે.—રૂમી ૬:૨૧.

તમે કંઈક કરો. નીચે એવા મિત્રોના નામ લખો જે તમારો આત્મવિશ્વાસ વધારી શકે છે.

․․․․․

કેમ નહિ કે તમે જે વ્યક્તિનું નામ લખ્યું છે, તેની સાથે દોસ્તી મજબૂત કરવા વધારે સમય પસાર કરો. એ તમારી ઉંમરની હોય એવું જરૂરી નથી.

૨. બીજાની ખુશીનો વિચાર કરો

બાઇબલ શું કહે છે. ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી મળે છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

કલમનો અર્થ. જ્યારે તમે બીજાઓને મદદ કરો છો, ત્યારે તમે પોતાને પણ મદદ કરો છો. કઈ રીતે? એક બાઇબલ કલમ કહે છે: “ઉદાર માણસ ધનવાન બનશે અને પાણી પાનાર પોતે પણ પુષ્કળ પામશે.” (નીતિવચનો ૧૧:૨૫, IBSI) તમે જ્યારે કોઈ વ્યક્તિને પ્રેમથી મદદ કરશો, ત્યારે તમને ઘણી ખુશી મળશે. *

‘હું વિચારું છું કે મંડળના લોકોને શાની જરૂર છે. પછી એ પૂરું પાડવા પગલાં ભરું છું. બીજાઓની પ્રેમથી સંભાળ રાખવાથી મારા દિલને સારું લાગે છે.’—બ્રિયાના.

‘ઈશ્વર વિષે પ્રચાર કરવાના કામમાં બહુ આનંદ રહેલો છે. એમ કરવાથી તમે પોતા કરતાં બીજાઓની જરૂરિયાતો પર વધારે વિચારો છો.’—જેવન.

ખ્યાલ રાખો: કંઈક મેળવવાની સ્વાર્થી ભાવનાથી મદદ ના કરો. (માત્થી ૬:૨-૪) જો તમે ફાયદો ઉઠાવવા માટે જ મદદ કરશો તો તમને ખરેખર લાભ થશે નહિ. બધા જોઈ શકશે કે તમે ઢોંગી છો.—૧ થેસ્સાલોનીકી ૨:૫, ૬.

તમે કંઈક કરો. તમે અગાઉ કોઈ વ્યક્તિને મદદ કરી હોય એને યાદ કરો. એ વ્યક્તિ કોણ હતી? તેના માટે તમે શું કર્યું હતું?

․․․․․

મદદ કર્યા પછી તમને કેવું લાગ્યું?

․․․․․

શું તમે બીજી કોઈ વ્યક્તિને મદદ કરી શકો છો? કેમ નહિ કે તેના વિષે વિચારો? નીચે લખો કે તમે તેને કઈ રીતે મદદ કરશો.

․․․․․

૩. ભૂલમાંથી શીખો

બાઇબલ શું કહે છે. ‘સઘળાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે અધૂરા રહે છે.’—રૂમી ૩:૨૩.

કલમનો અર્થ. આપણે સર્વ કોઈને કોઈ સમયે ભૂલો તો કરીશું જ. એટલે કોઈ વાર ન કરવાનું કરીશું, અથવા ન કહેવાનું કહીશું. (રૂમી ૭:૨૧-૨૩; યાકૂબ ૩:૨) ભૂલો કરીએ ત્યારે મહત્ત્વનું છે કે આપણી લાગણીઓને કાબૂમાં રાખીએ. ભૂલોને લીધે સાવ હારી ન જઈએ. બાઇબલ કહે છે: ‘નમ્ર માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે.’—નીતિવચનો ૨૪:૧૬.

‘કોઈ વાર આપણે પોતાની નબળાઈઓને બીજાના સારા ગુણો સાથે સરખાવીએ છીએ. એવું કરીશું તો આપણો આત્મવિશ્વાસ ઘવાશે.’—કેવિન.

‘બધામાં સારા અને ખરાબ ગુણો છે. આપણે જો સારું કરીએ તો ગર્વ કરવો જોઈએ. ને જો ખરાબ કરીએ તો એને સુધારવા કોશિશ કરવી જોઈએ.’—લોરન.

ખ્યાલ રાખો: જાણી-જોઈને ખોટું કરતા રહીને બહાના ન કાઢો કે માનવ માત્ર ભૂલને પાત્ર. (ગલાતી ૫:૧૩) જો તમે જાણી-જોઈને પાપ કરતા રહેશો તો ઈશ્વર યહોવાહ સાથેનો તમારો નાતો કપાઈ જશે. તેમનો આશીર્વાદ ગુમાવશો.—રૂમી ૧:૨૪, ૨૮.

તમે કંઈક કરો. તમે જે ગુણ કેળવવા માગો છો એ નીચે લખી લો.

․․․․․

એ ગુણની બાજુમાં આજની તારીખ લખી લો. ચોકીબુરજ જેવા બાઇબલ સાહિત્યમાંથી એ ગુણ કેળવવા માટેનું માર્ગદર્શન શોધો. દર મહિને તમારા સુધારાની તપાસ રાખો.

તમે કીમતી છો

બાઇબલ કહે છે: “ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે.” (૧ યોહાન ૩:૨૦, કોમન લેંગ્વેજ) એનો અર્થ એ થાય કે ભલે આપણને લાગે કે આપણે નકામા છીએ, પણ ઈશ્વરની નજરમાં આપણે કીમતી છીએ. નબળાઈઓ અને ભૂલોને લીધે શું આપણી કિંમત ઓછી આંકવી જોઈએ? ના, બિલકુલ નહિ. એક દાખલો લઈએ. જો ૧૦૦ રૂપિયાની નોટ થોડી ફાટેલી હોય, તો શું તમે એને નકામી ગણીને ફેંકી દેશો? એવું કોઈ નહિ કરે. ભલે એ નોટ થોડી ફાટેલી હોય, એની કિંમત તો હજી એ જ છે.

ઈશ્વર પણ આપણને એવી જ નજરથી જુએ છે. તે આપણા સારા કામો અને ગુણો જોઈને ખુશ થાય છે, ભલેને આપણે એને ગણકારતા ના હોઈએ. બાઇબલ ખાતરી આપે છે: ‘ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ દેખાડ્યો છે, એને ભૂલે એવા અન્યાયી નથી.’—હેબ્રી ૬:૧૦. (g10-E 05)

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં અમુક નામો બદલ્યાં છે.

^ જો તમે યહોવાહના સાક્ષી હોવ, તો વિચાર કરો કે લોકોને ઈશ્વરના રાજ્ય વિષેની ખુશખબરી જણાવવાથી તમને કેટલો આનંદ મળે છે!—યશાયાહ ૫૨:૭.

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

આના વિષે વિચાર કરો

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

જો આ કારણોને લીધે નિરાશા આવે તો શું કરશો?

● મિત્રો તમને તોડી પાડે

● બીજાઓ જેટલા તમે સારા નથી એવું લાગે

● તમને તમારી ખામીઓ જ દેખાય

‘વ્યક્તિ સુંદર હોય પણ તે પોતાને કદરૂપી ગણતી હોય. જ્યારે કે કોઈ બીજી વ્યક્તિ એટલી સુંદર દેખાતી ના હોય, પણ તે પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખે છે. બંને વ્યક્તિમાં ફરક એટલો છે કે તે કઈ દૃષ્ટિથી પોતાને જુએ છે.’—અલિસા

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

ફાટેલી નોટની કિંમત ઘટી જતી નથી. એ જ રીતે ભલે આપણે ભૂલો કરીએ ઈશ્વરની નજરમાં આપણી કિંમત ઘટી જતી નથી

[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]

બીજા યુવાનો શું કહે છે?

‘ઘણી વાર મને દોસ્તના પ્રેમભર્યા શબ્દો, સ્માઈલ કે ભેટમાંથી ખૂબ દિલાસો મળતો.’

‘બીજાના સારા ગુણો જોઈને અદેખાઈ કરવાને બદલે એમાંથી કંઈક શીખી શકીએ. બીજાઓ પણ આપણા સારા ગુણોમાંથી કંઈ શીખી શકે.’

ઓબ્રે

લોરન