સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાતીય સંબંધ વિષે બાઇબલના વિચારો કઈ રીતે સમજાવું?

સજાતીય સંબંધ વિષે બાઇબલના વિચારો કઈ રીતે સમજાવું?

યુવાનો પૂછે છે

સજાતીય સંબંધ વિષે બાઇબલના વિચારો કઈ રીતે સમજાવું?

ઍવૉર્ડ સમારંભમાં એકાએક સન્‍નાટો છવાઈ જાય છે, જ્યારે બે જાણીતી અભિનેત્રીઓએ એક-બીજાને કિસ કરી! જોનારા દંગ રહી ગયા. પછી તેઓને ટેકો આપવા ચીચીયારીઓ પાડી. સમલૈંગિકોએ વિજય મનાવ્યો જ્યારે અમુકે એને લોકોનું ધ્યાન ખેંચવાનો નુસખો ગણાવ્યો. જે હોય એ પણ આવનારા દિવસોમાં એ વીડિયો ક્લિપ ન્યૂઝ ચેનલ અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવશે.

ઉપર વર્ણવેલા દાખલાની જેમ અમુક ઘટનાઓ મીડિયામાં ઘણી જોર પકડે છે. ખાસ કરીને જ્યારે કોઈ જાણીતી વ્યક્તિ સ્વીકારે કે પોતે ગે, લેસ્બિયન કે બાઇ-સેક્સયુલ છે. કેટલાક લોકો તેમની હિંમતના વખાણ કરશે. બીજા કેટલાક તેમના અનૈતિક વહેવારને વખોડશે. વળી બીજા કેટલાક એને એક જીવન શૈલી કહેશે. એ વિષે ૨૧ વર્ષનો દાનીયેલ કહે છે: “હું સ્કૂલમાં હતો ત્યારે કોઈ સજાતીય સંબંધને નફરત કરે તો, સામાન્ય બાળકો પણ તેને પક્ષપાતી અને લોકોનો ન્યાય કરનારા ગણતા.” *

સમલૈંગિકતા અંગે લોકોના વિચારો પેઢી-દર પેઢી કે દેશ-વિદેશમાં અલગઅલગ હોય છે. પણ યહોવાહના ભક્તો “ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા” નથી. (એફેસી ૪:૧૪) એના બદલે તેઓ બાઇબલના વિચારને વળગી રહે છે.

સજાતીય સંબંધ વિષે બાઇબલ શું કહે છે? જો તમે બાઇબલના નૈતિક ધોરણો મુજબ જીવતા હોવ, તો એવા લોકોને કેવી રીતે જવાબ આપી શકો, જેઓ તમને પક્ષપાતી, લોકોનો ન્યાય કરનારા અને સમલૈંગિકોને ધિક્કારનારા કહે છે? ચાલો એ વિષે કેટલાક સવાલો જોઈએ. તેમ જ, એનો કેવો જવાબ આપી શકાય એ જોઈએ.

સજાતીય સંબંધ વિષે બાઇબલ શું કહે છે? બાઇબલ સ્પષ્ટ રીતે જણાવે છે કે ઈશ્વરે સેક્સની ગોઠવણ કરી છે. જેનો આનંદ પુરુષ-સ્ત્રી લગ્‍ન કરીને માણી શકે. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; લેવીય ૧૮:૨૨; નીતિવચનો ૫:૧૮, ૧૯) બાઇબલ એ સિવાયના સંબંધને વ્યભિચાર કહે છે. વ્યભિચારનો સિદ્ધાંત હોમોસેક્સયુઅલ સહિત બધાને લાગુ પડે છે. *ગલાતી ૫:૧૯-૨૧.

જો કોઈ પૂછે: “હોમોસેક્સયુઆલીટી વિષે તું શું વિચારે છે?”

તમે આમ કહી શકો: “હું તેઓને ધિક્કારતો નથી, પણ તેઓના કામોને ધિક્કારું છું.”

✔ યાદ રાખો: જો તમે બાઇબલના નૈતિક ધોરણો પ્રમાણે જીવતા હોવ, તો એ તમારી જીવન શૈલી છે. તમને એ પ્રમાણે જીવવાનો પૂરો હક્ક છે. (યહોશુઆ ૨૪:૧૫) તમારા વિચારોને લીધે ક્યારેય શરમ અનુભવો નહિ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૪૬.

શું ખ્રિસ્તીઓએ વ્યક્તિની જાતીય પસંદગીને ધ્યાન આપ્યા વિના બધાને સરખું માન ન આપવું જોઈએ? ચોક્કસ આપવું જોઈએ. બાઇબલ જણાવે છે: “સર્વને માન આપો.” (૧ પીતર ૨:૧૭) તેથી યહોવાહના ભક્તો સમલૈંગિકોને ધિક્કારતા નથી. તેઓ એવા લોકો સહિત બધાની સાથે પ્રેમ ભાવથી વર્તે છે.—માત્થી ૭:૧૨.

જો કોઈ પૂછે: “શું તને નથી લાગતું કે સજાતીય સંબંધ વિષેના તારા વિચારો સમલૈંગિકો પ્રત્યેના ધિક્કારને વધારે છે.”

તમે આમ કહી શકો: “ના જરાય નહિ. હું તેઓના કામોને નફરત કરું છું, એવા લોકોને નહિ.”

✔ તમે આગળ કહી શકો: “દાખલા તરીકે, મને ધૂમ્રપાન પસંદ નથી. અરે, એના વિચારથી પણ મને કંઈ થઈ જાય છે. પણ ધારો કે તું ધૂમ્રપાન કરે છે અને એ વિષે તારા વિચારો જુદા છે. હું તારા વિચારોને લીધે તને નહિ ધિક્કારું. એવી જ રીતે કદાચ મારા વિચારોને લીધે તું મને નહિ ધિક્કારે, ખરું ને? એવું જ હોમોસેક્સયુઆલીટી વિષે પણ છે.”

ઈસુએ બધાને સ્વીકારવાનું શીખવ્યું. તો પછી, યહોવાહના ભક્તોએ પણ સજાતીય સંબંધને કેમ ન ચલાવી લેવા જોઈએ? ઈસુએ તેમના શિષ્યોને કોઈ પણ અને બધી જીવન શૈલી અપનાવવાનું શીખવ્યું ન હતું. પણ તેમણે શીખવ્યું કે ‘જે કોઈ તેમના પર વિશ્વાસ કરશે’ તે ઈશ્વરની કૃપા મેળવી શકશે. (યોહાન ૩:૧૬) ઈસુ પર વિશ્વાસ મૂકવામાં ઈશ્વરના નૈતિક ધોરણો મુજબ જીવવાનો પણ સમાવેશ થાય છે. એ પ્રમાણે જીવવા સજાતીય સંબંધને લગતા કામોથી દૂર રહેવું જોઈએ.—રૂમી ૧:૨૬, ૨૭.

જો કોઈ કહે: “સમલૈંગિકો પોતાનું જીવન બદલી શકતા નથી. કેમ કે એ રીતે જ તેઓનો જન્મ થયો છે.”

તમે આમ કહી શકો: એની પાછળ તબીબી કારણ શું છે એ વિષે બાઇબલ જણાવતું નથી. પણ એ જણાવે છે કે અમુક આદતો ઘર કરી ગઈ હોય છે. (૨ કોરીંથી ૧૦:૪, ૫) જો કોઈને સજાતીય સંબંધ બાંધવાની ભાવના થતી હોય તો શું કરી શકે? બાઇબલ કહે છે કે યહોવાહના ભક્તોએ એવા કામોને સખત નફરત કરવી જોઈએ.”

✔ સૂચન: સજાતીય ઇચ્છાઓ પાછળના કારણોની ચર્ચામાં ઊતરવાને બદલે જણાવો કે બાઇબલમાં એવા કામોની મનાઈ કરી છે. પછી તમે આમ કહી શકો: “તને ખબર હશે કે ઘણાઓ માને છે કે ગુસ્સો વારસામાં મળે છે. એટલે કેટલાક લોકો વાતવાતમાં તપી જાય છે. (નીતિવચનો ૨૯:૨૨) શું ખરેખર એ સાચું છે? તને કદાચ ખબર હશે કે બાઇબલ ગુસ્સાને જરાય ચલાવી લેતું નથી. (ગીતશાસ્ત્ર ૩૭:૮; એફેસી ૪:૩૧) તેથી જો વ્યક્તિમાં મારામારી કરવાનું વલણ હોય, તો શું એનો અર્થ એ થાય કે બાઇબલનું ધોરણ યોગ્ય નથી?”

જો કોઈને સજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થતું હોય, તો ઈશ્વર કઈ રીતે તેને મના કરી શકે? એ તો ક્રૂરતા કહેવાય. આવી દલીલ ખોટા વિચારોને આધારે આવી છે કે વ્યક્તિએ પોતાની જાતીય લાગણીઓ પ્રમાણે વર્તવું જ જોઈએ. બાઇબલ ખાતરી આપે છે કે વ્યક્તિ પોતાની અયોગ્ય જાતીય લાગણીઓ દબાવી શકે છે.—કોલોસી ૩:૫.

જો કોઈ કહે: “ભલેને તમે હોમોસેક્સ્‌યુઅલ ન હોવ, તોપણ એના વિષે પોતાના વિચારો બદલવા જોઈએ.”

તમે આમ કહી શકો: “ધારો કે તને જુગાર પસંદ છે, પણ મને નથી. હવે જો દુનિયામાં લાખો લોકો જુગારી હોવાને લીધે, તું મને મારા વિચાર બદલવા દબાણ કરે તો શું એ વ્યાજબી કહેવાય?”

✔ આ યાદ રાખો: મોટા ભાગના લોકો (હોમોસેક્સ્‌યુઅલ પણ) માને છે કે કોઈને છેતરવું, અન્યાય કરવો કે યુદ્ધ કરવું એ ખોટું છે. બાઇબલમાં એવી બાબતોની મનાઈ છે. તેમ જ, એ સજાતીય કામોને પણ વખોડી કાઢે છે.—૧ કોરીંથી ૬:૯-૧૧.

બાઇબલની સલાહ ગેર વ્યાજબી નથી કે એ કોઈને ધિક્કારવાનું પણ ઉત્તેજન આપતું નથી. એ ફક્ત સલાહ આપે છે કે “વ્યભિચારથી નાસો.” (૧ કોરીંથી ૬:૧૮) આ સલાહ સજાતીય અને વિજાતીય આકર્ષણ ધરાવનારા બન્‍નેને લાગુ પડે છે.

આજે લાખો લોકો બાઇબલના ધોરણો પ્રમાણે જીવવા ઇચ્છે છે. તેઓ કોઈ પણ પરીક્ષણોમાં પોતાની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખે છે. એમાં એવા લોકો પણ છે જેઓ કોઈ કારણે કુંવારા રહ્યા છે. તેમ જ, બીજા ઘણા લોકો અપંગ વ્યક્તિને પરણ્યા છે, જે જાતીય સંબંધ માણી નથી શકતી. તેઓ પોતાની જાતીય ઇચ્છાઓ સંતોષાયા વગર જીવનનો આનંદ માણી રહ્યા છે. એવી જ રીતે, સજાતીય લાગણી ધરાવતી વ્યક્તિને ઈશ્વર માટે પ્રેમ હોય તો, પોતાની ઇચ્છાને કાબૂમાં રાખીને તેમને ભજી શકે છે.—પુનર્નિયમ ૩૦:૧૯. (g10-E 12)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં કેટલાક નામો બદલવામાં આવ્યા છે.

^ બાઇબલમાં ‘વ્યભિચાર’ ફક્ત જાતીય સંબંધને જ નહિ પણ એના જેવા કામોને ય લાગુ પડે છે. જેમ કે હાથથી મૈથુન કરી આપવું, ઓરલ સેક્સ (મુખ મૈથુન) અને એનલ સેક્સ (ગુદામૈથુન).

આના વિષે વિચાર કરો

● ઈશ્વરે શા માટે મનુષ્યને નૈતિક ધોરણો આપ્યા છે?

● બાઇબલના નૈતિક ધોરણોને વળગી રહેવાથી તમને શું ફાયદો થયો છે?

[પાન ૧૨ પર બોક્સ]

બંને જાતિ પ્રત્યેનું આકર્ષણ

ખરું કે પુરુષ અને સ્ત્રી બન્‍નેમાં બાઇસેક્સુઆલિટી જોવા મળે છે. પણ એવું લાગે છે કે એવી વૃતિ છોકરીઓમાં વધારે જોવા મળે છે. એના કેટલાક કારણો જોઈએ.

● ધ્યાન ખેંચવા

“છોકરાઓ ખુલ્લેઆમ કહે છે કે તેમને લેસ્બિયન છોકરીઓ આકર્ષક લાગે છે. એટલે ઓછા આત્મવિશ્વાસ વાળી છોકરીઓ છોકરાઓનું ધ્યાન ખેંચવા ગમે તે કરવા તૈયાર થઈ જાય છે.”—૧૬ વર્ષની જેસિકા.

● જિજ્ઞાસા

“જ્યારે ફિલ્મો, ટીવી અને સંગીતમાં છોકરી-છોકરીને કિસ કરતી જુએ ત્યારે યુવતીઓ એનું અનુકરણ કરે છે, ખાસ કરીને તેઓને એમાં કંઈ ખોટું ન દેખાતું હોય ત્યારે.”—૨૬ વર્ષની લીસા.

● આકર્ષાઈને

“હું બે બાઇસેક્સુઅલ છોકરીઓને પાર્ટીમાં મળી હતી. પછી મારા મિત્રએ મને જણાવ્યું કે તેઓને હું ગમી ગઈ હતી. બેમાંથી એક છોકરીને હું એસ.એમ.એસ. મોકલવા લાગી અને તેના પ્રત્યે આકર્ષાઈ.”—૧૩ વર્ષની સોનિયા.

જો તમે ઈશ્વરને ખુશ કરવા ચાહતા હોવ, તો બાઇબલમાં જેને ખોટા કામ કહ્યાં છે એ અજમાવવાનો પ્રયત્ન પણ નહિ કરો. (એફેસી ૪:૧૯; ૫:૧૧) પરંતુ તમને બન્‍ને જાતિ પ્રત્યે આકર્ષણ હોય તો શું? ઘણાઓ તમને કહેશે કે પોતાને બાઇસેક્સુઅલ તરીકે ઓળખાવો. પણ ભૂલશો નહિ કે સજાતીય લાગણીઓ પલભરની હોય છે. ૧૬ વર્ષની લિઝેટે પણ એવું જ અનુભવ્યું. તે કહે છે: “મમ્મી-પપ્પાની સાથે મારી લાગણી વિષે વાત કરવાથી મારા દિલનો ભાર હળવો થયો. એ ઉપરાંત સ્કૂલમાં બાયૉલૉજીના વિષયમાંથી શીખવા મળ્યું કે કિશોર અવસ્થા દરમિયાન હોર્મોનમાં ફેરફાર થાય છે. મને લાગે છે કે યુવાનો પોતાના શરીર વિષે વધારે શીખશે તેમ સમજી શકશે કે સજાતીય આકર્ષણ થોડા સમય માટેનું હોય છે. આમ તેઓ સમલૈંગિક બનવા દબાણ નહિ અનુભવે.”

જો તમારી લાગણીઓ ઘણા લાંબા સમય સુધી એવી રહે તો, તમે પહોંચી વળો એવો ધ્યેય બાઇબલ આપે છે: ખોટી લાગણીઓને વશ ન થવાનું તમે નક્કી કરી શકો. *

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી) વોલ્યુમ ૨, પ્રકરણ ૨૮ “હું હોમોસેક્સ્‌યુઆલીટી કઈ રીતે ટાળી શકું?” જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]

યહોવાહના ભક્તો જુદા તરી આવવાની હિંમત ધરાવે છે