સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“હિંમત રાખવા ક્યાંથી મદદ મળી”

“હિંમત રાખવા ક્યાંથી મદદ મળી”

“હિંમત રાખવા ક્યાંથી મદદ મળી”

● કમિલાને એનિમિયા અને ચેતાતંત્રની મુશ્કેલી છે. એટલે તેનો પૂરતો વિકાસ થતો નથી. તે આઠ વર્ષની હોવા છતાં તેની ઊંચાઈ ફક્ત ૩૦ ઇંચ છે. તેના મમ્મી-પપ્પા યહોવાહના સાક્ષી છે. તેઓ આર્જેન્ટિનાના એક ગામમાં રહે છે. તેઓએ જાણ્યું કે પોતાના જ ગામના એક હૉલમાં ડૉક્ટરોની કૉન્ફરન્સ ભરાવાની છે. તેથી તેઓએ કમિલાને ત્યાં લઈ જવાનું વિચાર્યું. તેઓ એ હૉલમાં આગળથી બીજી લાઈનમાં બેઠા. ત્યાં બીજા પાંચસો લોકો પણ આવ્યા હતા.

પ્રવચન આપતાં આપતાં ડૉક્ટરે સારી તંદુરસ્તવાળી સમજીને કમિલા તરફ આંગળી ચીંધી. બાળકીની ઉંમર અને તંદુરસ્તીથી અજાણ ડૉક્ટરે પૂછ્યું, ‘આ બાળકી ઉંમર કેટલી?’

તેની મમ્મી મરિશાએ કહ્યું કે ‘કમિલા આઠ વર્ષની છે.’

ડૉક્ટરે પૂછ્યું, ‘શું આઠ મહિના?’

મરિશાએ કહ્યું, ‘ના, ના આઠ વર્ષ.’

ડૉક્ટરને જરા નવાઈ લાગી. તેમણે કમિલા અને તેની મમ્મીને બધાની આગળ સ્ટેજ પર બોલાવીને અમુક સવાલો પૂછ્યા. મરિશાએ જણાવ્યું કે ડૉક્ટરોએ કમિલાની બીમારી વિષે અભ્યાસ કરીને તેને કેવી કેવી સારવાર આપી છે. એ સાંભળીને પ્રવચન આપનાર ડૉક્ટરે કહ્યું: ‘ઘણા બાળકોને શરદી થાય તોપણ તેમની માતાઓ રડતી હોય છે. પણ તમે તો સાત-સાત વર્ષ કમિલાને જરૂરી સારવાર આપવા બધું જ કર્યું. આ સમય દરમિયાન તમે કઈ રીતે હસતે મોઢે હિંમત રાખી શક્યા?’

એનો જવાબ આપતા મરિશાએ જણાવ્યું કે પોતે બાઇબલમાં માને છે. બાઇબલ શીખવે છે કે ઈશ્વર એવી દુનિયા લાવશે જેમાં કોઈ જાતની બીમારી કે દુ:ખ-તકલીફો નહિ હોય. અરે, મૃત્યુનું નામનિશાન પણ હશે નહિ. (યશાયાહ ૩૩:૨૪; પ્રકટીકરણ ૨૧:૩, ૪) પછી મરિશાએ જણાવ્યું કે આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ એક કુટુંબ જેવા છે. તેઓને એકબીજા માટે પ્રેમ હોવાથી દુ:ખ-તકલીફો કે જીવનમાં આવતી કસોટીઓ સહેવી સહેલું બને છે.—યોહાન ૧૩:૩૫.

એ પ્રવચન પૂરું થયું ત્યારે એક સ્ત્રી મરિશાને મળી. તેણે કહ્યું કે તમે બાઇબલ વિષે જે જણાવ્યું એ મને પણ શીખવો. તેણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. જેઓ ઈશ્વરના મકસદ વિષે બાઇબલમાંથી શીખવા ચાહે છે તેઓને યહોવાહના સાક્ષીઓ રાજી ખુશીથી મફત શીખવે છે. (g10-E 11)

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

આઠ વર્ષની કમિલા અને તેની મમ્મી મરિશા.