સાચું માર્ગદર્શન અને આશાનું કિરણ
સાચું માર્ગદર્શન અને આશાનું કિરણ
યહોવાહ પરમેશ્વર પાસે અપાર બુદ્ધિ અને શક્તિ છે. જ્યારે કે દુષ્ટ દૂતો તેમની વિસાતમાં કંઈ નથી. યહોવાહ પ્રેમના સાગર છે. (૧ યોહાન ૪:૮) તે હંમેશા આપણું ભલું ઇચ્છે છે, તેમની સલાહ સૌથી સારી હોય છે. એ મેળવવા આપણે કંઈ ચૂકવવાનું નથી. જંતર-મંતર કરનારાઓ અને યહોવાહની સલાહમાં આભ-જમીનનો ફરક છે. યહોવાહ સર્વને કહે છે: “હે તૃષિત [ભક્તિના તરસ્યા] જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ; વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો. જે ખોરાક નથી તેને માટે નાણું શા સારું ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા સારું ખરચી નાખો છો? કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.”—યશાયાહ ૫૫:૧, ૨.
સર્જનહાર યહોવાહે આપણને બાઇબલ આપ્યું છે. એમાં તેમની સાથેનો સંબંધ ટકાવી રાખવા શું કરવું એ જણાવ્યું છે. તેમ જ, જીવનનો હેતુ, સુખીથી જીવવા માટેના સિદ્ધાંતો અને જીવનની આશા પણ આપી છે. તો કેમ નહિ કે બાજુમાં આપેલા સવાલો અને એને લગતા બાઇબલના અમુક ભાગનો વિચાર કરીએ. (g11-E 02)
[પાન ૧૫ પર બોક્સ]
● મનની શાંતિ મેળવવા શું કરવું જોઈએ? બાઇબલ જણાવે છે: ‘હું યહોવાહ તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તું મારી આજ્ઞાઓ ધ્યાનમાં લે તો કેવું સારું! તારી શાંતિ નદીના જેવી, ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થશે.’—યશાયાહ ૪૮:૧૭, ૧૮.
● શું દુષ્ટતા હંમેશા ચાલશે? બાઇબલ કહે છે, ‘સદાચારીઓ ધરતી પર વસશે, અને નીતિસંપન્ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો ધરતી પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.’ (નીતિવચનો ૨:૨૧, ૨૨) હા, ખરાબ માણસો અને દુષ્ટ દૂતોનો સમૂળગો નાશ કરવામાં આવશે જાણે કે અગ્નિમાં નાખ્યા હોય.—પ્રકટીકરણ ૨૦:૧૦, ૧૪
● શું બીમારી અને દુઃખ-તકલીફોનો અંત આવશે? બાઇબલ જણાવે છે, ‘જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને તે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; આજની તકલીફો જતી રહેશે.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
દુષ્ટ દૂતો જૂઠું બોલી જાણે છે. પણ ઈશ્વર ‘જૂઠું બોલી શકતા નથી.’ (તીતસ ૧:૨) હવે પછીનો લેખ બતાવે છે કે તેમનું સત્ય જૂઠી માન્યતાઓમાંથી મુક્ત કરાવનારું અને જીવન બચાવનારું છે.—યોહાન ૮:૩૨; ૧૭:૩.